૮.૧૧

ટેક્ટાઇટથી ટેલર જોસેફ હૂટન (જુનિયર)

ટેટમ, એડવર્ડ લૉરી

ટેટમ, એડવર્ડ લૉરી (જ. 14 ડિસેમ્બર 1909, બોલ્ડર, કૉલોરાડો, યુ.એસ.; અ. 5 નવેમ્બર 1975, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : 1958ના નોબેલ પુરસ્કારના જ્યૉર્જ બિડલ વેલ્સ તથા  જોશુઆ લેડરબર્ગ સાથેના સહવિજેતા. તેમને જીવાણુ(bacteria)ના જનીનદ્રવ્ય(genetic material)ના બંધારણ તથા જનીનીય પુન:સંયોજન સંબંધિત સંશોધન માટે તે મળ્યું હતું. ટેટમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે જ્યૉર્જ…

વધુ વાંચો >

ટેટી

ટેટી : જુઓ, ‘સકરટેટી (ખડબૂચું)’.

વધુ વાંચો >

ટેટ્રાઇથાઇલ લેડ

ટેટ્રાઇથાઇલ લેડ : મોટરના ઇંધનમાં યોગક તરીકે ઉમેરવામાં આવતું કાર્બધાત્વીય સંયોજન. તેનું સૂત્ર (C2H5)4Pb છે. તે રંગવિહીન તથા બાષ્પશીલ પ્રવાહી છે, તેનું ઉ.બિં. 200° સે. છે. સામાન્યત: તે પેટ્રોલમાં ગૅલનદીઠ 3 મિલી. ઉમેરવાથી પેટ્રોલ-ઇંધનની સ્ફોટનક્રિયા ઘણી ઘટી જાય છે. ટેટ્રામિથાઇલ લેડ પણ આના જેવું જ અસરકારક છે. ઔદ્યોગિક રીત પ્રમાણે…

વધુ વાંચો >

ટેટ્રાક્લૉરોઇથેન

ટેટ્રાક્લૉરોઇથેન : ઇથેન અણુમાંના ચાર હાઇડ્રોજનના ક્લોરિન વિસ્થાપનથી મળતા બે સમઘટકોનું સામાન્ય નામ. એક સમઘટક 1, 1, 2, 2, — ટેટ્રાક્લૉરોઇથેન અથવા ઍસિટિલીન ટેટ્રાક્લૉરાઇડ છે. તેનું સૂત્ર Cl2CHCHCl2 છે. તે ખૂબ વિષાળુ, રંગવિહીન, ઘટ્ટ, ક્લૉરોફોર્મ જેવી વાસવાળું જળ-અદ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ.બિં. 146.5° સે. તથા ગ.બિં. –43° સે. છે. તે…

વધુ વાંચો >

ટેટ્રાગોનલ પ્રણાલી

ટેટ્રાગોનલ પ્રણાલી (tetragonal system) : ખનિજસ્ફટિકોની છ સ્ફટિકપ્રણાલી પૈકીની એક. તેમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ સ્ફટિક અક્ષ હોય છે, જે પૈકી ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રહેતા બે અક્ષ સમાન લંબાઈના હોય છે અને એકમમૂલ્ય ધરાવે છે. ઊભી સ્થિતિમાં રહેતો ત્રીજો અક્ષ એકમ-મૂલ્ય કરતાં ટૂંકો કે લાંબો હોઈ શકે છે, પરંતુ જે તે…

વધુ વાંચો >

ટેટ્રોડ

ટેટ્રોડ : જુઓ, ‘વાલ્વ’

વધુ વાંચો >

ટેથિઝ

ટેથિઝ : આજથી અંદાજે 40 કરોડ વર્ષથી માંડીને 5 કરોડ વર્ષ અગાઉના વચ્ચેના કાળગાળાના ભૂસ્તરીય અતીત દરમિયાન તત્કાલીન પૃથ્વીના મધ્યભાગમાં અસ્તિત્વ ધરાવતા વિશાળ સમુદ્ર કે મહાસાગર માટે ભૂસ્તરવિદોએ આપેલું નામ. યુરોપ–એશિયા અને આફ્રિકા ખંડોને જુદો પાડતો આ સમુદ્રવિસ્તાર પૂર્વ–પશ્ચિમ લંબાયેલો હતો અને આજના દક્ષિણ યુરોપ, ભૂમધ્યસમુદ્ર, ઉત્તર આફ્રિકા, ઈરાન, આલ્પ્સ,…

વધુ વાંચો >

ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ

ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો  ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી…

વધુ વાંચો >

ટેન કમાન્ડમેન્ટ્સ, ધ

ટેન કમાન્ડમેન્ટ્સ, ધ : 1956નું ઑસ્કારવિજેતા અમેરિકન ચલચિત્ર. નિર્માણસંસ્થા : પૅરેમાઉન્ટ; નિર્માતા-દિગ્દર્શક : સેસિલ બી. દ મિલ; કલાકારો : ચાર્લ્ટન હેસ્ટર, યુલ બ્રિનર, ઍન બેક્સ્ટર, ઍડવર્ડ જી. રૉબિન્સન, ટ્વોન ડી કાર્લો, ડેબરા પેજેટ; છબીકલા : લૉયલ ગ્રિગ્સ, જ્હૉન એફ. વૉરેન, ડબલ્યૂ. વૉલેસ કેલી, પેવેરેલ માર્લી તથા સંગીત : એલ્મર બર્ન-સ્ટેન.…

