૮.૧૫

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદથી ઠાકુર હીરો

ઠાકરે, ઉદ્ધવ

ઠાકરે, ઉદ્ધવ (જ. 27 જુલાઈ 1960, મુંબઈ) : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, શિવસેનાના પ્રમુખ, ‘સામના’ના પૂર્વતંત્રી. મહારાષ્ટ્રમાં મરાઠાવાદના પ્રણેતા બાળ ઠાકરે અને મીના ઠાકરેના ઘરે 1960માં ઉદ્ધવનો જન્મ થયો હતો. બાળ ઠાકરે કાર્ટૂનિસ્ટમાંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ ફોટોગ્રાફર હતા. તેઓ સર જે. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઇડ આર્ટમાંથી ફોટોગ્રાફીમાં સ્નાતક થયા…

વધુ વાંચો >

ઠાકરે, કુશાભાઉ

ઠાકરે, કુશાભાઉ (જ. 15 ઑગસ્ટ 1922, ધાર, મધ્યપ્રદેશ; અ. 28 ડિસેમ્બર 2003, દિલ્હી) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન અગ્રણી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ઠાકરેએ પ્રારંભિક શિક્ષણ ધારમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઇંદોર અને ગ્વાલિયરમાં વધુ અભ્યાસ કરેલો. 1942માં 20 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને તેમણે અદના…

વધુ વાંચો >

ઠાકરે, કેશવ સીતારામ

ઠાકરે, કેશવ સીતારામ (જ. 17 સપ્ટેમ્બર 1885, પનવેલ, જિલ્લો કુલાબા; અ. 20 નવેમ્બર 1973, મુંબઈ) : મહારાષ્ટ્રના સમાજસુધારક, ઇતિહાસકાર અને જહાલ પત્રકાર. ‘પ્રબોધનકાર ઠાકરે’ નામથી તે વધુ જાણીતા બન્યા છે. શિક્ષણ પનવેલ અને મધ્યભારતના દેવાસ રિયાસત ખાતે. મૅટ્રિક સુધી જ ભણ્યા; પરંતુ ખાનગી રાહે સ્વયંસ્ફૂર્તિથી અંગ્રેજી અને મરાઠી ભાષાઓ પર…

વધુ વાંચો >

ઠાકરે, બાળ

ઠાકરે, બાળ (જ. 23 જાન્યુઆરી 1927; અ. 17 નવેમ્બર 2012, મુંબઈ) : ભારતમાં શિવસેનાના સ્થાપક-પ્રમુખ અને ભારતના અગ્રણી હિંદુત્વવાદી નેતાઓમાંના એક. તેમના પિતા કેશવ મહારાષ્ટ્રમાં ‘પ્રબોધનકાર’ તરીકે જાણીતા હતા. શિક્ષણ મુખ્યત્વે મુંબઈ શહેરમાં. શરૂઆતમાં કેન્દ્રસરકારની નોકરીમાં હતા; પરંતુ તે દરમિયાન બઢતીની બાબતમાં તેમને અન્યાય થયો હોવાની લાગણીને કારણે નોકરીમાંથી રાજીનામું…

વધુ વાંચો >

ઠાકુર, ઓમકારનાથ

ઠાકુર, ઓમકારનાથ (જ. 24 જૂન 1897, જહાજ, તા. ખંભાત, જિ. ખેડા; અ. 29 ડિસેમ્બર 1967, સૂરત) : ભારતના મહાન ગુજરાતી સંગીતકાર. તેમણે સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધાર્યું. ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં ગૌરીશંકર પંડિતને ત્યાં તેમનો જન્મ થયેલો. માતાનું નામ ઝવેરબા. કુટુંબની આર્થિક…

વધુ વાંચો >

ઠાકુરમાર ઝૂલિ

ઠાકુરમાર ઝૂલિ (1908) : બાળકો માટેની લોકસાહિત્યની બંગાળી કૃતિ. બંગાળના લોકસાહિત્યનું સંશોધન કરનાર દક્ષિણારંજન મિત્રે ગામડે ગામડે ઘૂમી ડોશીઓને મુખે બાળવાર્તાઓ સાંભળી, તેમને સંગૃહીત કરી તે ‘ઠાકુરમાર ઝૂલિ’ એટલે કે દાદીમાની થેલી. એમાં ડોશીમા પાસેથી સાંભળીને લખેલી 16 વાર્તાઓ છે. દક્ષિણારંજન ચિત્રકાર પણ હતા. એટલે એ વાર્તાઓનાં ચિત્રો પણ એમણે…

