આયુર્વેદ
વાગ્ભટ્ટ
વાગ્ભટ્ટ : આયુર્વેદ ક્ષેત્રના એક જાણીતા ગ્રંથકાર. વૃદ્ધ વાગ્ભટ્ટ અને વાગ્ભટ્ટ નામથી બે આચાર્યો આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગસંગ્રહ’ નામના ગ્રંથની રચના કરી છે તો વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ-હૃદય’ નામનો ગ્રંથ લખ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ બે વ્યક્તિઓ જુદી નથી, એક જ છે. ‘અષ્ટાંગસંગ્રહ’ ગ્રંથમાં ચરક, સુશ્રુત વગેરેના…
વધુ વાંચો >વાચસ્પતિ
વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની…
વધુ વાંચો >વાજીકરણ (ચિકિત્સાવિશેષ)
વાજીકરણ (ચિકિત્સાવિશેષ) : આયુર્વેદ-વિજ્ઞાનનાં આઠ પ્રમુખ અંગોમાં છેલ્લું અંગ. ‘વાજી’ એટલે ઘોડો અને ‘કરણ’ એટલે કરવું તે. જે ઔષધ-ચિકિત્સા દ્વારા પુરુષને સ્ત્રી સાથેના સમાગમ(મૈથુન)માં ઘોડા જેવો બળવાન, તેજીલો કરવામાં આવે તે ચિકિત્સાવિશેષ તે ‘વાજીકરણ’. ‘વાજીકરણ’ સાથે સંકળાયેલા અનેક શબ્દ છે; જેમ કે, ‘વૃષ્ય’, ‘શુક્રબલપ્રદ’, ‘પુંસ્ત્વવર્ધક’, ‘પુંસ્ત્વપ્રદ’, ‘શુક્ર(વીર્ય)સ્તંભક’, ‘શુક્રલ’, ‘કામોત્તેજક’, ‘અપત્ય(સંતાન)કર’…
વધુ વાંચો >વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)
વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout) : આઢ્યવાત (ધનવાનોને થતો વાતવ્યાધિ), ખુડ્ડુવાત (નાના સાંધાનો વા), વાત બલાસ અને આધુનિક વિજ્ઞાનમાં ‘ગાઉટ’ (gout) નામે ઓળખાતો, આયુર્વેદમાં નિર્દિષ્ટ ગાંઠિયા વાનો રોગ. રોગ–પરિચય : વાતરક્ત રોગમાં પોતાનાં કારણોથી દૂષિત થયેલ લોહી વાયુ સાથે ભળીને ખાસ કરી હાથ-પગના નાના સાંધાઓમાં અને વિશેષ રૂપે પગના…
વધુ વાંચો >વાતવ્યાધિ
વાતવ્યાધિ : આયુર્વેદે શરીરમાં રહેલ વાયુ (વાત), પિત્ત અને કફ નામનાં ત્રણ તત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી તેને શરીરના સ્વાસ્થ્ય કે રોગના કારણ રૂપે બતાવેલ છે. આ ત્રણ દોષોથી બનેલ ‘ત્રિદોષવાદ’ એ આયુર્વેદિક ચિકિત્સાનો પાયો છે. આયુર્વેદમાં વાયુતત્વની પ્રશસ્તિ ભગવાન રૂપે કરી છે. શરીરના કફ અને પિત્ત બેઉ વાયુ વિના પાંગળા…
વધુ વાંચો >વાસાદિ ક્વાથ
વાસાદિ ક્વાથ : એક આયુર્વેદિક ઉકાળો. શાર્ઙ્ગધર સંહિતા અનુસાર નિર્માણવિધિ અરડૂસી, સૂંઠ, ગળો, દારૂહળદર, રક્તચંદન, ચિત્રક, કરિયાતું, લીમડાની છાલ, કટુકી (કડુ); પટોલ (પરવળ) પત્ર, હરડે, બહેડાં, આમળાં, નાગરમોથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ – આ બધું સરખા ભાગે લઈ તેને અધકચરું ખાંડી આ ક્વાથ (ભૂકો) બનાવાય છે. માત્રા : 2થી 4…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિજયરક્ષિત
વિજયરક્ષિત : આયુર્વેદીય ટીકાકાર. આયુર્વેદવિજ્ઞાનમાં ‘લઘુત્રયી’માં ગણાતા, આયુર્વેદમાં રોગનિદાનના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે જાણીતા ‘માધવનિદાન’ની રચના આયુર્વેદ પંડિત શ્રી માધવકરે કરેલી છે. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ચરક-સુશ્રુત તથા વાગ્ભટ્ટના ગ્રંથોના શ્લોકોના સંકલનથી બનેલું છે. આ ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર વિજયરક્ષિત અને તેમના શિષ્ય શ્રીકંઠે ‘મધુકોશ’ નામની સુંદર ટીકા લખીને, ગ્રંથને સુબોધ-સરળ બનાવેલ…
વધુ વાંચો >વિદારી કંદ (ભોંયકોળું)
વિદારી કંદ (ભોંયકોળું) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomea digitata Linn. (સં. ક્ષીરવિદારી; હિં. બિલાઈ કંદ, વિદારી કંદ; મ. ભુયકોહોળા, હળદ્યાકાંદા; ક. નેલકુંબલ; મલ. મુતાલકાંતા; ત. ફલમોગડ્ડીર; તે. ભૂચક્રડી) છે. I. Paniculata, I. mauritiana અને Pueraria tuberosa(કુળ : ફેબેસી)ને પણ વિદારી કંદ કહેવામાં આવે…
વધુ વાંચો >વિદ્રધિ રોગ (Abscess)
વિદ્રધિ રોગ (Abscess) : ત્વચાની નીચે ઊંડે સુધી વ્રણ ઉત્પન્ન કરતો રોગ. વ્રણ, વ્રણશોથ અને વિદ્રધિમાં થોડી સમાનતા હોવા છતાં ત્રણેયમાં તફાવત છે. વ્રણશોથ પ્રાય: ત્વચાની ઉપરની સપાટીની નજીક થાય છે; જ્યારે વિદ્રધિ ત્વચા-માંસની ખૂબ ઊંડે અસ્થિમજ્જા જેવી ધાતુઓ સુધી મૂળ નાંખી થાય છે. વ્રણશોથમાં વ્રણની ઉત્પત્તિ સ્વત: થાય છે;…
વધુ વાંચો >