૫.૨૪

કોપરનિકસ નિકોલસથી કૉમનવેલ્થ

કોપરનિકસ નિકોલસ

કોપરનિકસ નિકોલસ (જ. 19 ફેબ્રુઆરી 1473, ટૉર્ન, પોલૅન્ડ; અ. 24 મે 1543, ફ્રોમ્બોર્ક [ફ્રુએન્બર્ગ]) : પોલિશ ખગોળવેત્તા, ચિંતક તથા આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક. પિતા ધનિક વ્યાપારી તથા ન્યાયાધીશ. પિતાના અકાળ અવસાન(1483)ને લીધે મામાને ત્યાં તેમનો ઉછેર. 1491માં મૅટ્રિક થયા બાદ ગણિત, ખગોળશાસ્ત્ર તથા તત્વજ્ઞાનના અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી પોલૅન્ડની ક્રેકાઉ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

કોપરેલ

કોપરેલ : નારિયેળને સૂકવ્યા બાદ તેની કાચલીના કોપરામાંથી કાઢવામાં આવતું તેલ. નારિયેળમાં લગભગ 30 %થી 40 % તેલ હોય છે. પરંતુ કોપરામાં 65 %થી 70 % તેલ હોય છે. ફિલિપાઇન્સ તથા ભારતમાં કોપરાનું ઉત્પાદન નોંધપાત્ર છે. ભારતમાં થતા કોપરાના ઉત્પાદનનો 80 % ભાગ કોપરેલ કાઢવામાં વપરાય છે. કોપરાને ઘાણીમાં પીલીને…

વધુ વાંચો >

કોપલૅન્ડ ઍરોન

કોપલૅન્ડ ઍરોન (જ. 14 નવેમ્બર 1900, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 2 ડિસેમ્બર 1990, નોર્થ ટેરીટાઉન, ન્યૂયૉર્ક, યુ. એસ.) : વિખ્યાત અમેરિકન સ્વરનિયોજક. બાળપણમાં સંગીત પ્રત્યે રુચિ પેદા થતાં પિયાનો શીખ્યા, ગીત-વાદ્ય મંડળીના કાર્યક્રમોમાં હાજરી આપતા તથા પ્રસિદ્ધ સંગીતકાર રુબિન ગોલ્ડમાર્ક પાસે સ્વરજ્ઞાન પ્રાપ્ત કર્યું. આઠ વર્ષની ઉંમરે માતાને સંબોધીને ગીતની કેટલીક…

વધુ વાંચો >

કોપાલ

કોપાલ : કેટલાંક ઝાડના રસમાંથી મળી આવતાં કુદરતી રેઝિન. કોપાલના ઍસિડ આંક ડામરના કરતાં સામાન્ય રીતે વધારે હોય છે. જુદી જુદી જગ્યાના ઝાડમાંથી મળતા કોપાલને તે પ્રમાણે નામ આપેલાં છે, જેમ કે કૌરી કોપાલ, મનિલા કોપાલ, કાગો કોપાલ વગેરે. કૉંગો કોપાલ અગત્યનું રેઝિન છે. તેનો ઉપયોગ સૌપ્રથમ ફ્રા ફોર્ચ્યુનેટો ડી…

વધુ વાંચો >

કૉપીરાઇટ

કૉપીરાઇટ : કોઈ પણ મૌલિક કલા કે સાહિત્ય-કૃતિ, વ્યાખ્યાન અગર તેના મહત્વના ભાગની પુન: રજૂઆત, અનુવાદ, અભિવ્યક્તિ અથવા વેચાણ કરવાનો સુવાંગ હક. જે કૃતિ મૌલિક હોય તેના તેમજ ટૅકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનોને લગતી કૃતિના સર્જકને કૉપીરાઇટનો હક પ્રાપ્ત થાય છે. સર્જક તેનો કૉપીરાઇટ સ્વેચ્છાથી બીજાને લેખિત કરાર દ્વારા હસ્તાંતરિત કરી…

વધુ વાંચો >

કોપોલા

કોપોલા (જ. 7 એપ્રિલ 1939, ડેટ્રોઇટ, મિશિગન) : અમેરિકન ફિલ્મસર્જક. આખું નામ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. 1957-60 હોફસ્ટ્રા કૉલેજમાં શિક્ષણ. 1960માં બી.એ. થયા. 1960-62 દરમિયાન લૉસ એન્જિલીસ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં માસ્ટર ઑવ્ સિનેમાની ડિગ્રી પ્રાપ્ત કરી (1968). 1963માં એલિનૉર નીલ સાથે લગ્ન. 1962માં રોજર કૉરમૅનની ફિલ્મ કંપનીમાં ડબિંગ, સાઉન્ડ રેકૉર્ડિંગ અને…

