અર્થશાસ્ત્ર

વૉરંટી

વૉરંટી : વસ્તુની યોગ્યતાની ગ્રાહકને ખાતરી આપતો કરાર. તે અનુસાર જો ખાતરીનો ભંગ થાય તો ખરીદનાર સમારકામ કે નુકસાન માટે વળતર માગી શકે છે, પરંતુ બાંયધરી(guarantee)ની માફક કરાર રદ કરી માલનો અસ્વીકાર કરી શકતો નથી. કરારના મુખ્ય ઉદ્દેશ માટેના જરૂરી ઉલ્લેખને બાંયધરી (guarentee) કહેવામાં આવે છે, જ્યારે ઉદ્દેશના આનુષંગિક ઉલ્લેખને…

વધુ વાંચો >

વૉર્ડ, બાર્બરા

વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ…

વધુ વાંચો >

વ્યાજ

વ્યાજ : મૂડીની ઉત્પાદકતાનો લાભ લેવાના બદલામાં મૂડીના માલિકને ચૂકવાતો બદલો / વળતર. ઉત્પાદનનાં સાધનો અને તેને મળતા વળતર-નિર્ધારણની બાબત અર્થશાસ્ત્રમાં બહુવિધ અગત્ય ધરાવે છે. મૂલ્યના સિદ્ધાંતોમાં વસ્તુ / સેવા-કિંમત-નિર્ધારણ બહુધા સાધન-કિંમત-નિર્ધારણ પર અવલંબે છે. જોકે બંને મૂળભૂત રીતે અલગ એ દૃષ્ટિએ છે કે વસ્તુ / સેવા માગ અને પુરવઠા…

વધુ વાંચો >

વ્યાપારચક્ર

વ્યાપારચક્ર : મુક્ત અર્થતંત્ર (laissez faire) પર આધારિત અર્થવ્યવસ્થામાં અવારનવાર આવતાં આંદોલનો અથવા સ્પંદનો. તે જ્યારે આવે છે ત્યારે મૂડીરોકાણ, રોજગારી, ઉત્પાદન, ભાવસપાટી જેવા અર્થતંત્રનાં મુખ્ય અને નિર્ણાયક ઘટકો કે પરિબળોમાં અસાધારણ ઉતાર-ચઢાવ આવતાં હોય છે, જે સંચિત અથવા ઉત્તરોત્તર વૃદ્ધિગત થવાનું વલણ ધરાવતાં હોય છે અને તેને કારણે સમગ્ર…

વધુ વાંચો >

વ્યાપારી દસ્તાવેજો

વ્યાપારી દસ્તાવેજો : કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોની વિગતોને કોઈ પણ સ્વરૂપે દર્શાવતા પુરાવાઓ. મહદ્અંશે દસ્તાવેજો કાગળ-સ્વરૂપે હોય છે. પ્રાચીન કાળમાં વૃક્ષોના પાન પર પણ આ વિગતો દર્શાવવામાં આવતી હતી. આધુનિક કાળમાં આ વિગતો ફ્લૉપી અને સી.ડી. સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. આમ, સ્વરૂપ ગમે તે હોય, જો તે આર્થિક…

વધુ વાંચો >

શરાફ

શરાફ : ભારતની મૂળ પદ્ધતિ પ્રમાણે થાપણો સ્વીકારનાર અને ધિરાણ કરનાર નાણાવટી. પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સાંપ્રત સમયમાં કામ કરતી વ્યાપારી બૅન્કો ઓગણીસમી શતાબ્દીથી ભારતમાં શરૂ થઈ; પરંતુ તે અગાઉ પણ ભારતમાં સ્વદેશી પદ્ધતિ મુજબ કૌટુંબિક અને વ્યક્તિગત ધોરણે નાણાં ધીરવાની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં નાણાવટીઓ…

વધુ વાંચો >

શાખધિરાણ સહકારી મંડળી

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાખ-નિયમન

શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક…

વધુ વાંચો >

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ…

વધુ વાંચો >

શાહ, આર. સી.

શાહ, આર. સી. (જ. 23 નવેમ્બર 1923, સંખેડા, જિ. વડોદરા) : ભારતના બૅંકિંગ ક્ષેત્રના અગ્રણી, બૅંક ઑવ્ બરોડાના પૂર્વ ચૅરમૅન તથા મેનેજિંગ ડિરેક્ટર અને ભારતની ‘એક્ઝિમ બૅંક’ના સ્થાપક-ચૅરમૅન. આખું નામ રણછોડલાલ ચુનીલાલ શાહ. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કર્યા પછી ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સ, લંડનના ફેલો…

વધુ વાંચો >