અર્થશાસ્ત્ર

વિનિમય-અંકુશ

વિનિમય–અંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે.  જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં…

વધુ વાંચો >

વિશેષ ઉપાડ હક (SDR)

વિશેષ ઉપાડ હક (SDR) : આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના નિરાકરણ માટે તથા આંતરરાષ્ટ્રીય અનામતોમાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (international monetary fund, IMF) હેઠળ ઊભી કરવામાં આવેલ અનન્ય અથવા અનુપમ વ્યવસ્થા. તે ‘પેપર-ગોલ્ડ’ના નામથી પણ ઓળખાય છે, જેના સર્જનનો ઠરાવ 1967માં રિઓ દ જાનેરો ખાતે મળેલ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને…

વધુ વાંચો >

વિશ્વબૅંક

વિશ્વબૅંક : યુદ્ધોત્તર વિશ્વના વિકસતા દેશોને આર્થિક સહાય પૂરી પાડી તેમના ઝડપી વિકાસમાં મદદરૂપ થવા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રશ્નોની વિચારણા માટે રાષ્ટ્રસંઘના આશ્રયે 44 દેશોના પ્રતિનિધિઓની પરિષદ 1944માં બ્રેટનવુડ્ઝ ખાતે યોજાઈ હતી. તેના ફલ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund ટૂંકમાં…

વધુ વાંચો >

વિશ્વવેપાર-સંગઠન (The World Trade Organization – WTO)

વિશ્વવેપાર–સંગઠન (The World Trade Organization – WTO) : રાષ્ટ્રો વચ્ચેના વેપાર અંગે થયેલી સમજૂતીઓના અમલ પર દેખરેખ રાખવા માટેનું અનેકદેશીય સંગઠન. ઉરુગ્વે-રાઉન્ડના નામે ઓળખાતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની સમજૂતીના ભાગ રૂપે 1-1-1995થી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. ઉરુગ્વે-રાઉન્ડની વાટાઘાટો આઠ વર્ષ ચાલી હતી, 1986માં તેની શરૂઆત થઈ હતી અને 1994માં તે…

વધુ વાંચો >

વિસારિયા પ્રવીણ

વિસારિયા પ્રવીણ (જ. 23  એપ્રિલ 1937, અ. 28 ફેબ્રુઆરી 2004) : ભારતીય અર્થશાસ્ત્રી અને વસ્તીશાસ્ત્રી. શ્રી વિસારિયાએ અર્થશાસ્ત્રનો એમ.એ. સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. એમ.એ.માં તેમણે કૃષિ અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં વિશેષીકરણ સાધ્યું હતું. તે પછી તેમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્રમાં ફરીથી એમ.એ. કર્યું. પ્રિન્સ્ટન ખાતે જ તેમણે…

વધુ વાંચો >

વેતન

વેતન : શ્રમિકની ઉત્પાદકીય સેવાઓના બદલામાં શ્રમિકને વળતર તરીકે જે ચૂકવાય છે તે. આવી સેવાઓ શારીરિક કે માનસિક કે બંને પ્રકારની હોઈ શકે છે. શ્રમના અર્થઘટનમાં બધા પ્રકારના શ્રમનો સમાવેશ થાય છે. કાર્યકુશળતા ધરાવતો, ન ધરાવતો; શિક્ષિત, અશિક્ષિત; તાલીમ પામેલો, તાલીમ નહિ પામેલો; સ્વતંત્રપણે શ્રમકાર્ય કરનાર કારીગરનો શ્રમ; શિક્ષક, વકીલ,…

વધુ વાંચો >

વેપારની શરતો (Terms of Trade)

વેપારની શરતો (Terms of Trade) : દેશમાંથી નિકાસ થતી ચીજોના ભાવાંકનો, દેશમાં આયાત થતી ચીજોના ભાવાંક સાથેનો ગુણોત્તર. એને એક સાદા સૂત્રરૂપે મૂકીને આ રીતે સમજી શકાય : આ સૂત્રમાં Px1 જે તે વર્ષની નિકાસોનો ભાવાંક અને Pm1 જે તે વર્ષની આયાતોનો ભાવાંક દર્શાવે છે. ભાવોના સૂચક આંકનો ઉપયોગ કરવામાં…

વધુ વાંચો >

વેબર, આલ્ફ્રેડ

વેબર, આલ્ફ્રેડ (?) : જર્મન અર્થશાસ્ત્રી. ઔદ્યોગિક અર્થશાસ્ત્ર નામથી વીસમી સદીમાં અર્થશાસ્ત્રની જે અલાયદી શાખા વિકસી છે તેના નિષ્ણાત. ઉદ્યોગોના સ્થળલક્ષી કેન્દ્રીકરણ અંગે તેમણે કરેલ વિશ્ર્લેષણ તે ક્ષેત્રમાં આધુનિક જમાનામાં હાથ ધરવામાં આવેલ પદ્ધતિસરના અભ્યાસની પહેલ ગણાય છે. ઉદ્યોગોના ભૌગોલિક કેન્દ્રીકરણ અંગે તેમણે 1900માં રજૂ કરેલ સિદ્ધાંત સૌપ્રથમ 1909માં જર્મન…

વધુ વાંચો >

વેબ્લેન ટી. બી.

વેબ્લેન ટી. બી. (જ. 30 જુલાઈ 1857, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 3 ઑગસ્ટ 1929) : સંસ્થાકીય અર્થશાસ્ત્રની અભિનવ શાખાના પ્રવર્તક તથા અર્થશાસ્ત્રમાં નવા ખ્યાલોનું સર્જન કરનાર વિચક્ષણ વિચારક. આખું નામ થૉર્નસ્ટેન બંડ વેબ્લેન. નૉર્વેજિયન માતાપિતાના સંતાન. પરિવારે પોતાનો દેશ છોડીને કાયમી વસવાટ કરવાના હેતુથી અમેરિકામાં સ્થળાંતર કર્યું અને ત્યાં ખેતીના વ્યવસાયમાં…

વધુ વાંચો >

વેલ્થ ઑવ્ નૅશન્સ, ધ

વેલ્થ ઑવ્ નૅશન્સ, ધ : અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ(1723-90)ની મહાન કૃતિ. પ્રકાશનવર્ષ 1776. સ્મિથ ઇંગ્લૅન્ડની ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે ગાળામાં તેમના પ્રોફેસર હચેસને વર્ગખંડોમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષય પર આપેલાં વ્યાખ્યાનોને આધારે આ ગ્રંથ લખાયેલો છે. સ્મિથે હચેસનના વિચારો વિસ્તારથી રજૂ કરવાનું અને અમુક અંશે જ્યાં તેમને…

વધુ વાંચો >