ઇતિહાસ – જગત

ઓસ્માનાબાદ

ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

કમ્બોડિયા

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…

વધુ વાંચો >

કાદાર, જૂનોસ

કાદાર, જૂનોસ (જ. 26 મે 1910, ફ્યૂમે, હંગેરી; અ. 1989) : હંગેરીના અગ્રગણ્ય સામ્યવાદી નેતા, પૂર્વ વડાપ્રધાન તથા વાસ્તવદર્શી આર્થિક વિચારસરણીને વરેલા રાજનીતિજ્ઞ. શ્રમજીવી કુટંબમાં જન્મ. મૂળ નામ જૂનોસ સરમાન્ક. યંત્ર-કારીગર તરીકે પ્રશિક્ષણ. 1931માં અમાન્ય સામ્યવાદી પક્ષમાં જોડાયા અને ટૂંક સમયમાં તેની મધ્યસ્થ રાજકીય સમિતિ(politbureau)ના સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ (1939-45)…

વધુ વાંચો >

કાર્ટર, જિમી

કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. 1966માં સફળ ન થતાં તેમણે…

વધુ વાંચો >

કાર્થેજ

કાર્થેજ : ઉત્તર આફ્રિકાનું ભૂમધ્ય સમુદ્રકિનારે ટ્યૂનિસ નજીક આવેલું પ્રાચીન ફિનિશિયન વાણિજ્યકેન્દ્ર અને બંદર. પશ્ચિમ એશિયાના ટાયર શહેરના ફિનિશિયન લોકોએ આ શહેરની ઈ. પૂ. 814 કે 813માં સ્થાપના કરી હતી એમ મનાય છે, પણ પુરાવશેષ ઉપરથી આ શહેર ઈ. પૂ. 750થી વધારે પ્રાચીન જણાતું નથી. પશ્ચિમ ભૂમધ્ય કિનારાના આફ્રિકાના દેશો…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

કાલીગુલા

કાલીગુલા (જ. 31 ઑગસ્ટ 12, એન્ટિયમ, ઇટાલી; અ. 24 જાન્યુઆરી 41, રોમ) : તરંગી અને આપખુદ રોમન સમ્રાટ. તે સમ્રાટ ઑગસ્ટસનો પ્રપૌત્ર અને જર્મેનિક્સ તથા એગ્રીપીના ધ એલ્ડરનો પુત્ર હતો. તેનું નામ ગેયસ સીઝર હતું. બાળક હતો ત્યારે તે લશ્કરી બૂટ પહેરતો, તેથી તેના પિતાના સૈનિકો તેને ‘કાલીગુલા’ (Little Boot)…

વધુ વાંચો >

કાસાબ્લાન્કા પરિષદ

કાસાબ્લાન્કા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે મિત્ર રાષ્ટ્રોના વડાઓ વચ્ચે યોજાયેલી પરિષદ. તે 14 જાન્યુઆરી 1943થી 24 જાન્યુઆરી 1943 સુધી કાસાબ્લાન્કા ખાતે અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ તથા બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વચ્ચે યોજાયેલી હતી. સોવિયેત સંઘ તથા ચીન તેમાં હાજર ન હતાં. પરિષદનો મુખ્ય હેતુ ફ્રાન્સના નેતૃત્વ તથા ભાવિ…

વધુ વાંચો >

કાસાવુબુ, જોસેફ

કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1965, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો…

વધુ વાંચો >

કીલ

કીલ : જર્મનીના શ્લેસવિગ-હોલસ્ટાઇન પ્રાંતની રાજધાની, નૌકામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 54o 20’ ઉ. અ. અને 10o 08’ પૂ. રે.. તેનું મૂળ જર્મન નામ કીલે. ઍન્ગ્લો-સૅક્સન ભાષામાં killeનો અર્થ વહાણો માટેનું સલામત સ્થળ થાય છે. આ બંદરની ઊંડી ખાડી વહાણ માટે યોગ્ય સ્થળ ગણાય છે. કીલ હૅમ્બર્ગની ઉત્તરે…

વધુ વાંચો >