૯.૧૨

દારૂડીથી દાંત

દારૂડી

દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી…

વધુ વાંચો >

દારૂબંધી

દારૂબંધી : ભારતમાં કાયદા દ્વારા દારૂના સેવન પર મુકાતો પ્રતિબંધ. નશાખોરી કોઈ પણ સમાજમાં સદગુણ ગણાતો નથી. દારૂનું વધારે પડતું સેવન અનેક અનિષ્ટોને જન્મ આપે છે. તેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે. તે રોગોમાં સપડાય છે. દારૂની ટેવ પડી જવાથી તે સંતોષવા આર્થિક રીતે નુકસાન વેઠીને પણ…

વધુ વાંચો >

દારૂવાલા, કેકી એન.

દારૂવાલા, કેકી એન. (જ. 24 જાન્યુઆરી 1937, લોની, બુરહાનપુર) : અંગ્રેજીમાં લખતા કેન્દ્રીય લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘ધ કીપર ઑવ્ ધ ડેડ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1958માં તેઓ ભારતીય પોલીસ–સેવામાં જોડાયા. પછી વડાપ્રધાનના ખાસ મદદનીશ બન્યા પછી કૅબિનેટ–સચિવના પદે પહોંચ્યા.…

વધુ વાંચો >

દારેસલામ

દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે..  ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર :…

વધુ વાંચો >

દાર્જિલિંગ

દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …

વધુ વાંચો >

દાલમિયા, રામકૃષ્ણ

દાલમિયા, રામકૃષ્ણ (જ. 7 એપ્રિલ 1893, ચિરાવા, રાજસ્થાન; અ. 26 સપ્ટેમ્બર 1978, દિલ્હી) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. દાલમિયાનગરના વતની. પિતા હરજીમલ સામાન્ય વેપારી હતા. કોઈ પણ જાતના ઔપચારિક શિક્ષણ વગર ખાનગીમાં અભ્યાસ કરી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. દસ વર્ષની ઉંમરે પોતાના મામાની પેઢીમાં માસિક રૂ. 10ના વેતન…

વધુ વાંચો >

દાલમેશિયન ટાપુઓ

દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય…

વધુ વાંચો >

દાલ સરોવર

દાલ સરોવર : જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર…

વધુ વાંચો >

દાલેન, નીલ ગુસ્તાવ

દાલેન, નીલ ગુસ્તાવ (Dalen Nils Gustaf) (જ. 30 નવેમ્બર 1869, સ્ટેમસ્ટૉર્પ, સ્વીડન; અ. 9 ડિસેમ્બર 1937, સ્ટૉકહોમ) : દીવાદાંડી તથા જહાજને પ્રદીપ્ત કરવા, સ્વયંસંચાલિત નિયંત્રક(automatic regulators)ની શોધ માટે, ઈ. સ. 1912ના ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પુરસ્કાર વિજેતા. ખેડૂતપુત્ર હોવાથી ડેરીઉદ્યોગનો અભ્યાસ કરવા માટે ‘સ્કૂલ ઑવ્ ઍગ્રિકલ્ચર’માં જોડાયા, પરંતુ પાછળથી ગુસ્તાવ દ…

વધુ વાંચો >

દાવર, ફીરોઝ કાવસજી

દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા. પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું.…

વધુ વાંચો >

દાસ, જોગેશ

Mar 12, 1997

દાસ, જોગેશ (જ. 1 એપ્રિલ 1927, હંસારા ટી એસ્ટેટ, ડમડમ, આસામ; અ. 9 સપ્ટેમ્બર 1999) : અસમિયા ભાષાના નામાંકિત સાહિત્યકાર. તેમના વાર્તાસંગ્રહ ‘પૃથ્વીર અસુખ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1980ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. 1953માં તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અસમિયા સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો સમય શાળાના શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી પત્રકારત્વ…

વધુ વાંચો >

દાસ, દીનકૃષ્ણ

Mar 12, 1997

દાસ, દીનકૃષ્ણ (અંદાજે 1686–1713) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. પુરીનિવાસી દીનકૃષ્ણ દાસનું જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું. જીવનના મધ્યકાળમાં તેઓ રક્તપિત્તના ભોગ બન્યા હતા, પરિણામે દુ:ખ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કવિના બાર ગ્રંથો છે અને તેમાંના છ આજે પણ લોકપ્રિય છે. સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે ‘રસકલ્લોલ’. આ કાવ્યની દરેક કડીનો…

વધુ વાંચો >

દાસપ્રથા

Mar 12, 1997

દાસપ્રથા : સામંતશાહી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી શોષણની એક પ્રાચીન પ્રથા. મધ્યકાલીન યુરોપમાં તથા અન્યત્ર ચીન જેવા દેશોમાં ગુલામીના રૂપાંતરિત સ્વરૂપે તેનો આરંભ થયો હતો. આ પ્રથા હેઠળ સાંથીઓને જમીનના કોઈ ટુકડા કે ખંડ સાથે વારસાગત રીતે, સામંતની મરજી મુજબ વફાદારીની શરત સાથે કાયમ માટે બંધાઈ રહેવું પડતું હતું. રાજ્યની સત્તાનો…

