૮.૧૨

ટેલરનું પ્રમેયથી ટૉબે હેન્રી

ટેલરનું પ્રમેય

ટેલરનું પ્રમેય (Taylor’s Theorem) : વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેય માટેનું પ્રમેય, જે લાગ્રાન્જના મધ્યક-માન (mean value) પ્રમેયનું સાર્વત્રિક સ્વરૂપ (generalisation) છે. લાગ્રાન્જનું મધ્યક-માન પ્રમેય આ પ્રમાણે છે : જો f, એ સંવૃત અંતરાલ [α, β] પર વ્યાખ્યાયિત વિધેય હોય, [α, β] પર સતત હોય અને વિવૃત અંતરિત (α, β) પર…

વધુ વાંચો >

ટેલર-પ્રથા

ટેલર-પ્રથા : બેરર–ચેકની ચુકવણી માટેની એક પદ્ધતિ. ગ્રાહકોએ પોતાના ચેક વટાવવા માટે બૅંકના કાઉન્ટર ઉપર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેના વિકલ્પમાં ટેલરપદ્ધતિ શરૂ થઈ છે. પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક વાણિજ્ય–બૅંકોએ ટેલરપદ્ધતિનો વિકાસ શરૂ કરેલ છે. પરંતુ દરેક બૅંકની પદ્ધતિ અલગ અલગ હોય છે. મુખ્ય પદ્ધતિમાં સતત ચાલુ…

વધુ વાંચો >

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો (જ. 20 માર્ચ 1856, અમેરિકા; અ. 21 માર્ચ 1915) : વૈજ્ઞાનિક સંચાલનના અભિગમના મૂળ હિમાયતી અને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના આદ્ય પ્રવર્તક. 1874 સુધી શિક્ષણ લીધા પછી ફિલાડેલ્ફિયાની એક મશીનશૉપમાં જોડાઈ 1878 સુધી પૅટર્ન-મેકર અને કારીગર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1878માં તે જ રાજ્યની મિડવેલ સ્ટીલ કંપનીમાં કારીગર…

વધુ વાંચો >

ટેલર રિચર્ડ

ટેલર, રિચર્ડ ઈ (Taylor, Richard E) (જ. 2 નવેમ્બર 1929, આલ્બર્ટા, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 2018, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન(inelastic scattering)ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન…

વધુ વાંચો >

ટેલિગ્રાફ, ધ

ટેલિગ્રાફ, ધ : પશ્ચિમ બંગાળમાં કૉલકાતાથી પ્રગટ થતું અંગ્રેજી દૈનિકપત્ર.  તેનું પ્રકાશન આનંદબજાર પત્રિકા લિમિટેડ દ્વારા થાય છે. 1982માં તે શરૂ થયું ત્યારે તેના તંત્રીપદે એમ. જે. અકબરની પસંદગી કરાઈ હતી. તેમણે પોતાની આગવી ર્દષ્ટિથી આ દૈનિકની એક અલગ તરાહ ઊભી કરી. પરંપરાગત અંગ્રેજી દૈનિકોની ભારેખમ ઢબ કે શૈલીથી ‘ધ…

વધુ વાંચો >

ટેલિપથી

ટેલિપથી : ઇન્દ્રિયના સ્વીકૃત માધ્યમ વગર સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારના વિચાર અથવા મનની છાપને એક મનથી બીજા મન સુધી સંક્રાન્ત કરવાનો વ્યવહાર. ફ્રેડરિક માયર્સે ‘ટેલિપથી’ શબ્દ પ્રયોજી તેને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેના દર્શાવ્યા પ્રમાણે ટેલિપથી એટલે બે માનવી વચ્ચેના લાગણી અને આવેગનો તત્કાળ ઇન્દ્રિયાતીત વિનિમય. દૂરના…

વધુ વાંચો >

ટેલિફોન

ટેલિફોન : જુઓ દૂરવાણી

વધુ વાંચો >

ટેલિવિઝન

ટેલિવિઝન : ધ્વનિસહ, ર્દશ્ય ચિત્રનું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સંચારણ (transmission) અને અભિગ્રહણ (reception) કરતી પ્રયુક્તિ. તેની મદદથી કોઈ પણ ચિત્રને દૂર આવેલા સ્થળેથી જોઈ શકાય છે. ચલચિત્રની જેમ ટેલિવિઝનમાં ક્રમિક ચિત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. ર્દષ્ટિસાતત્યને કારણે પ્રતિબિંબોની આવી શ્રેણી મગજ ઉપર સળંગ ચિત્ર રૂપે નોંધાય છે. એક સેકન્ડમાં ઓછામાં…

વધુ વાંચો >

ટેલિસ્કોપ

ટેલિસ્કોપ : જુઓ, દૂરબીન

વધુ વાંચો >

ટેલ્યુરિયમ

ટેલ્યુરિયમ : આવર્ત કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Te. 1782માં ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી ફ્રાન્ઝ જૉસેફ મ્યુલર વૉન રિકેન્સ્ટીને આ તત્વ મેળવ્યું હતું. 1798માં ક્લેપ્રોથે સૂચવ્યું કે પૃથ્વી માટેના લૅટિન શબ્દ Tellus પરથી તેને ટેલ્યુરિયમ નામ આપવામાં આવે. કુદરતમાં ઉપસ્થિતિ : પૃથ્વીના આગ્નેય ખડકોમાં ટેલ્યુરિયમનું પ્રમાણ લગભગ 10–9…

