અર્થશાસ્ત્ર
માર્શલ યોજના
માર્શલ યોજના : 1948–52 દરમિયાન, બીજા વિશ્વયુદ્ધને કારણે ભાંગી પડેલા યુરોપને બેઠું કરવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે અપનાવેલા યુરોપિયન રિકવરી પ્રોગ્રામનું લોકપ્રચલિત નામ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના લૅન્ડ લીઝ ઍક્ટ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે મિત્રરાજ્યોને ભરપૂર સહાય કરી હતી. બ્રિટન ને અન્ય મિત્રરાજ્યને લશ્કરી સામગ્રી આપવાની તેમાં જોગવાઈ હતી. આ રકમની ચુકવણી…
વધુ વાંચો >માલિકીહક્ક
માલિકીહક્ક : મિલકત ઉપર અન્યોની સામે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાનો વૈધિક અને અબાધિત એકાધિકાર. જીવંત સ્ત્રી-પુરુષો, કાયદાથી માન્ય થયેલ સંસ્થાઓ, કેટલાક સંજોગોમાં મંદિરની મૂર્તિઓને પણ કાયદાએ ‘વ્યક્તિ’ તરીકે માન્ય કરી છે. આ બધાં માલિકીહક્ક ધરાવી શકે છે. જેમાંથી વ્યક્તિને માલિકીહક્ક પ્રાપ્ત થાય છે તે મિલકતો કહેવાય છે. કાયદા અને રૂઢિના…
વધુ વાંચો >માલ્થસ, ટૉમસ રૉબર્ટ
માલ્થસ, ટૉમસ રૉબર્ટ (જ. 1766, રૉકેરી; સરે પરગણું, ઇંગ્લૅંડ; અ. 1834, હેલિબરી, ઇંગ્લડ) : વસ્તીવિજ્ઞાનના સંસ્થાપક ગણાતા અર્થશાસ્ત્રી. પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ. સેન્ટ જૉન્સ કૉલેજ, કેમ્બ્રિજમાંથી 1788માં ગણિત, તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્ર વિષયોમાં સ્નાતકની પરીક્ષા ઑનર્સ સાથે પાસ કરી અને તુરત જ જિસસ કૉલેજમાં ફેલો નિમાયા. થોડાક સમય બાદ કેમ્બ્રિજ છોડી સરે…
વધુ વાંચો >માસ્કિન, એરિક સ્ટાર્ક
માસ્કિન, એરિક સ્ટાર્ક (જ. 12 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક) : વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. યહૂદી માતાપિતાના સંતાન. ન્યૂજર્સીમાં ઉછેર. ત્યાંથી 1968માં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રમાં એ.બી.ની પદવી તથા પ્રયુક્ત ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1976માં તેઓ અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ…
વધુ વાંચો >મિરલીઝ, જેમ્સ
મિરલીઝ, જેમ્સ (જ. 5 જુલાઈ 1936, મિનિગૅફ, સ્કૉટલૅન્ડ) : અસમમિતીય માહિતીના સંજોગોમાં નિર્ણયો લેવાની પ્રક્રિયાને તાર્કિક રીતે સમજાવતા સિદ્ધાંતનું નિરૂપણ કરનાર અર્થશાસ્ત્રી અને 1996ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1995થી અર્થશાસ્ત્રનું અધ્યાપન કરી રહ્યા છે. તે પૂર્વે 1969–95 દરમિયાન તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવાઓ…
વધુ વાંચો >મિર્ડાલ, ગુન્નાર કાર્લ
મિર્ડાલ, ગુન્નાર કાર્લ (જ. 8 ડિસેમ્બર 1898, ગુસ્તાફ પૅરિશ, સ્વીડન; અ. 17 મે 1987, સ્ટૉકહોમ) : અગ્રણી સ્વીડિશ અર્થશાસ્ત્રી અને 1974ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ સ્ટૉકહોમ ખાતે. 1923માં સ્ટૉકહોમ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી અને 1923–27 દરમિયાન વકીલાત કરતાં કરતાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખ્યું. 1927માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની…
વધુ વાંચો >મિલ, જેમ્સ
મિલ, જેમ્સ (જ. 6 એપ્રિલ 1773, નૉર્થવૉટર બ્રિજ, ફૉરફાસ્શાયર, સ્કૉટલૅન્ડ; અ. 23 જૂન 1836, લંડન) : બ્રિટિશ ચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાના આશયથી 1802માં લંડન આવી આ ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવી. પ્રારંભે ‘લિટરરી જર્નલ’ના અને ત્યારબાદ ‘સેંટ જેમ્સ ક્રૉનિકલ’ના સંપાદક બન્યા. આ…
વધુ વાંચો >મિશેલ, વેસ્લી ક્લેર
મિશેલ, વેસ્લી ક્લેર (Mitchel Wesley Clair) (જ. 5 ઑગસ્ટ, 1874, રશવિલે, ઇલિનૉય, યુ.એસ.; અ. 29 ઑક્ટોબર 1948, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના અર્થશાસ્ત્રી. અભ્યાસ શિકાગો અને વિયેના ખાતે કરેલો. શિકાગોમાં વેબ્લનના પરિચયમાં આવ્યા અને તેમના સંસ્થાકીય અર્થશાસ્ત્ર અંગેના વિચારોથી પ્રભાવિત થયા. તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા તથા કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો…
વધુ વાંચો >મિશ્ર અર્થતંત્ર
મિશ્ર અર્થતંત્ર : રાજ્યની અર્થતંત્રમાંની દરમિયાનગીરીથી મહદ્અંશે મુક્ત અર્થતંત્ર તથા અર્થતંત્રમાંની રાજ્યની દરમિયાનગીરી ધરાવતું સમાજવાદી ઢબનું અર્થતંત્ર – આ બે છેડાની આર્થિક પદ્ધતિઓનો સમન્વય સાધવા પ્રયાસ કરતી મધ્યમમાર્ગી આર્થિક પદ્ધતિ. આમાંથી પ્રથમ પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો મુક્ત બજારનાં પરિબળો દ્વારા લેવાતા હોય છે, જ્યારે બીજા પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો લેવાની…
વધુ વાંચો >મીડ, જેમ્સ એડ્વર્ડ
મીડ, જેમ્સ એડ્વર્ડ (જ. 23 જૂન 1907, સ્વાનેજ(swanage); અ. 22 ડિસેમ્બર 1995, કેમ્બ્રિજ) : ઇંગ્લૅન્ડના અગ્રણી અર્થશાસ્ત્રી અને 1977ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઉચ્ચશિક્ષણ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં લીધું અને તે દરમિયાન ક્લાસિક્સ, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયોમાં પદવીઓ પ્રાપ્ત કરી. 1938–40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના…
વધુ વાંચો >