અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

વિશ્

વિશ્ : પ્રાચીન ભારતીય વર્ણવ્યવસ્થામાંનો એક વર્ણ. ‘વિશ્’ શબ્દ ઋગ્વેદ જેટલો પ્રાચીન છે; ઋગ્વેદમાં તે ‘રહેઠાણ’, ‘પ્રજા’, ‘લોકો’, ‘આર્યપ્રજા’ના અર્થમાં વપરાયેલો જોવા મળે છે. વળી તે ‘જન’-પ્રજાના એક પેટા વિભાગના અર્થમાં વપરાયેલો પણ જોવા મળે છે. વળી ‘दैवी विश:’ ‘विशांपति:’ જેવા શબ્દો પણ પ્રાપ્ત થાય છે. विशांपति: એટલે ‘પ્રજાના પતિ’,…

વધુ વાંચો >

વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ)

વિસુદ્ધિમગ્ગો (વિશુદ્ધિમાર્ગ) (લગભગ ઈ. સ. 425) : બૌદ્ધ યોગ વિશેનો ગ્રંથ. બુદ્ધઘોષનો પાલિસાહિત્યનો અમૂલ્ય ગ્રંથ છે. તેને એક રીતે તો બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહી શકાય. તે સમસ્ત પાલિ પિટકોની કૂંચી છે. તેથી તેને ‘તિપિટક-અકહા’ પણ કહેવામાં આવે છે. તેમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાનું વિસ્તારથી વિવરણ છે. આમ તે ખરા અર્થમાં…

વધુ વાંચો >

વિંશતિવિંશિકા

વિંશતિવિંશિકા : એક સુંદર પ્રાકૃત રચના. એના રચનાર છે સુપ્રસિદ્ધ જૈન આચાર્ય યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ. આ ધાર્મિક ગ્રંથમાં કુલ 20 અધિકાર છે અને આ દરેક અધિકારમાં વીસ-વીસ ગાથાઓ છે. એ રીતે એનું ‘વિંશતિવિંશિકા’ એવું નામ યથાર્થ ગણાય. આ ગણતરી અનુસાર 20 x 20 = 400 ગાથાઓ સમગ્ર ગ્રંથની ગણાય. એમાં આલેખાયેલા…

વધુ વાંચો >

વીરસેન

વીરસેન : અપભ્રંશના મહાન લેખક. તેઓ દિગંબર આચાર્ય હોવા છતાં શ્વેતામ્બરોના મહાગ્રંથોના પણ નિષ્ણાત અભ્યાસુ હતા. ‘છક્ખંડાગમ’- (ષટ્ખંડાગમ)ને ‘ખંડસિદ્ધાન્ત’ કે ‘ષડ્ખંડસિદ્ધાંત’ પણ કહે છે. આ જૈનશાસ્ત્રનો અતિમહત્વપૂર્ણ ગ્રંથ છે. તેના ઉપરની સૌથી વધારે મહત્વપૂર્ણ ટીકા ‘ધવલા’ની રચના વીરસેને કરેલી. આ ટીકાના મહત્વને કારણે જ આ સમગ્ર ગ્રંથ ‘ધવલસિદ્ધાંત’ નામથી પણ…

વધુ વાંચો >

વૈરાગ્યસાર

વૈરાગ્યસાર : અપભ્રંશ ભાષામાં રચાયેલો લઘુગ્રંથ. તે 77 પદ્યો ધરાવે છે. બહુધા દોહા છન્દમાં રચાયેલો છે. કર્તા દિગમ્બર આચાર્ય સુપ્રભાચાર્ય પ્રો. હરિપાદ દામોદર વેલણકરે આ સુંદર લઘુકૃતિને પુણેથી પ્રગટ થતા ‘એનલ્સ ઑવ્ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના 9મા ગ્રંથના પૃષ્ઠ 272થી 280 પર સંપાદિત કરી છે. કવિના સમય તેમજ સ્થળ વિશે…