વધુ વાંચો >

ટેવ

Jan 12, 1997

ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો…

વધુ વાંચો >

ટેવજન્ય સંકુચનો

Jan 12, 1997

ટેવજન્ય સંકુચનો (habit spasms) : ટેવ પડી જવાને કારણે વારંવાર આંખ પટપટાવવી, માથું હલાવવું, ખભો ઉછાળવો, હાથ કે ચહેરા દ્વારા ભાવ દર્શાવવાની થતી ક્રિયાઓ. સામાન્ય રીતે અસરગ્રસ્ત વ્યક્તિ તેને રોકી શકતી નથી. ક્યારેક તે થોડા સમયગાળા માટે અટકાવી શકે છે, પરંતુ તેના પછી થતાં સંકુચનો વધુ તીવ્ર અને અતિશય વારંવાર…

વધુ વાંચો >

ટૅસિટસ

Jan 12, 1997

ટૅસિટસ (જ. આશરે ઈ. સ. 56; અ. આશરે 120) : પ્રાચીન રોમનો લિવી પછીનો મહત્વનો ઇતિહાસકાર. તેણે છેક પ્રાચીન યુગથી પોતાના સમય સુધીનો રોમનો ઇતિહાસ લખેલો છે. તેમાં તેણે રોમની રાજકીય સંસ્થાઓ, તેમના મુખ્ય આગેવાનો, તેમની વચ્ચેના સંઘર્ષો વગેરેનો આપેલો અહેવાલ ઘણોખરો વાસ્તવિક છે. આમ છતાં, તેણે પોતાના વિવરણમાં ઉમરાવવર્ગ…

વધુ વાંચો >

ટેસ્ટ-ટ્યૂબ-બેબી (કૃત્રિમ ગર્ભધારણ)

Jan 12, 1997

ટેસ્ટ-ટ્યૂબ-બેબી (કૃત્રિમ ગર્ભધારણ) : સામાન્ય જનસમૂહ માટે શરીર બહાર કરાતી કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિઓની ઓળખ. અંડકોષનું કૃત્રિમ સંજોગોમાં ફલનીકરણ (fertilization) કરવાની પ્રક્રિયાને કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ (artificial reproductive technique –ART) કહે છે. સામાન્ય રીતે પૂરતા સમયગાળામાં  સંતતિ પ્રાપ્ત ન કરી શક્યાં હોય એવાં દંપતીને આ પદ્ધતિનો લાભ અપાય છે. કૃત્રિમ ગર્ભધારણની વિવિધ…

વધુ વાંચો >

ટેસ્ટ મૅચ

Jan 12, 1997

ટેસ્ટ મૅચ : બે દેશો વચ્ચે ખેલાતી સત્તાવાર ક્રિકેટ મૅચ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબૉર્નના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મૅચ 1887ની 15થી 17 માર્ચ દરમિયાન ખેલાઈ. એ અગાઉ 1862, 1864 અને 1873માં ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1877માં ઇંગ્લૅન્ડની ઑલ પ્રોફેશનલ ટીમના સુકાની જેમ્સ લીલીવ્હાઇટે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી અગિયાર ખેલાડીઓની…

વધુ વાંચો >

ટેસ્ટૉસ્ટરોન

Jan 12, 1997

ટેસ્ટૉસ્ટરોન : શુક્રજનન (spermatogenesis) માટે આવશ્યક સ્ટીરૉઇડ પ્રકારનો અંત:સ્રાવ (hormone). રાસાયણિક નામ, 17 b – હાઇડ્રૉક્સી-4-એન્ડ્રોસ્ટન 3. ઓન; અણુસૂત્ર, C19H28O2; બંધારણીય સૂત્ર : ગ. બિં. : 154° સે., રંગ સફેદ અથવા આછો પીળાશ પડતો સફેદ (cream white). તે પાણીમાં અદ્રાવ્ય પણ ક્લૉરોફૉર્મ, આલ્કોહૉલ વગેરેમાં દ્રાવ્ય, ગંધવિહીન સ્ફટિકીય પદાર્થ છે. ટેસ્ટૉસ્ટરોનનું…

વધુ વાંચો >

ટેસ્લા, નિકોલા

Jan 12, 1997

ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્  પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે…

વધુ વાંચો >

ટેંજિર

Jan 12, 1997

ટેંજિર : મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 35° 34’ ઉ. અ. અને 6° 00’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ…

વધુ વાંચો >

ટેંટુ

Jan 12, 1997

ટેંટુ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Oroxylum indicum (L.) Veut (સં. श्योनाक; હિં. सोनपाठा, सोनपता; મ. टेटु;  ગુ. ટેંટુ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વૃક્ષ છે અને 12 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ આછી ભૂખરી-બદામી હોય છે. તે પોચી વાદળી જેવી હોય છે.…

વધુ વાંચો >

ટૈંગ, મોહમ્મદ યૂસુફ

Jan 12, 1997

ટૈંગ, મોહમ્મદ યૂસુફ (જ. 1935, શુપિયન, કાશ્મીર) : જમ્મુ-કાશ્મીરના સાહિત્યકાર-વિવેચક અને નિબંધકાર. એમના પરિવારનો ધંધો ફળો વેચવાનો, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શોપિયનમાં લીધું હતું. પછી ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. (ઓનર્સ). અભ્યાસ બાદ શ્રીનગરથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘જહાની નાવ’ના તંત્રી થયા. આ એમની કારકિર્દીની શરૂઆત હતી. શમીમ એહમદ શમીમ સાથે કામ કરવાનો પોકો…

વધુ વાંચો >