ઇતિહાસ – ગુજરાત

કોમિસરિયેત એમ. એસ.

કોમિસરિયેત, એમ. એસ. (જ. 11 ડિસેમ્બર 1881, મુંબઈ; અ. 25 મે 1972, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના ઇતિહાસવિદ. આખું નામ માણેકશાહ સોરાબશાહ કોમિસરિયેત. તે ગુજરાતના સલ્તનત, મુગલ અને મરાઠા સમયના ઇતિહાસના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેમની વિદ્વત્તા અને સેવાઓની કદર કરીને સરકારે તેમને ‘ખાનબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. જન્મ પારસી…

વધુ વાંચો >

કૌંડિન્યપુર (પ્રદેશ)

કૌંડિન્યપુર (પ્રદેશ) : ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો વહીવટી વિભાગ. તેનું વહીવટી મથક કૌંડિન્યપુર એ આજનું કુતિયાણા (જિ. જૂનાગઢ) હોવાનું મનાય છે. આ વિષયને ‘પટ્ટ’ નામના પેટાવિભાગોમાં વહેંચવામાં આવ્યો હતો. મૈત્રક મહારાજા ધીરસેન બીજાએ દેવદત્ત નામના બ્રાહ્મણને પંચમહાયજ્ઞની ક્રિયાઓના નિભાવ માટે આ વિષયમાં કૌંડિન્યપુરની ઉત્તરે આવેલું ભટ્ટકપદ્ર (આજનું…

વધુ વાંચો >

ખવાસ, મેરુ

ખવાસ, મેરુ (જ. અ. 1800) : રજવાડી વહીવટનું દંતકથારૂપ પાત્ર. હળવદના ઝાલા કુળની કુંવરી દીપાબાઈનાં લગ્ન જામ લાખાજી સાથે થયાં ત્યારે તેની સાથે 1743 આસપાસ જામનગર આવેલો ખવાસ. તેની બુદ્ધિ, કાર્યકુશળતા તથા વ્યક્તિત્વથી તે જામસાહેબનો કૃપાપાત્ર થયો. તેનું બળ વધતું ગયું. જામ લાખાજી ગુજરી જતાં જામ જસાજી ગાદીએ બેઠા. મા…

વધુ વાંચો >

ખંડોબાનું મંદિર, વડોદરા

ખંડોબાનું મંદિર, વડોદરા : વડોદરાના ગાયકવાડોના ઇષ્ટદેવ જેજુરીના ખંડોબાનું વડોદરામાં ર. વ. દેસાઈ માર્ગ પર આવેલું મંદિર. વડોદરાનું ખંડોબા કે ખંડેરાવનું મંદિર બલાણકવાળા કમ્પાઉન્ડના મંદિરસમૂહનું મુખ્ય દેવસ્થાન છે. નીચી સાદી, ચાર સોપાનવાળી જગતી પર ગર્ભગૃહ, અંતરાલ અને બાર સ્તંભોવાળા મંડપનું તેનું તલદર્શન છે. મંદિરના બહારના પંચરથ થરો સાદા છે. તેનાં…

વધુ વાંચો >

ખાન, અલી મુહમ્મદ

ખાન, અલી મુહમ્મદ (જ. 1700, બુરહાનપુર; અ. 1762) : ગુજરાતના છેલ્લા દીવાન અને સુપ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘મિરાતે અહમદી’ના લેખક. મૂળ નામ મીરજા મુહમ્મદ હસન. ઈરાનથી દક્ષિણ ભારતમાં આવી વસેલા તેમના પિતા ઔરંગઝેબની ફોજમાં બુરહાનપુરમાં દીવાની અમલદાર હતા. 1708માં તેઓ ગુજરાતના ખબરપત્રી (વકાઈ-એ નિગાર) નિમાતાં, પિતાની સાથે તે 8 વર્ષની ઉંમરે ગુજરાત…

વધુ વાંચો >

ખાન મસ્જિદ

ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે.…

વધુ વાંચો >

ખાન સરોવર

ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400…

વધુ વાંચો >

ખારાવાલા, અમરદાસબાપુ

ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં –…

વધુ વાંચો >

ખાવડાના અભિલેખો

ખાવડાના અભિલેખો : આ અભિલેખો ક્ષત્રપવંશી રાજાઓનાં શાસનની કાલગણના માટે ઉપયોગી છે. ખાવડા બેટ કચ્છના રણમાં પચ્છમ તાલુકામાં આવેલો છે. ખાવડાથી અગ્નિખૂણે 24 કિમી. દૂર અંધૌ ગામે વર્ષ 11 અને 52ની સાલવાળા ચાર પાળિયા ઉપરના લેખો મળ્યા છે. ત્યાર બાદ એક અંધૌ ગામેથી અને બીજો ખાવડાથી ક્ષત્રપકાલીન ચષ્ટન્ રુદ્રદામાના સંયુક્ત…

વધુ વાંચો >

ખુદાવંદ ખાન ખ્વાજા સફર

ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. 1500, ઑન્ટ્રાટો; અ.1546, દીવ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના…

વધુ વાંચો >