૮.૨૧

ડેવિસની સામુદ્રધુનીથી ડૉલ્ફિન

ડેવિસની સામુદ્રધુની

ડેવિસની સામુદ્રધુની : કૅનેડાના ઉત્તર પૂર્વ ભાગ અને ગ્રીનલૅન્ડ વચ્ચે આવેલી સામુદ્રધુની. 64°થી 70° ઉત્તર અક્ષાંશ અને 50°થી 70° પશ્ચિમ રેખાંશ વચ્ચે તે આવેલી છે. તેની ઉત્તરમાં બૅફિન ઉપસાગર, દક્ષિણમાં ઍટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ તરફ બૅફિન ટાપુ અને પૂર્વ બાજુએ ગ્રીનલૅન્ડ આવેલા છે. બૅફિન ટાપુ  અને ગ્રીનલૅન્ડ ડેવિસની સામુદ્રધુની વડે જોડાયેલા…

વધુ વાંચો >

ડેવિસ, રૅમન્ડ (જુનિયર)

ડેવિસ, રૅમન્ડ (જુનિયર) (જ. 14 ઑક્ટોબર 1914, વૉશિંગ્ટન ડી. સી., અ. 31 મે 2006, બ્લૂ પૉઇન્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન રસાયણવિજ્ઞાની, ભૌતિકવિજ્ઞાની અને 2002ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ડેવિસના પિતા નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝના તસવીરકાર હતા. તેમનાં માતા દેવળની ગાયક મંડળી ચલાવતાં હતાં. તેમાં ડેવિસ કેટલાંક વર્ષો સુધી માતાને ખુશ…

વધુ વાંચો >

ડેવિસ, સ્ટુઅર્ટ

ડેવિસ, સ્ટુઅર્ટ (જ. 7 ડિસેમ્બર 1894, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 24 જૂન 1964 ન્યૂયૉર્ક) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. 1910થી 1913 દરમિયાન રૉબર્ટ હેનરી પાસે કલાનો અભ્યાસ કર્યો. જૉન સ્લોઅન સાથે ‘ધ માસિઝ’ નામના ડાબેરી સામયિકમાં ચિત્રકાર તરીકે કામગીરી બજાવી. ‘ધ આર્મરી શો’ નામની કૃતિ પછી તે ફ્રાન્સમાંના ‘આવાં ગાર્દ’ કલાપ્રવાહ…

વધુ વાંચો >

ડેવી, (સર) હમ્ફ્રી

ડેવી, (સર) હમ્ફ્રી [જ. 17 ડિસેમ્બર 1778, પેન્ઝાન્સ (Penzance) (ઇંગ્લૅન્ડ); અ. 29 મે 1829, જિનીવા] : સોડિયમ, પોટૅશિયમ જેવી ધાતુઓ તથા ખાણિયા માટેના સલામતી દીવાના શોધક અંગ્રેજ રસાયણવિદ. તેઓ મધ્યમવર્ગનાં માતાપિતાના પુત્ર હતા. તેમના પિતા રૉબર્ટ લાકડા પર કોતરકામ કરનાર એક નાના ખેડૂત હતા. શરૂઆતનું શિક્ષણ પેન્ઝાન્સની ગ્રામર સ્કૂલમાં અને…

વધુ વાંચો >

ડેવોનિયન રચના

ડેવોનિયન રચના : ડેવોનિયન કાળગાળા દરમિયાન જમાવટ પામેલા ખડકસ્તરોની બનેલી રચના. ભૂસ્તરીય કાળગણનાક્રમમાં પેલિયોઝોઇક યુગ (પ્રથમજીવ યુગ) પૈકીનો ચોથા ક્રમે આવતો  કાળગાળો ‘ડેવોનિયન’ નામથી ઓળખાય છે. ડેવોનિયન નીચે સાઇલ્યુરિયન અને ઉપર કાર્બોનિફેરસ રચનાઓ છે. આ રચનાના  ખડકો ક્યાંક ખંડીય તો ક્યાંક દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની જમાવટ આજથી ગણતાં…

વધુ વાંચો >

ડેસાઇટ

ડેસાઇટ : જ્વાળામુખી ખડક. મુખ્યત્વે ઓલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિઓક્લેઝ અને સેનિડિન તેમજ ક્વાર્ટ્ઝ કે ટ્રીડીમાઇટ જેવાં મુક્ત-સિલિકા ખનિજોથી તથા બાયોટાઇટ, એમ્ફિબોલ અથવા પાયરૉક્સીન જેવાં ઘેરા રંગનાં મેફિક ખનિજોથી બનેલો અતિસૂક્ષ્મ સ્ફટિકમય કે કાચમય દ્રવ્ય બંધારણવાળો જ્વાળામુખીજન્ય ખડક. કણરચનાની ર્દષ્ટિએ જોતાં લઘુ, મધ્યમ કે મહાસ્ફટિક સ્વરૂપે રહેલાં ઉપર્યુક્ત ખનિજો…

