૮.૦૫

ઝવેરી મનસુખલાલ મગનલાલથી ઝિમેલ જ્યોર્જ

ઝાલાવાડ

ઝાલાવાડ : રાજસ્થાનના 32 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. તે પૂર્વ રાજસ્થાનમાં મધ્યપ્રદેશની સરહદે આવેલ છે. તેની પૂર્વ દિશાએ રાજસ્થાનનો બરન જિલ્લો અને મધ્યપ્રદેશનો ગુના જિલ્લો, દક્ષિણે મધ્યપ્રદેશનો રતલામ જિલ્લો, ઉત્તર દિશાએ રાજસ્થાનનો કોટા જિલ્લો અને પશ્ચિમે મધ્યપ્રદેશનો મંદસોર જિલ્લો આવેલા છે. આમ ઝાલાવાડની ત્રણ બાજુએ મધ્યપ્રદેશના જિલ્લાઓ આવેલા…

વધુ વાંચો >

ઝાલા, સુખરાજસિંહ

ઝાલા, સુખરાજસિંહ (જ. 2 નવેમ્બર 1924, લીંબડી) : ગુજરાતી સંગીતકાર. પિતા પથુભા. જન્મ મોસાળમાં, માતા માજીરાજબાની કૂખે. વતન સૌરાષ્ટ્રમાં લાલિયાદ. હાલ નિવાસ અમદાવાદમાં. સંગીતના સંસ્કાર બાળપણથી ઝીલ્યા. માતાપિતા બેઉ મધુર સ્વરે હાલરડાં, ભજનો, પ્રાર્થનાગીતો આદિ ગાય. પિતાની નોકરી સોનગઢ ગુરુકુળમાં. ત્યાં બાળ સુખરાજને પ્રાર્થનાસભાઓ તથા સંગીતસભાઓમાં જોડાવાના પ્રસંગોએ આ સંસ્કાર…

વધુ વાંચો >

ઝા, સુભદ્ર

ઝા, સુભદ્ર (જ. 1909, નાગદા, બિહાર; અ. 2000) : મૈથિલીના લેખક અને અનુવાદક. તેમને તેમના પત્ર-સંગ્રહ ‘નાતીક પત્રક ઉત્તર’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને પં. સીતારામ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.…

વધુ વાંચો >

ઝા, હરિમોહન

ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

ઝાંગાર સંસ્કૃતિ

ઝાંગાર સંસ્કૃતિ : સિંધુ ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કાળાં છે. એના ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો હોય છે, જેમાં ત્રાપો અને અંતર્-રેખિત ત્રિકોણોનો સમાવેશ થાય છે, આ સંસ્કૃતિનું બીજું કોઈ લક્ષણ જાણવામાં આવ્યું નથી; ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય બન્યો…

વધુ વાંચો >

ઝાંઝીબાર

ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…

વધુ વાંચો >

ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો

ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ…

વધુ વાંચો >

ઝાંસી

ઝાંસી : ઉત્તરપ્રદેશના 74 જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ 5024 ચોકિમી. છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે.…

વધુ વાંચો >

ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ

ઝિગમૉન્ડી, રિચાર્ડ ઍડૉલ્ફ (જ. 1 એપ્રિલ 1865, વિયેના ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1929, ગોટિન્જન, જર્મની) : આધુનિક કલિલ રસાયણમાં પાયારૂપ એવી કલિલ (colloid) દ્રાવણોની વિષમાંગ પ્રકૃતિ તેમજ એ દ્રાવણોના અભ્યાસ માટેની રીતો શોધી આપવા બદલ 1925ના વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી. તેમના પિતા ઍડૉલ્ફ ઝિગમૉન્ડી દંતવિદ્યાના વિશારદ…

વધુ વાંચો >

ઝિગુરાત

ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…

વધુ વાંચો >

ઝવેરી, મનસુખલાલ મગનલાલ

Jan 5, 1997

ઝવેરી, મનસુખલાલ મગનલાલ (જ. 3 ઑક્ટોબર 1907, જામનગર; અ. 27 ઑગસ્ટ 1981, મુંબઈ) : ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈને, ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કૉલકાતાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા પણ હતા. કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક,…

વધુ વાંચો >

ઝવેરી, મૂળચંદ આશારામ

Jan 5, 1997

ઝવેરી, મૂળચંદ આશારામ (જ. 24 ઑક્ટોબર 1883, ધોળકા; અ. 24 જૂન 1951, અમદાવાદ) : અગ્રણી વ્યાપારી અને સમાજસેવક. માતા : ઇચ્છાબાઈ. પ્રાથમિક શિક્ષણની શરૂઆત ગામઠી શાળામાં કરી. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થવાથી ફોઈબા વીજળીબહેનની છત્રછાયા નીચે વડોદરા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ લીધું. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ અધૂરો છોડી…

