ઇતિહાસ – ગુજરાત
ધરમપુર
ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ…
વધુ વાંચો >ધરસેન
ધરસેન (ઈ. સ. 38—106) : દિગંબર જૈન લેખક. દિગંબર જૈન આમ્નાયમાં ધરસેનાચાર્યનું નામ પ્રસિદ્ધ છે. કંઠોપકંઠ ચાલી આવતા શ્રુતજ્ઞાનને લિપિબદ્ધ કરવા માટે સર્વપ્રથમ ઉપદેશ તેમણે આપ્યો હતો. તે ચૌદ પૂર્વો અંતર્ગત અગ્રાપયણી પૂર્વની કર્મપ્રકૃતિ નામના અધિકારના જ્ઞાતા હતા. આ જ્ઞાન તેમણે ગુરુપરંપરાથી પ્રાપ્ત કર્યું હતું. બુદ્ધિના ક્રમિક હ્રાસને પ્રત્યક્ષ જોતાં,…
વધુ વાંચો >ધરસેન ચોથો
ધરસેન ચોથો (શાસન 643–650) : ગુજરાતનો મૈત્રકવંશનો એક રાજા. ગુજરાતમાં લગભગ ઈ. સ. 470થી 788 સુધી વલભીના મૈત્રકવંશની રાજસત્તા પ્રવર્તી. એ વંશનો રાજા ધ્રુવસેન બીજો (લગભગ ઈ. સ. 628–643) ઉત્તર ભારતના ચક્રવર્તી હર્ષદેવનો જમાઈ હતો. ધ્રુવસેનનો ઉત્તરાધિકાર એના પુત્ર ધરસેનને પ્રાપ્ત થયો. એ આ વંશનો ધરસેન ચોથો હતો. મૈત્રકવંશના આરંભિક…
વધુ વાંચો >ધર્મગુપ્ત
ધર્મગુપ્ત (જ…. ?; અ. 619) : લાટ(દક્ષિણ ગુજરાત)ના વતની અને છઠ્ઠી-સાતમી સદી દરમિયાન થઈ ગયેલા બૌદ્ધ ધર્મના વિદ્વાન. 23 વર્ષની વયે કનોજ જઈને ત્યાંના કૌમુદી-સંઘારામમાં બૌદ્ધસાહિત્યનું શિક્ષણ મેળવ્યું. 25મે વર્ષે દીક્ષા લીધા પછી તેઓ ટક્ક(પંજાબ)માં દેવવિહાર નામે રાજવિહારમાં રહ્યા. ત્યાં એમણે ચીનમાં બૌદ્ધ ધર્મની થયેલી ઉન્નતિની વાતો સાંભળી ચીન જવાનો…
વધુ વાંચો >ધાર
ધાર : મધ્યપ્રદેશનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને શહેર. આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 8,153 ચોકિમી. તથા કુલ વસ્તી 21,84,672 (2011) છે. વસ્તીમાં આશરે 94 % હિંદુ, આશરે 5 % મુસલમાન, 0.98 % જૈન, 0.06 % શીખ, 0.06 % ખ્રિસ્તી તથા 0.01 % અન્યનો સમાવેશ થાય છે. અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાંથી…
વધુ વાંચો >ધોલેરા સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ : મીઠાના કાયદાભંગ માટેનો અહિંસક સત્યાગ્રહ. ગાંધીજીએ દાંડીકૂચ કરીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ. સૌરાષ્ટ્રના દેશભક્તો આ લડત ઉપાડી લેવા ઉત્સુક હોવાથી અમૃતલાલ શેઠે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી. અમદાવાદ…
વધુ વાંચો >ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ…
વધુ વાંચો >ધ્રાંગધ્રા સત્યાગ્રહ
ધ્રાંગધ્રા સત્યાગ્રહ : હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્ય આવેલું હતું. ત્યાં લોકોને નાગરિકસ્વાતંત્ર્ય ન હતું. 1931માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું છઠ્ઠું અધિવેશન ધ્રાંગધ્રામાં ભરવા માટે ધ્રાંગધ્રા તથા હળવદના લોકોએ નિમંત્રણ પાઠવ્યું. તે જાણીને રાજ્યના સત્તાધીશોએ પરિષદ ભરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. પરિષદના મંત્રી દેવચંદ પારેખે દીવાન માનસિંહજી સમક્ષ કરેલી માગણીનો અસ્વીકાર થયો.…
વધુ વાંચો >ધ્રોળ
ધ્રોળ : જામનગર જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ધ્રોળનું જૂનું નામ ‘ધમાલપુર’ હતું. પણ જામ રાવળના નાનાભાઈ હરધોળજીના નામ ઉપરથી તેનું ‘ધ્રોળ’ નામ પડ્યું છે. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.. ધ્રોળ તાલુકાની ઉત્તરે અને પશ્ચિમે જોડિયા તાલુકો, પૂર્વ દિશામાં રાજકોટ જિલ્લાનો પડધરી તાલુકો…
વધુ વાંચો >ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ
ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. 1931) : રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન…
વધુ વાંચો >