ઇતિહાસ – જગત
પહેલવી મોહમ્મદ રેઝા શાહ
પહેલવી, મોહમ્મદ રેઝા શાહ (જ. 26 ઑક્ટોબર 1919, તહેરાન; અ. 27 જુલાઈ 1980, કેરો) : 1941થી 1979 સુધી ઈરાનના શાહ. 1925ની સાલમાં ઈરાનમાં રેઝા શાહ પહેલવી, પહેલવી સલ્તનતના સ્થાપક બન્યા. તેઓ લશ્કરના અધિકારી હતા. મોહમ્મદ રેઝા, રેઝા શાહ પહેલવીના જ્યેષ્ઠ પુત્ર હતા. મોહમ્મદ રેઝાનું ભણતર સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલું અને તેઓ 1935ની…
વધુ વાંચો >પંચજન (पञ्चजना:)
પંચજન (पञ्चजना:) : ઋગ્વેદ-કાલીન પાંચ જાતિઓ. આ પાંચ માનવજાતિ-કુળ કયાં તે અંગે વિવાદ છે. ભારતીય અને પાશ્ચાત્ય પંડિતોના અભિપ્રાય ભિન્ન છે. ઋગ્વેદમાં તેમને पञ्चमनुष्या:, पंञ्चचरण्या: તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે દાશરાજ્ઞ યુદ્ધમાં ભાગ લીધો હતો તેવો પણ એક મત છે. ઐતરેય બ્રાહ્મણ સર્વપ્રથમ વખત પંચજનમાં દેવ, માનવ, ગાંધર્વ (અપ્સરા), પિતૃ…
વધુ વાંચો >પંચન લામા
પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર…
વધુ વાંચો >પાકિસ્તાન
પાકિસ્તાન એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે. સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ.…
વધુ વાંચો >પાપોડાપુલાસ જ્યૉર્જ
પાપોડાપુલાસ, જ્યૉર્જ (જ. 5 મે, 1919; અ. 27 જૂન 1999) : ગ્રીક કર્નલ અને રાજકીય નેતા. વ્યવસાયી સેના-અધિકારી તથા લશ્કરી ટોળકી(junta)ના નેતા-સરમુખત્યાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની આગેવાની નીચે જમણેરી લશ્કરી અધિકારીઓના જૂથે 21 એપ્રિલ, 1967ના રોજ લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી અને ગ્રીસના રાજા કૉન્સ્ટેનટાઇનના નામે નવી સરકારને શપથ…
વધુ વાંચો >પારસી
પારસી : પશ્ચિમ ભારતમાં આવીને સ્થાયી થયેલી મૂળ ઈરાનની પ્રજા. પ્રાગૈતિહાસિક કાલથી ઈરાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાનીઓ ભારતમાં અનેક વાર આવ્યાના દાખલા મળે છે. અવેસ્તામાં ભારત વિષે તથા ઋગ્વેદ, મહાભારત, વિષ્ણુપુરાણ વગેરેમાં ઈરાન અને ઈરાનીઓ વિશે ઉલ્લેખો થયા છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ઈરાનના હખામની વંશના…
વધુ વાંચો >પાર્કિન્સન સી. નૉર્થકોટ
પાર્કિન્સન, સી. નૉર્થકોટ (જ. 30 જુલાઈ 1909, બર્નાર્ડ કેસલ, ડરહામ, ઇંગ્લડ; અ. 11 માર્ચ 1993, ઇંગ્લડ) : બ્રિટિશ ઇતિહાસકાર તથા ઐતિહાસિક નવલકથાકાર. વહીવટી તંત્રની વૃત્તિ-પ્રવૃત્તિ અંગે કટાક્ષભરી કૃતિઓના લેખક તરીકે તેઓ વિશેષ જાણીતા બન્યા હતા. તેમણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો તથા કિંગ્ઝ કૉલેજ, લંડન ખાતે…
વધુ વાંચો >પિએત્રો દેલ્લા વાલૅ
પિએત્રો, દેલ્લા વાલૅ (જ. 11 એપ્રિલ, 1586, રોમ; અ. 21 એપ્રિલ, 1652, રોમ) : ભારતમાં આવેલ ઇટાલિયન મુસાફર. ઈ. સ. 1586માં ઇટાલીના પાટનગર રોમના એક વિખ્યાત પરિવારમાં તે જન્મ્યો હતો. સારું શિક્ષણ મેળવી તેણે સમગ્ર ઇટાલીમાં ભ્રમણ કર્યું. થોડો સમય લશ્કરી સેવામાં જોડાયો. દરમિયાન પ્રેમભગ્ન થતાં તેનું મન જીવનમાંથી ઊઠી…
વધુ વાંચો >પિઝારો ફ્રાન્સિસ્કો
પિઝારો, ફ્રાન્સિસ્કો (જ. 1475, ટ્રુજિલો, સ્પેન; અ. 26 જૂન 1541, લીમા, પેરુ) : પેરુના ઇન્કા સામ્રાજ્યનો સ્પૅનિશ વિજેતા. ફ્રાન્સિસ્કો પિઝારો કૅપ્ટન ગોન્ઝાલો પિઝારોનો ગેરકાયદેસર પુત્ર હતો. એની માતાનું નામ ફ્રાન્સિસ્કા ગોન્ઝેલેઝ હતું. એણે નાની વયે જાગીરદારો વચ્ચેની સ્થાનિક લડાઈઓમાં ભાગ લીધો અને ઇટાલીમાં પણ લડવા ગયો હતો. 1502માં એ હિસ્પાનિયોલા(અર્વાચીન…
વધુ વાંચો >પિટ વિલિયમ
પિટ, વિલિયમ (જ. 28 મે 1759, હેઝ, ઇંગ્લૅન્ડ; અ. 23 જાન્યુઆરી 1806, લંડન) : અઢારમી અને ઓગણીસમી સદીના સંધિકાળના બ્રિટનના પ્રખ્યાત વડાપ્રધાન. ઇતિહાસમાં તેઓ નાના પિટ (Pitt, the Younger) તરીકે જાણીતા છે. તેમના પિતા વિલિયમ પિટ મોટા (the Elder) (અર્લ ઑવ્ ચેધામ) અઢારમી સદીના બ્રિટનના સફળ રાજપુરુષ હતા. તે માતૃપક્ષે…
વધુ વાંચો >