વધુ વાંચો >

ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ

ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો. દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ…

વધુ વાંચો >

ડૉ. આત્મારામ

ડૉ. આત્મારામ (જ. 12 ઑક્ટોબર 1908, બિજનોર, ઉ. પ્ર.; અ. 1985) : ભારતના કાચ અને સિરૅમિક ઉદ્યોગના પિતામહ. આત્મારામ ગામડામાં ગરીબી વચ્ચે ઊછર્યા હતા. પારિવારિક સાદગી, સભ્યતા અને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં. 1924માં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી મૅટ્રિક અને 1928માં બી.એસસી.ની પરીક્ષાઓ પસાર કરી. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવેશ ન મળ્યો;…

વધુ વાંચો >

ડોઇજ, કાર્લ

ડોઇજ, કાર્લ : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અમેરિકી રાજ્યશાસ્ત્રી. તેમણે યેલ, હાવર્ડ અને ઇમોરી યુનિવર્સિટીઓમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. તે દરમિયાન તેમના સંશોધનકાર્યમાં તેમણે આંતરિક રાજકીય પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું આકલન કરી મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક પ્રદાન કર્યું. અનુભવમૂલક અને વ્યવહારવાદી રાજકીય વિશ્લેષણનો પાયો નાખવામાં તેઓ અગ્રેસર રહ્યા. ડોઈજે 1963માં ‘ધ નર્વ્ઝ…

વધુ વાંચો >

ડોઇઝી, એડવર્ડ એડેલ્બર્ટ

ડોઇઝી, એડવર્ડ એડેલ્બર્ટ (જ. 13 નવેમ્બર 1893, હ્યૂમ, ઇલિનૉઇસ, યુ. એસ.;  અ. 23 ઑક્ટોબર 1986, સેન્ટ લુઈ) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. વિટામિન ‘કે’નું રાસાયણિક બંધારણ શોધી કાઢવા માટે તેમને 1943નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમના સહવિજેતા હેન્રીક કાર્લ પીટર ડામ હતા, જેમણે વિટામિન ‘કે’ શોધ્યું હતું. તે ઇલિનૉઇસમાં ભણ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

ડોઝ, ચાર્લ્સ

Jan 21, 1997

ડોઝ, ચાર્લ્સ (જ. 27 ઑગસ્ટ 1865 મેરીયેટ્ટા, ઓહાયો; અ. 23  એપ્રિલ 1951 ઇવાનસ્ટોન, ઇલીનૉય) : જર્મન અર્થતંત્રમાં ફુગાવા સામે સ્થિરતા માટેની એક કાર્યકારી યોજના દ્વારા યુરોપીય અર્થતંત્રમાં સ્થિરતા લાવનાર અને મુત્સદ્દી. ઇંગ્લૅન્ડના ઑસ્ટિન  ચેમ્બરલીનની સાથે સંયુક્ત રીતે તેમને 1925નું શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. વર્સાઈની  સંધિ મુજબ યુદ્ધની નુકસાની અંગે…

વધુ વાંચો >

ડોઝ યોજના

Jan 21, 1997

ડોઝ યોજના : પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં ફ્રાન્સ, બ્રિટન, યુ.એસ. વગેરે વિજેતા સાથી દેશોએ એના પર યુદ્ધદંડ તરીકે છ અબજ સાઠ કરોડ પાઉંડનું અતિ મોટું દેવું લાદ્યું હતું. પરંતુ જર્મની એ ભરી શકે તેમ ન હતું અને એ ભરવાની એની ઇચ્છા પણ ન હતી. જર્મની યુદ્ધવળતરના વાર્ષિક હપતા ભરવામાં…

વધુ વાંચો >

ડોડા

Jan 21, 1997

ડોડા : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32 53´ ઉ. અ.થી 34 21´ ઉ. અ. અને 75 1´ પૂ. રે.થી 76 47´ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે.  સમુદ્રની સપાટીથી સરેરાશ 1107 મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય,…

વધુ વાંચો >

ડોડી

Jan 21, 1997

ડોડી : દ્વિદળી વર્ગના એસ્કેલપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leptadenia reticulata Wight & Arn. (સં. જ્હ્રઝ, હિં. ઝહ્રજ્રહ્મ; મ. અને ગુ. ડોડી, નાની ડોડી, ખીર ખોડી, રાઈ ડોડી, વર્ષા ડોડી, શિંગુટી; તે. કલાસા; તા. પલાઈકકોડી) છે. બહુશાખિત આધારની ફરતે વીંટળાઈને આરોહણ કરતી ક્ષુપ-સ્વરૂપ વેલ. હિમાલયના તળેટી વિસ્તાર, પંજાબ,…