વધુ વાંચો >

શીલાંક

શીલાંક (નવમી સદી) : જૈન સાહિત્ય અને પ્રાકૃત ભાષાના કવિ અને ટીકાકાર. જૈન પરંપરામાં શીલાંક અથવા શીલાચાર્ય નામના એકથી વધારે વિદ્વાન થઈ ગયા છે. ‘ચઉપ્પન્નમહાપુરિસચરિય’ના કર્તા પ્રસ્તુત શીલાંક, શીલાચાર્ય અથવા વિમલમતિ કે તત્ત્વાદિત્ય નામથી પણ પ્રખ્યાત છે. ગ્રંથની પ્રશસ્તિ દ્વારા માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ નિર્વૃતિ-કુલોત્પન્ન માનદેવસૂરિના…

વધુ વાંચો >

સંદેશક રાસ (ચૌદમી સદી)

સંદેશક રાસ (ચૌદમી સદી) : અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિ દ્વારા ઉત્તર ગૌર્જર અપભ્રંશકાળમાં, ચારણી ડિંગળની પૂર્વભૂમિકારૂપ ‘અવહ’ પ્રકારની અપભ્રંશ ભાષામાં રચાયેલી વિપ્રલંભ શૃંગારની એક વિશિષ્ટ કાવ્યકૃતિ. મૂળમાં તો તાળી કે દાંડિયાના તાલ સાથે રાસ રમાતા ને ખેલાતા. પછી આ રાસ રમતાં જેનું ગાન થાય તેવી રચના પણ ‘રાસ’ કહેવાવા…

વધુ વાંચો >

સંધિકાવ્ય

સંધિકાવ્ય : અપભ્રંશ ભાષાનો કાવ્યપ્રકાર. આચાર્ય હેમચંદ્રના સમયથી અપભ્રંશ યુગનું સમાપન અને નવ્ય ભારતીય ભાષાઓનો ઉદય દૃષ્ટિગોચર થાય છે. અપભ્રંશ ભાષા ઉપર તત્કાલીન લોકભાષાનો પ્રભાવ વધવાને કારણે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા આદ્ય ગુર્જર ભાષામાં રાસ, ફાગુ, ચર્ચરી, ચૌપઈ, સંધિ આદિનું સર્જન થયેલું જોવા મળે છે. આમાંનું સંધિકાવ્ય બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ અપભ્રંશ…

વધુ વાંચો >

સંવેગરંગસાલા

સંવેગરંગસાલા : જિનચંદ્રસૂરિએ 1068માં રચેલો કથાત્મક ગ્રંથ. ‘નવાંગવૃત્તિ’કાર અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ તેનું સંશોધન કર્યું છે. આ કૃતિમાં સંવેગભાવનું મુખ્ય પ્રતિપાદન છે અને તે શાંત રસથી ભરપૂર છે. અહીંયાં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી તપશ્ર્ચર્યા કરી હોય કે ચારિત્ર્ય પાળ્યું હોય કે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હોય; પરંતુ જો જીવમાં સંવેગરસ-વૈરાગ્ય ન…

વધુ વાંચો >

સાતવાહન હાલ

સાતવાહન હાલ : પ્રાકૃત ભાષાના કવિ અને ગાથાઓના સંગ્રાહક. પ્રાકૃત મુક્તકોના પ્રસિદ્ધ પ્રાચીન સંગ્રહ ‘ગાહાકોસો’ (ગાથાકોશ) અથવા ‘ગાહાસત્તસઈ’(ગાથાસપ્તશતી)ના સંગ્રહકાર અને ‘કવિવત્સલ’ બિરુદથી પ્રસિદ્ધ સાતવાહન હાલ પ્રતિષ્ઠાનનગર(હાલનું પૈઠણ)ના રાજા હતા. ‘સાતવાહન’ ઉપરથી પ્રાકૃતમાં ‘સાલવાહણ’ અને ‘સાલાહણ’ રૂપો બન્યાં. ‘સાલવાહણ’નું ટૂંકું રૂપ ‘સાલ’ અને તેનું લોકબોલીમાં ‘હાલ’ એવું ઉચ્ચારણ થયું. આમ ‘હાલ’…

વધુ વાંચો >