ઇતિહાસ – જગત

નેપોલિયન બોનાપાર્ટ

નેપોલિયન બોનાપાર્ટ (જ. 15 ઑગસ્ટ 1769, એજેસીઓ, કૉર્સિકા; અ. 5 મે 1821, સેંટ હેલેના ટાપુ) : ફ્રેન્ચ સેનાપતિ, પ્રથમ કૉન્સલ અને ફ્રાંસનો સમ્રાટ. પિતા કાર્લો બોનાપાર્ટ વ્યવસાયે ધારાશાસ્ત્રી. શરૂઆતમાં કાર્લો કૉર્સિકાને ફ્રેંચ અંકુશમાંથી મુક્ત કરવા માટે સ્થપાયેલા પક્ષનો સભ્ય હતો; પરંતુ પાછળથી તે ફ્રાંસતરફી બન્યો હતો. નેપોલિયને 1779થી પાંચ વર્ષ…

વધુ વાંચો >

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર)

નેબુખદનેસ્સર (નેબુકદનેઝર) (જ. ઈ. સ. પૂ. 630; અ. ઈ. સ. પૂ. 562) : બૅબિલોનમાં થયેલ ખાલ્ડિયન પ્રજાનો પ્રતાપી રાજા. ખાલ્ડિયન સામ્રાજ્યના સ્થાપક નેબોપોલાસરના પુત્ર નેબકદ્રેઝરે ઈ. સ. પૂ. 605થી 562 સુધી રાજ્ય કર્યું. તેના સમયનો તે મહાન સેનાપતિ હતો. તેણે ફિનિશિયન નગરો, સીરિયા તથા પૅલેસ્ટાઇન પર વિજયો મેળવ્યા. તેણે ઇજિપ્તના…

વધુ વાંચો >

નેલ્સન, હૉરેશિયો

નેલ્સન, હૉરેશિયો (જ. 29 સપ્ટેમ્બર 1758, બર્નહામ થૉર્પે, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1805, સ્પેન) : નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં નૌકાયુદ્ધોમાં વિજયી બનેલો ગ્રેટ બ્રિટનનો કુશળ અને સમર્થ નૌકાધિપતિ. તેનો જન્મ નૉર્ફોકના બર્નહામ થૉર્પેમાં થયો હતો. માતાના મૃત્યુ પછી મામા કોટન મૉરિસ સકલિંગની સહાયથી તે બાર વર્ષની વયે ઇંગ્લૅન્ડના નૌકાસૈન્યમાં દાખલ…

વધુ વાંચો >

નૉર્મન

નૉર્મન : નવમી સદીમાં ઉત્તર ફ્રાંસમાં સ્થાયી થયેલા સ્કૅન્ડિનેવિયાના હુમલાખોરો. ત્યારબાદ ઈ. સ. 911માં ફ્રાંસના રાજા ચાર્લ્સ ત્રીજાએ નૉર્મનોની સૌથી મોટી ટોળીના મુખી રોલો સાથે સંધિ કરીને તેને પોતાના સામંત તરીકે સ્વીકાર્યો. થોડાં વરસો બાદ તેણે તેનો પ્રદેશ વધારવા માંડ્યો. સ્કૅન્ડિનેવિયાના વસાહતીઓ મોટી સંખ્યામાં ત્યાં જઈને વસ્યા અને તે પ્રદેશ…

વધુ વાંચો >

નૉર્વે

નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´  પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…

વધુ વાંચો >

નોહ

નોહ : બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આદમનો 10મો વંશજ. નોહ (Noah) એના યુગનો એકમાત્ર સદગુણી અને ઈશ્વરથી ડરનારો માણસ હતો. ભવિષ્યમાં આવનાર મહાવિનાશક પૂર દરમિયાન ઈશ્વરે એને, એના કુટુંબને અને પશુપક્ષીઓની સૃષ્ટિને બચાવી લેવાનું નક્કી કર્યું હતું. તેથી તેને અગાઉથી ભવ્ય જહાજ બાંધવાની સૂચના આપી હતી. એ લોકોને ચેતવણી આપતો હતો…

વધુ વાંચો >

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સ : ઑસ્ટ્રેલિયા ખંડનાં છ રાજ્યો પૈકી અગ્નિખૂણે આવેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. તે 28° 10´ દ. અ.થી 37° 30´ દ. અ. અને 141° 0´ પૂ. રે.થી 153° 30´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે ક્વીન્સલૅન્ડ, પૂર્વે પૅસિફિક મહાસાગર, દક્ષિણે વિક્ટોરિયા રાજ્ય અને પશ્ચિમે દક્ષિણ ઑસ્ટ્રેલિયા…

વધુ વાંચો >

પર્લ હાર્બર આક્રમણ

પર્લ હાર્બર આક્રમણ : હવાઈના ઓહુ ટાપુ ઉપરના પર્લ હાર્બરમાં યુનાઇટેડ સ્ટેટ્સના નૌકામથક ઉપર 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને એકાએક કરેલો હવાઈ હુમલો. તેના સીધા પરિણામ રૂપે 8 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન સામે યુદ્ધ જાહેર કરીને બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કર્યો. છેલ્લા દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચેના બગડતા જતા…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પહલવ

પહલવ : એ નામની એક જાતિ. પહલવો મૂળ ઈરાનના વતની હતા. ઈરાનમાંથી શકોને પહલવોના દબાણથી ભારત આવવું પડેલું. શકોની જેમ પહલવોએ પણ ભારતમાં પ્રવેશ કર્યો અને તે ઈ. સ.ની બીજી શતાબ્દીના મધ્ય સુધીમાં ભારતીય થઈ ગયા હતા. રુદ્રદામન(પ્રથમ)ના શાસનકાળમાં એનો એક અમાત્ય પહલવ જાતિનો હતો, જેનું નામ સુવિશાખ હતું. સુવિશાખ…

વધુ વાંચો >