વધુ વાંચો >

ઠાકુર, હીરો

ઠાકુર, હીરો [જ. 2 માર્ચ 1943, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘તહકીક ઐં તનકીદ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. ઑનર્સ અને વર્ધામાંથી ‘રાષ્ટ્રભાષારત્ન’ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી અને સંસ્કૃત ભાષાની જાણકારી…

વધુ વાંચો >

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ

Jan 15, 1997

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945…

વધુ વાંચો >

ટ્રેઝરી–બિલ

Jan 15, 1997

ટ્રેઝરી–બિલ : જુઓ, તિજોરીપત્ર

વધુ વાંચો >

ટ્રેડ માર્ક

Jan 15, 1997

ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની…

વધુ વાંચો >

ટ્રેડ યુનિયન

Jan 15, 1997

ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…

વધુ વાંચો >

ટ્રેડસ્કન્શિયા

Jan 15, 1997

ટ્રેડસ્કન્શિયા : એકદળી વર્ગના કોમ્મેલીનેસી કુળની શાકીય પ્રજાતિ. તે મેક્સિકોની મૂલનિવાસી છે. ઉચ્ચાગ્ર ભૂશાય Tradescantia zebrena, Hort, (wanderingjew) syn. Zebrina pendula Schnize. નાની અધ:પતિત (decumbent) બહુવર્ષાયુ શાખિત જાતિ છે. તે જમીન પર પથરાઈ જાય છે અને લટકતી છાબમાં સુંદર દેખાય છે. પર્ણો  લાંબાં, અંડાકાર, નીચેની સપાટીએથી રોમિલ, અણીદાર, 7થી 8…

વધુ વાંચો >

ટ્રેપેસી

Jan 15, 1997

ટ્રેપેસી (Trapaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું માત્ર એક જ પ્રજાતિ ધરાવતું કુળ. આ કુળની વનસ્પતિ–શિંગોડાં–મીઠા પાણીમાં સપાટી ઉપર મુક્ત રીતે તરતી એકવર્ષાયુ શાકીય સ્વરૂપે જોવા મળે છે. મૂળ ઝૂમખામાં  ઉત્પન્ન થાય છે. રંગે લીલાં પરિપાયી (assimilatory) પર્ણો : વિષમ સ્વરૂપી (heteromorphic), નિમગ્ન પર્ણો ખંડિત, તંતુ જેવાં; સપાટી ઉપરનાં પર્ણો પાસાવત્,…

વધુ વાંચો >

ટ્રેબિયેટેડ

Jan 15, 1997

ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…

વધુ વાંચો >

ટ્રેમા

Jan 15, 1997

ટ્રેમા : દ્વિદળી વર્ગના અલ્મેસી કુળની સદાહરિત વૃક્ષો અને ક્ષુપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેની લગભગ 20 જાતિઓ થાય છે. ભારતમાં ત્રણ જાતિઓ Trema orientalis, Blume. (ખારગુલ, ગોલ), T. politoria, (Planch) Blume અને T. cannabina, Lour થાય છે. T. orientalis ઝડપી વૃદ્ધિ પામતું અલ્પાયુષી…

વધુ વાંચો >

ટ્રેમોલાઇટ

Jan 15, 1997

ટ્રેમોલાઇટ : એમ્ફિબોલ ખનિજવર્ગનું એક ખનિજ. રાસા. બં. : Ca2Mg5Si8O22(OH)2; સ્ફ.વ. : મૉનોક્લિનિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો સામાન્યત: લાંબી પતરીઓ જેવા; ક્યારેક ટૂંકા અને મજબૂત, અન્ય સ્વરૂપોમાં – રેસાદાર કે પાતળા સ્તંભાકાર જૂથમાં, મોટેભાગે વિકેન્દ્રિત જથ્થામય હોય ત્યારે રેસાદાર કે દાણાદાર, પારદર્શકથી  પારભાસક. યુગ્મતા (100) ફલક પર સામાન્ય, સાદી, પર્ણવત્. સંભેદ…

વધુ વાંચો >

ટ્રૅમ્પ (પરિવહન)

Jan 15, 1997

ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે…

વધુ વાંચો >