વધુ વાંચો >

ડૉન કિહોતે

Jan 21, 1997

ડૉન કિહોતે : સ્પૅનિશ નવલકથાકાર સર્વાન્ટિસ સાવેદરાએ (1547–1616) રચેલી નવલકથા. તેનો પહેલો ભાગ 1605માં પ્રકટ થયેલો, પણ દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારી આ નવલકથાના બીજા ભાગને લખાતાં 10 વર્ષ થયેલાં (1615). સર્વાન્ટિસે પોતે જ લખ્યું છે તે પ્રમાણે આ નવલકથા સરનાઇટની રમણભ્રમણની જૂની પ્રથા પર કરેલા પ્રહારરૂપ છે. જર્જરિત થતાં જતાં રિવાજો–રસમોની…

વધુ વાંચો >

ડૉન, જૂઅન

Jan 21, 1997

ડૉન, જૂઅન : સ્વચ્છંદતાના  પ્રતીક સમું એક કાલ્પનિક પાત્ર. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરન (1788-1824)ના કટાક્ષકાવ્ય ‘ડૉન જૂઅન’ (1818)માં આલેખવામાં આવ્યું છે. લોકપ્રિય દંતકથામાંથી જન્મેલા ડૉન જૂઅનને સૌપ્રથમ વાર 1630માં સ્પૅનિશ નાટકકાર તિર્સો દ મોલિના ‘ધ સિડ્યૂસર ઑવ્ સેવિલ’ નામની કરુણિકામાં સાહિત્યિક વ્યક્તિત્વ આપે છે. પછી તો તે સર્વજનીન પાત્ર બની,…

વધુ વાંચો >

ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક

Jan 21, 1997

ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક (જ. 23 એપ્રિલ 1926, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : આયરિશ અમેરિકન નવલકથાકાર અને નાટ્યલેખક. ન્યૂયૉર્કની પ્રાથમિક શાળામાં અભ્યાસ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૌકાસૈન્યમાં નોકરીમાં રહ્યા. ત્યારબાદ ટ્રિનિટી કૉલેજ, ડબ્લિન(આયર્લૅન્ડ)માં કીટાણુશાસ્ત્ર વિષયનું શિક્ષણ લીધું. ડબ્લિનમાં સાહિત્યરસિકોના સહવાસમાં નવલકથા ‘ધ જિંજરમૅન’ (1955) લખાઈ. લેખકે પોતે જ આ નવલકથાનું નાટ્યરૂપાંતર લંડન અને ડબ્લિન…

વધુ વાંચો >

ડોનેગલનો ઉપસાગર

Jan 21, 1997

ડોનેગલનો ઉપસાગર : આયર્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલો ઉપસાગર. તે ઍટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલો છે. ભૌ. સ્થાન : 54°.2´ થી 54°.5´ ઉત્તર અક્ષાંશ અને 8.° 01´ થી 10° પ.રે.. આ ઉપસાગરની ઊંડાઈ ઘણી ઓછી છે. ગલ્ફસ્ટ્રીમના ગરમ પ્રવાહની અસર હેઠળ હોવાથી તે હિમથી મુક્ત રહે છે. શિયાળા અને ઉનાળાના તાપમાનમાં મોટો…

વધુ વાંચો >

ડોનેર કુમ્બેટ, કૈઝરી

Jan 21, 1997

ડોનેર કુમ્બેટ, કૈઝરી (તુર્કસ્તાન) : તેરમી સદીના અંતભાગમાં તુર્કસ્તાન સેલ્યૂક શાસનકાળમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું એક અગત્યનું ઉદાહરણ. મકબરા તરીકે બનાવાયેલ આ ઇમારતમાં દફન માટે ઓટલા જેવો પથ્થરનો પાયો રચાતો, જેના પર મકબરાની મુખ્ય ઇમારત બનતી. ડોનેરના મકબરામાં આવી 12 બાજુવાળી ઇમારત પર શંકુ આકારના ઘુમ્મટની રચના કરાઈ હતી. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ડૉપ્લર અસર

Jan 21, 1997

ડૉપ્લર અસર (Doppler effect) : તરંગ સ્રોત અને નિરીક્ષકની સાપેક્ષ ગતિને કારણે ઉદભવતો આવૃત્તિ – તફાવત. ‘ડૉપ્લર અસર’નું પ્રથમ વાર વર્ણન ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી ડૉપ્લર ક્રિસ્ટિઆન જોહાને 1842માં કર્યું હતું. સ્રોતમાંથી ઉદભવતો ધ્વનિ કે પ્રકાશનો તરંગ નિરીક્ષક પાસે પહોંચે ત્યારે તેની આવૃત્તિ, મૂળ આવૃત્તિ કરતાં વધે છે, દૂર જતાં ઘટે છે.…

વધુ વાંચો >