ડોનેર કુમ્બેટ, કૈઝરી

January, 2014

ડોનેર કુમ્બેટ, કૈઝરી (તુર્કસ્તાન) : તેરમી સદીના અંતભાગમાં તુર્કસ્તાન સેલ્યૂક શાસનકાળમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું એક અગત્યનું ઉદાહરણ. મકબરા તરીકે બનાવાયેલ આ ઇમારતમાં દફન માટે ઓટલા જેવો પથ્થરનો પાયો રચાતો, જેના પર મકબરાની મુખ્ય ઇમારત બનતી. ડોનેરના મકબરામાં આવી 12 બાજુવાળી ઇમારત પર શંકુ આકારના ઘુમ્મટની રચના કરાઈ હતી.

રવીન્દ્ર વસાવડા