વધુ વાંચો >

ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ

ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ (જ. 6 ઑગસ્ટ 1809, સૉમર્સ્બી, લિંકનશાયર; અ. 6 ઑક્ટોબર 1892, ઓલ્ડવર્થ, હેઝલમિયર) : ઓગણીસમી સદીના મહાન અંગ્રેજ કવિ. તે માતા-પિતાનું ચોથું સંતાન હતા. પિતા રૅક્ટર હતા અને કાવ્યો રચતા હતા. આ વત્સલ ભાષાવિદ પિતાનો મોટો ગ્રંથસંચય હતો. ટેનિસને પિતાના માર્ગદર્શનથી છ વર્ષની શિશુવયે ગ્રીક, લૅટિન અને અંગ્રેજી…

વધુ વાંચો >

ટેક્ટાઇટ

Jan 11, 1997

ટેક્ટાઇટ : 1. ટેક્ટાઇટ (tektites) : કાચમય બંધારણવાળી ઉલ્કાઓ. શંકાસ્પદ અવકાશીય ઉત્પત્તિજન્ય વિવિધ ગોળાઈવાળા આકારો ધરાવતા લીલાથી કાળા કાચમય દ્રવ્યથી બનેલા પદાર્થો માટે આ શબ્દ વપરાય છે. તેમની ઉલ્કાજન્ય ઉત્પત્તિ માટે નિષ્ણાતો શંકા સેવે છે  અને સૂચવે છે કે પૃથ્વી કે ચંદ્ર પર થયેલી ઉલ્કા-અથડામણને કારણે તૂટીને છૂટું પડેલું દ્રવ્ય…

વધુ વાંચો >

ટેક્ટોજન

Jan 11, 1997

ટેક્ટોજન : જ્વાળામુખી ખડકોનું વિપુલ પ્રમાણ ધરાવતા ભૂસંનતિમય થાળામાં નિક્ષેપજન્ય કણજમાવટથી બનેલો ઊંડાઈએ રહેલો ઘનિષ્ઠ ગેડીકરણ પામેલો પટ્ટો (belt). ભૂસંનતિમય થાળામાંનો જથ્થો જ્યારે જ્યારે પણ પર્વત સંકુલમાં ઉત્થાન પામે છે ત્યારે આ પ્રકારનો ખડકપટ્ટો પર્વતહારમાળાઓની નીચે ગોઠવાય છે. તે અત્યંત જાડાઈવાળો  હોય છે અને સિયાલ-ખડકદ્રવ્યના બંધારણવાળો હોય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ટેક્ટોનાઇટ

Jan 11, 1997

ટેક્ટોનાઇટ : વિવિધ ભૂસંચલનજન્ય ખડકો માટે ઉપયોગમાં લેવાતું જૂથનામ. જે ખડકો  દાબનાં પ્રતિબળોની અસર હેઠળ સ્ફટિકીકરણ પામ્યા હોય અને તેને પરિણામે તેમાંના મૂળ ખનિજ ઘટકોનું માળખું નવેસરથી ચોક્કસ રેખાકીય દિશામાં ગોઠવણી પામ્યું હોય, તેમને ‘ટેક્ટોનાઇટ’ નામ હેઠળ આવરી લેવામાં આવે છે. મૂળ ખડકોમાંના ખનિજ ઘટકો પોતાની મૂળ પ્રકૃતિ કે લક્ષણો…

વધુ વાંચો >

ટેક્નીશિયમ

Jan 11, 1997

ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક…

વધુ વાંચો >

ટૅક્નૉલૉજી

Jan 11, 1997

ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા. વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે.…

વધુ વાંચો >

ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર)

Jan 11, 1997

ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર) : વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં સાધન અને પદ્ધતિનું સર્વસ્પર્શી જ્ઞાન. માનવજીવનને સ્પર્શતા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનાં સ્તર અને ગુણવત્તાને સુધારવા માટે ઉપયોગી નીવડતાં જ્ઞાનકૌશલ્ય તથા પ્રક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. માનવજાત દ્વારા પોતાની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલી શોધખોળોનો…

વધુ વાંચો >

ટૅક્સાસ

Jan 11, 1997

ટૅક્સાસ : છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : 26o ઉ. અ. થી  36o ઉ. અ. અને 94o પ. રે. થી 106o પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં…

વધુ વાંચો >

ટેક્ટિક હલનચલન

Jan 11, 1997

ટેક્ટિક હલનચલન : જુઓ, ‘વનસ્પતિમાં હલનચલન’.

વધુ વાંચો >

ટેગ્મેમિક ગ્રામર

Jan 11, 1997

ટેગ્મેમિક ગ્રામર : પાશ્ચાત્ય ભાષા-વિજ્ઞાનની પરંપરામાં ભાષાને તપાસવાના અનેક સિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત તે ટેગ્મેમિક ગ્રામર. આ સિદ્ધાન્તના જનક કેનેથ એલ. પાઈક છે. પાંચમા દાયકામાં આ સિદ્ધાન્ત પ્રચલિત બન્યો. પાઈક પછી આર. ઈ. લૉંગેકર, નાઇડા, એલ્સન અને પિકેટ વગેરે વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું. ટેગ્મેમિક ગ્રામરના સિદ્ધાન્ત મુજબ ભાષા ત્રિપાર્શ્વિક (trimodal)…

વધુ વાંચો >

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન

Jan 11, 1997

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા…

વધુ વાંચો >