વધુ વાંચો >

દાસ, મધુસૂદન

Mar 12, 1997

દાસ, મધુસૂદન (જ. 28 એપ્રિલ 1848, સત્યભામાપુર, જિ. કટક, ઓરિસા; અ. 4 ફેબ્રુઆરી 1934) : દેશભક્ત રાષ્ટ્રવાદી નેતા, સમાજ-સુધારક અને વકીલ. ‘ઉત્કલ ગૌરવ’ તરીકે તેઓ ઓરિસામાં પ્રસિદ્ધ હતા. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને તેમણે પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ. (અંગ્રેજી) અને બી.એલ. થયા. તેમણે પૂર્વ ભારત,…

વધુ વાંચો >

દાસ, મનોરંજન

Mar 12, 1997

દાસ, મનોરંજન (જ. 10 માર્ચ 1923, ઓરિસા; અ. 17 ફેબ્રુઆરી 2013, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર. ’40 ના દશકામાં પથરાયેલી તેમની પ્રારંભિક કારકિર્દી દરમિયાન નાટ્યવિષય તથા શૈલી પરત્વે તે પરંપરાગત વલણ અપનાવે છે. આ ગાળાનું મહત્વનું નાટક તે ‘બક્ષી જગબંધુ’ (1949); તે ઓરિસાના પાઇકા બળવાના ઐતિહાસિક વિષય પર રચાયેલું છે. ‘50ના…

વધુ વાંચો >

દાસ, વર્ષા

Mar 12, 1997

દાસ, વર્ષા (જ. 9 નવેમ્બર 1942, મુંબઈ) : ગુજરાતી લેખિકા તથા કલાસમીક્ષક. જાણીતા પત્રકાર અને લેખક મોહનલાલ મહેતા (સોપાન) તથા લેખિકા લાભુબહેન મહેતાનાં એ પુત્રી થાય અને ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર અમૃતલાલ શેઠનાં દૌહિત્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ચિલ્ડ્રન્સ એકૅડેમીમાં લીધું. શાળામાં એમના પ્રિય વિષયો હતા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને…

વધુ વાંચો >

દાસ, વાસંતીદેવી ચિત્તરંજન

Mar 12, 1997

દાસ, વાસંતીદેવી ચિત્તરંજન (જ. 1880; અ. 1974) : સ્વાતંત્ર્ય-સેનાની અને સામાજિક કાર્યકર. શ્રીમંત પિતાનાં સંસ્કારી પુત્રી વાસંતીદેવીનું લગ્ન દેશબંધુ ચિત્તરંજનદાસ સાથે થયું. દેશબંધુની પ્રતિષ્ઠા મોટી હતી. તેઓ બૅરિસ્ટરની યોગ્યતા પણ મેળવી ચૂક્યા હતા, પરંતુ તેમના માટે વ્યવસાય નવો હતો. તેઓ હજુ સ્થિર થઈ શક્યા નહોતા, સફળતાની વાત તો દૂર હતી.…

વધુ વાંચો >

દાસ, વિજયકુમાર

Mar 12, 1997

દાસ, વિજયકુમાર (જ. 1947, કટક) : ઊડિયા લેખક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.. પ્રથમ વર્ગમાં 1972માં ઉત્તીર્ણ થયા અને પછી નૅશનલ બુક ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે જોડાયા. એમણે કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવા માંડેલી અને ત્યારે જ ઉદીયમાન કવિ તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે જે…

વધુ વાંચો >

દાસ, સારલા

Mar 12, 1997

દાસ, સારલા (જ. પંદરમી સદી, સારલાદેવીના મંદિર પાસેના કનકપુર ગામમાં, જિ. કટક) : ઊડિયા લેખક. ઊડિયા સાહિત્યના આદિ કવિ. તે ઊડિયા ભાષાને સુષ્ઠુ આકાર આપનાર શૂદ્રમુનિ તરીકે જાણીતા હતા. એમનાં માતાપિતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. એમનું મૂળ નામ સિદ્ધેશ્વર પડિદા હતું પણ એમણે સારલાદેવીની આરાધના કરી. દેવી એમની પર…

વધુ વાંચો >

દાસ, સૂર્યનારાયણ

Mar 12, 1997

દાસ, સૂર્યનારાયણ (જ. 1908, દશરથપુર, ગંજમ જિલ્લો) : ઊડિયા લેખક. પિતા શાળામાં શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એટલે નાનપણથી જ પિતા દ્વારા સંસ્કૃત સાહિત્યનો પરિચય થયેલો. 1946માં એમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી ઊડિયા સાહિત્ય લઈને એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને વિશ્વવિદ્યાલયમાં એ પરીક્ષામાં પ્રથમ આવ્યા. એમનો રુચિનો વિષય સંશોધન હતો. એ એમ.એ. થઈ…

વધુ વાંચો >