ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

મૂડીરોકાણ-બજેટ

મૂડીરોકાણ-બજેટ : ઉત્પાદક પેઢીએ ભાવિ અને લાંબા ગાળાની સંભવિત આવકો અને ખર્ચ અંગે તૈયાર કરેલું પત્રક. અંદાજપત્રની મુખ્ય ભાષા આંકડા છે. આંકડાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એનું અર્થઘટન એક જ થાય છે. ભવિષ્યમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓને ભાષામાં મૂકતાં એનાં એકથી વધારે અર્થઘટન થવાની સંભાવના હોવાને કારણે સંસ્થાઓ અને ધંધાદારી…

વધુ વાંચો >

મૂડીલાભ

મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ…

વધુ વાંચો >

મૂલ્ય-વિશ્લેષણ

મૂલ્ય-વિશ્લેષણ (value analysis) : વસ્તુ કે સેવાનાં કાર્યોને વધારવા અને સુધારવા તેમજ તેની પડતરને ઘટાડવાના પ્રયત્નો. માલ અથવા સેવાના ઉત્પાદનમાં અનાવશ્યક ખર્ચાઓ ઓળખવાનો અને તૈયાર માલની ગુણવત્તામાં ફેરફાર કર્યા વિના અવેજીમાં અન્ય પ્રકારના કાચા માલ તથા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડતર કિંમત ઘટાડવાનો વ્યવસ્થિત અને વિધાયક અભિગમ. પ્રવર્તમાન તૈયાર માલની પડતર…

વધુ વાંચો >

મૂળચંદ આશારામ

મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો…

વધુ વાંચો >

મૃત્યુવેરો (Estate Duty)

મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ…

વધુ વાંચો >

મેકનામેરા, ફ્રૅન્ક

મેકનામેરા, ફ્રૅન્ક (જ. 1917; અ. 1957) : અમેરિકાના વેપારી અને નવવિચારના પ્રણેતા. અમેરિકામાં 1920ના દશકાથી ગ્રાહકોને વ્યક્તિગત વેપારીઓ તરફથી ક્રેડિટ કાર્ડ આપવાની પ્રથા હતી. એક વખત એવું બન્યું કે એક રેસ્ટોરાંમાં તેઓ ગયા ત્યારે તેમની પાસે બિલ ચૂકવવાનાં નાણાં ન હતાં. ત્યારે તેમને આવાં નાનાં નાનાં વેપાર-મથકોમાં ક્રેડિટ કાર્ડની પ્રથા…

વધુ વાંચો >

મૅકમિલન, ડૅનિયલ તથા ઍલેક્ઝાન્ડર

મૅકમિલન, ડૅનિયલ તથા ઍલેક્ઝાન્ડર ડૅનિયલ ( જ. 13 સપ્ટેમ્બર 1813, આઇલ ઑવ્ ઍરન, બ્યૂટશાયર, સ્કૉટલૅન્ડ; અ. 27 જૂન 1857, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; ઍલેક્ઝાન્ડર – જ. 3 ઑક્ટોબર 1818, ઇર્વિન, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 26 જાન્યુઆરી 1896, લંડન) : સ્કૉટલૅન્ડના પુસ્તક-વિક્રેતા અને પ્રકાશક. 1843માં તેમણે ‘મૅકમિલન ઍન્ડ કંપની’ નામની પેઢી સ્થાપી. પુસ્તકોની આ…

વધુ વાંચો >

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન : 1956ના કંપનીધારા હેઠળ કંપનીની સ્થાપના-સમયે કંપનીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં નોંધાવવું પડતું આવેદનપત્ર. કંપનીની સ્થાપનાવિધિમાં તેનું આવેદનપત્ર ખૂબ જ મહત્વનો મૂળ દસ્તાવેજ ગણાય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે. કંપની સાથે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો જેવા કે સરકાર, લેણદાર, બક તેમજ જાહેર જનતા માટે આ અગત્યનો દસ્તાવેજ…

વધુ વાંચો >

મેળવણીપત્રક

મેળવણીપત્રક : ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ દેવાદાર/લેણદારના ખાતામાં તથા જે તે દેવાદાર/ લેણદારના હિસાબી ચોપડા મુજબ ધંધાદારીના ખાતામાં તફાવત જણાય અથવા ધંધાદારીના હિસાબી ચોપડા મુજબ બૅંક ખાતામાં તથા તેની બૅંક પાસબુકમાં તફાવત જણાય તો તેનાં કારણો શોધીને મેળવણી કરવા માટેનું પત્રક. ધંધામાં દેવાદારો અને લેણદારો હિસાબની પતાવટ કરવા માટે એકબીજાને…

વધુ વાંચો >