ટેક્ટોજન : જ્વાળામુખી ખડકોનું વિપુલ પ્રમાણ ધરાવતા ભૂસંનતિમય થાળામાં નિક્ષેપજન્ય કણજમાવટથી બનેલો ઊંડાઈએ રહેલો ઘનિષ્ઠ ગેડીકરણ પામેલો પટ્ટો (belt).

ભીંસમાં આવેલી સ્તરજમાવટની વિરૂપતા દર્શાવતા ટેક્ટોજનનું રેખાંકન

ભૂસંનતિમય થાળામાંનો જથ્થો જ્યારે જ્યારે પણ પર્વત સંકુલમાં ઉત્થાન પામે છે ત્યારે આ પ્રકારનો ખડકપટ્ટો પર્વતહારમાળાઓની નીચે ગોઠવાય છે. તે અત્યંત જાડાઈવાળો  હોય છે અને સિયાલ-ખડકદ્રવ્યના બંધારણવાળો હોય છે.

ગિરીશભાઈ પંડ્યા