વધુ વાંચો >

કોપ્રુલુ-યાલીસી

કોપ્રુલુ-યાલીસી : એનાડોલીહીસારીમાં સત્તરમી સદીના અંતમાં બોસપોરસ નદીના એશિયન કાંઠા પર બંધાયેલી ઇમારત. અત્યારે તેનો બેઠકખંડ જ બાકી રહ્યો છે. આ ખંડ અડધો પાણી પર બાંધવામાં આવેલો હતો, જેથી બેઉ કાંઠા જોઈ શકાતા. બારીઓ ખોલી નાખવાથી જાણે ખંડ પાણી પર તરતો હોય એવો ભાસ થતો. આ ઇમારતનો સ્થપતિ કોપ્રુલા ખાનદાનનો…

વધુ વાંચો >

કૉપ્લે જોન સિન્ગલ્ટન

કૉપ્લે, જોન સિન્ગલ્ટન (Copley, John Singleton) જ. 3 જુલાઈ 1738, બૉસ્ટન, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1815, લંડન, બ્રિટન) :  ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો ચીતરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. સાવકા પિતા પીટર પેલ્હામ પાસે તેમણે ચિત્રકલાના પ્રાથમિક પાઠ ગ્રહણ કર્યા. કૉપ્લે પોતાનાં મૉડલ્સને પુસ્તકો, ખુરશી, રસોઈની સામગ્રી, પાળેલાં કૂતરાં-ઘોડાં, ભરતગૂંથણના…

વધુ વાંચો >

કૉફકા કુર્ત

કૉફકા, કુર્ત (જ. 18 માર્ચ 1886, બર્લિન; અ. 22 નવેમ્બર 1941, નૉર્ધમ્પટન) : મનોવિજ્ઞાનમાં સમષ્ટિવાદી (ગેસ્ટાલ્ટ) સંપ્રદાયના સ્થાપકોમાંના એક. 1892-1903 સુધી ત્યાંની શાળામાં અભ્યાસ કર્યો. એડિનબરોમાં સમકાલીન કાન્ટ અને નિત્શેને કારણે તે તત્વજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત થયા. કૌટુંબિક વ્યવસાય વકીલાતનો હોવા છતાં મનોવિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી આરંભી. તેમણે મનોવૈજ્ઞાનિક સ્ટમ્ફના માર્ગદર્શન…

વધુ વાંચો >

કૉફમાન એન્જેલિકા

કૉફમાન, એન્જેલિકા (Kauffmann, Angelica) (જ. 20 ઑક્ટોબર 1741, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 5 નવેમ્બર 1807, રોમ, ઇટાલી) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર સ્વિસ મહિલા-ચિત્રકાર. પિતા જોન જૉસેફ પાસેથી જ તેઓ ચિત્રકલા શીખ્યાં. 1758થી 1766 સુધી તેમણે પિતા સાથે ઇટાલીનાં જુદાં જુદાં નગરોનો પ્રવાસ કર્યો અને ઇટાલિયન બરોક અને ઇટાલિયન રોકોકો ચિત્રશૈલીઓ આત્મસાત્…

વધુ વાંચો >

કૉફર

Jan 24, 1993

કૉફર : ઇમારતની છતના બાંધકામમાં કૉંક્રીટની બે દિશાની ઊંડી પાટડીઓ વચ્ચેની દબાયેલી જગ્યા. લાકડામાંથી બનાવાતી છતની જેમ જ કૉંક્રીટમાં બનાવાતી મોટા ગાળાની છત પણ ઊંડી પાટડી દ્વારા બનતી હોય છે. બંને દિશાની ઊંડી પાટડીઓ વચ્ચે કૉફર આવે છે. સામાન્ય રીતે આ પાટડીઓની ઊંડાઈ વધારે હોય છે અને તેની વચ્ચે પાતળો…

વધુ વાંચો >

કૉફરબંધ

Jan 24, 1993

કૉફરબંધ : બાંધકામના પાયાનું જમીન પરના કે ભૂગર્ભના પાણીથી રક્ષણ કરવા પાયાને ફરતી રચવામાં આવતી કામચલાઉ દીવાલ. તળાવ કે સરોવરના સ્થિર અગર નદી / દરિયાનાં વહેતાં પાણીમાં જ્યારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય છે ત્યારે પાણીની હાજરી સમસ્યારૂપ બને છે. વહેતું પાણી તળિયાની માટીનું ધોવાણ (scouring) કરે છે અને…

વધુ વાંચો >

કૉફી

Jan 24, 1993

કૉફી : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. વ્યાપારિક કૉફીના સ્રોત તરીકે 4 કે 5 જાતિઓ મહત્વની છે. Coffea arabica Linn (અરેબિયન કૉફી) સૌથી વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવતી જાતિ છે. C. Liberica Bull ex Hiern (લાઇબેરિયન કૉફી), C. or busta Linden (કૉંગો કૉફી) અને C. stenophylla G. Don (સાયેરા  લિયૉન…