વધુ વાંચો >

ઝવેરી, શાંતિદાસ

Jan 5, 1997

ઝવેરી, શાંતિદાસ (જ. 1585 અને 90ની વચ્ચે અમદાવાદ; અ. 1659/60) : મુઘલ બાદશાહોના રાજ્યમાન્ય ઝવેરી તથા શરાફ અને અમદાવાદના પ્રથમ નગરશેઠ, મુત્સદ્દી અને ધર્મપરાયણ જૈન શ્રેષ્ઠી. સિસોદિયા રાજપૂત જાગીરદાર હતા; પરંતુ જૈન ધર્મ અંગીકાર કરનારા પદ્મસિંહના વંશજ અને રાજસ્થાન છોડીને અમદાવાદમાં ઝવેરાતનો ધંધો કરનાર ઓસવાળ વણિક સહસ્રકિરણના પુત્ર. શાંતિદાસને પિતાનો…

વધુ વાંચો >

ઝવેરી, શ્વેતા

Jan 5, 1997

ઝવેરી, શ્વેતા (જ. 30 સપ્ટેમ્બર 1975, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા હિંદુસ્તાની અને વૈશ્વિક સ્તરના કંઠ્ય સંગીત પર સરખું પ્રભુત્વ ધરાવતાં ભારતીય નારી. પિતા સુબોધભાઈ કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત અને માતા હંસાબહેન અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં. છ વર્ષની કાચી વયે પંડિત વિલાસરાવ ખાંડેકર પાસેથી તેમણે…

વધુ વાંચો >

ઝહબી

Jan 5, 1997

ઝહબી (જ. 1247; અ. 1348) : અરબી ભાષાના લેખક અને ઇતિહાસકાર. આખું નામ ઝહબી શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લા મોહમ્મદ બિન અહમદ. હદીસશાસ્ત્રના અભ્યાસી તરીકે તેમની ગણના થાય છે. તેમણે હદીસો મોઢે કરનાર સંખ્યાબંધ લોકોનાં જીવનચરિત્રો એકત્ર કરીને ‘તઝકિરતુલ-હુફ્ફાઝ’ નામનો ગ્રંથ રચ્યો હતો. તે ચાર ભાગમાં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માંથી છપાઈને પ્રગટ થયેલ છે. અન્ય…

વધુ વાંચો >

ઝહીર અબ્બાસ

Jan 5, 1997

ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી…

વધુ વાંચો >

ઝંડુ ભટ્ટજી

Jan 5, 1997

ઝંડુ ભટ્ટજી (જ. 1831; અ. 1898) : આયુર્વેદના ભેખધારી વૈદ્ય. જામનગરના પ્રશ્નોરા નાગર જ્ઞાતિના વિઠ્ઠલ ભટ્ટજીના પુત્ર. 1540માં જામનગર રાજ્ય બન્યું ત્યારથી તેમના કુળના મૂળપુરુષ હાદા વેદાનાં રાજદરબારમાં માન અને સ્થાન હતાં. પિતા વિઠ્ઠલ ભટ્ટ જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય હતા. તેમનામાં રોગનિદાન અને સારવારની અદભુત શક્તિ હતી. ઝંડુ ભટ્ટજીમાં…

વધુ વાંચો >

ઝાઇગોમાયસેટિસ

Jan 5, 1997

ઝાઇગોમાયસેટિસ : ફૂગના ઝાયગોમાયકોટા વિભાગનો એક વર્ગ. આ વર્ગનું મુખ્ય લક્ષણ જાડી દીવાલ ધરાવતા વિશ્રામી બીજાણુનું નિર્માણ છે. આ બીજાણુને યુગ્મબીજાણુ (zygospore) કહે છે. તેનું સર્જન બે જન્યુધાનીઓ(gametangia)ના સંયોગથી થાય છે. સંકોષીય (coenocytic) મિસિતંતુ (mycelium). અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુ (sporangiospore) દ્વારા અને કશાધારી (flagellate) કોષો તથા તારાકેન્દ્ર (centriole)નો અભાવ –…

વધુ વાંચો >

ઝાઇર

Jan 5, 1997

ઝાઇર : જુઓ ‘ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગો’, : ઝાઇર

વધુ વાંચો >

ઝાઇલીન

Jan 5, 1997

ઝાઇલીન : ડાયમિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખાતા ત્રણ સમઘટકીય ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનનો સમૂહ. ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિન, તે દરેકનો અણુભાર 106 તથા સામાન્ય અણુસૂત્ર C8H10 છે. આ સમઘટકોની વિગત નીચેની સારણીમાં દર્શાવી છે : ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનના ગુણધર્મો નામ સૂત્ર ઉ. બિં. (°સે) ગ. બિં. (°સે) ઑર્થોઝાઇલીન 1, 2,–C6H4(CH3)2 144.2 –25.2 મેટાઝાઇલીન 1,…

વધુ વાંચો >