ઇતિહાસ – ગુજરાત

હીરવિજયસૂરિ

હીરવિજયસૂરિ (જ. ? ; અ. ઈ. સ. 1595/1596, ઊના, સૌરાષ્ટ્ર) : મુઘલ શહેનશાહ અકબર પાસે બહુમાન પામેલા ગુજરાતના પ્રભાવશાળી જૈન આચાર્ય. તેમના પટ્ટધર વિજયસેનસૂરિ હતા. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં તેમના અને તેમના શિષ્યમંડળના અનેક વિહારો હતા. સમાજના સામાજિક–ધાર્મિક જીવન પર તેમની પ્રવૃત્તિઓનો પ્રભાવ પડ્યો હતો. અકબર બાદશાહ સહિત તત્કાલીન રાજકર્તાઓ…

વધુ વાંચો >

હેગિષ્ટે વસંતરાવ

હેગિષ્ટે, વસંતરાવ (જ. 16 મે 1906, અમદાવાદ; અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : કૉંગ્રેસ સેવાદળના સક્રિય કાર્યકર અને કોમી એખલાસ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નીડર સ્વાતંત્ર્યસેનાની. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારના ટપાલ ખાતામાં નોકરી કરતા અને પોસ્ટ માસ્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયેલા. માતાનું નામ કાશી જેઓ ગૃહિણી…

વધુ વાંચો >

હૈદર કુલીખાન

હૈદર કુલીખાન (18મી સદીનો પૂર્વાર્ધ) : ઈ. સ. 1721–22 દરમિયાન મુઘલ શહેનશાહનો ગુજરાતનો સૂબેદાર. ઈ. સ. 1715માં ગુજરાતના સૂબેદાર નીમવામાં આવેલ અજિતસિંહે તેને ગુજરાતનો દીવાન નીમ્યો હતો. તે એક બાહોશ સેનાપતિ હતો. પછીથી તેને ખંભાત અને સૂરતના મુત્સદ્દી (નવાબ) તરીકે નીમવામાં આવ્યો હતો. તેને વડોદરા, ભરૂચ, નાંદોદ અને અરહર-માતરનો ફોજદાર…

વધુ વાંચો >

હૈબતખાન

હૈબતખાન : ગુજરાતના સ્વતંત્ર સુલતાન અહમદશાહ(1411–1442)ના કાકા. તેણે અમદાવાદ ખાતે, જમાલપુર દરવાજા પાસે આવેલી મસ્જિદ બંધાવી હતી. તે હૈબતખાનની મસ્જિદ નામથી જાણીતી છે. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના વિવિધ ભાગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. એના મિનારાનાં ઠૂંઠાં ધોળકાની કાજીની મસ્જિદના મિનારા કરતાં પણ વધારે સાદાં અને કલાવિહીન છે. જયકુમાર…

વધુ વાંચો >