વધુ વાંચો >

કૉફેપોસા

Jan 24, 1993

કૉફેપોસા (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act – COFEPOSA) : હૂંડિયામણનું રક્ષણ કરવા, દાણચોરીની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો (1974). આ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ અંગેના નિયમોના ભંગથી તથા દાણચોરીની પ્રવૃત્તિઓથી દેશના અર્થતંત્ર પર હાનિકારક અસર થાય છે. આ કાયદાના…

વધુ વાંચો >

કૉબર્ન ઍલ્વિન લૅન્ગડૉન

Jan 24, 1993

કૉબર્ન, ઍલ્વિન લૅન્ગડૉન  (જ. 11 જૂન 1882, બોસ્ટન, અમેરિકા;  અ. 23 નવેમ્બર 1966, રોસ-ઓન-સી (Rhos-on-Sea), વેઇલ્સ, બ્રિટન) : બ્રિટિશ ફોટોગ્રાફર. આઠ વરસની ઉંમરે કૅમેરા ભેટ મળતાં કૉબર્ને ફોટોગ્રાફીના પ્રયત્નો શરૂ કરેલા. 1899માં સત્તર વરસની ઉંમરે ફોટોગ્રાફર એડ્વર્ડ સ્ટાઇખન (steichen) સાથે તેમની મુલાકાત થઈ, જેને પ્રતાપે તેમણે ફોટોગ્રાફીને ગંભીરતાથી લીધી. એ…

વધુ વાંચો >

કોબાયાશિ, માકોટો

Jan 24, 1993

કોબાયાશિ, માકોટો (Kobayashi, Makoto) (જ. 7 એપ્રિલ 1944 નાગોયા, જાપાન) : ખંડિત સમમિતિના ઉદભવની શોધ – જેના દ્વારા ક્વાર્કના ત્રણ પ્રકારના વર્ગોનું અનુમાન થયું – તે માટે 2008નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને મળ્યો હતો. કોબાયાશિ જ્યારે બે વરસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું.…

વધુ વાંચો >

કોબાલેમિન

Jan 24, 1993

કોબાલેમિન (વિટામિન B12) : ‘B કૉમ્પ્લેક્સ’ તરીકે ઓળખાતા, જળદ્રાવ્ય વિટામિન B સમૂહનો કોબાલ્ટ આયન ધરાવતો ઘટક. અનેક રૂપે મળતા કોબાલેમિનો પૈકી ઔષધરૂપે વપરાતો સાયનોકોબાલેમિન મુખ્ય છે. વિટામિન B12 ઘેરા લાલ રંગનો, સ્ફટિકમય અને જલીય દ્રાવણમાં 4થી 7 pH મૂલ્યે વિશેષ સ્થાયી પદાર્થ છે. પાંડુરોગ ઉપરની અસરને કારણે તેની ગણના પ્રતિપ્રણાશીકારક…

વધુ વાંચો >

કોબાલ્ટ

Jan 24, 1993

કોબાલ્ટ : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIIIA) સમૂહનું સંક્રાન્તિ ધાતુતત્વ. સંજ્ઞા, Co છે. ઇતિહાસ : ઇજિપ્ત તથા બૅબિલોનિયામાંથી મળેલા વાદળી રંગના માટીકામના ટુકડા (ઈ. પૂ. 1450) દર્શાવે છે કે કોબાલ્ટ તેના વાદળી રંગને કારણે સિરામિક ઉદ્યોગમાં વપરાતું હશે. 1735માં બ્રાન્ડ્ટ દ્વારા તે શોધાયું અને તેના ગુણધર્મોનો અભ્યાસ 1780માં બર્ગમૅને કર્યો. પરમાણુ–આંક :…

વધુ વાંચો >

કોબાલ્ટાઇટ

Jan 24, 1993

કોબાલ્ટાઇટ : કોબાલ્ટ-પ્રાપ્તિ માટેનું ખનિજ. કોબાલ્ટનું સલ્ફર આર્સેનાઇડ રા. બં. – CoAsS; સ્ફ.વ. ક્યૂબિક; સ્વ. સામાન્યત: ક્યૂબ, ઓક્ટાહેડ્રોન, પાયરીટોહેડ્રોનના સ્ફટિકોમાં; દળદાર, દાણાદાર અને ઘનિષ્ઠ. રં. ચાંદી જેવો સફેદ; સં. ક્યૂબને સમાંતર સુવિકસિત; ચ. ધાતુમય; ભં.સ. ખરબચડી, બરડ; ચૂ. રાખોડી, ભૂખરો કાળો; ક. 5.5; વિ. ઘ. 6.00થી 6.33; પ્રા. સ્થિ. સ્મેલ્ટાઇટ…

વધુ વાંચો >

કોબીજ

Jan 24, 1993

કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના…

વધુ વાંચો >