૪.૧૯
કાચંડોથી કાનાઝાવા
કાચંડો
કાચંડો (Garden lizard) : ચલનપગોની બે જોડ, ફરતાં પોપચાં, બાહ્યસ્થ કર્ણછિદ્રો અને ચામડી પર શલ્કો (scales) ધરાવતું સરીસૃપ વર્ગનું, વિવિધ કદનું પૃષ્ઠવંશી પ્રાણી. તે સાપની નિકટનું સંબંધી ગણાય છે. કાચંડા અને સાપને એક જ શ્રેણી સ્ક્વેમાટામાં મૂકવામાં આવે છે. કાચંડાને સૉરિયા અથવા લૅસર્ટીલિયા ઉપશ્રેણીમાં વર્ગીકૃત કરાય છે. કાચંડા સમૂહનાં પ્રાણીઓમાં…
વધુ વાંચો >કાજલ
કાજલ (સં. कज्जलम्, હિં. આંજણ.) : આંખને તેજસ્વી બનાવવા વપરાતો પદાર્થ. તેનો બીજો અર્થ ‘મેશ’ પણ થાય છે. દીવા ઉપર કોડિયું ધરતાં જે કાળો પદાર્થ એકત્ર થાય તેને મેશ કહેવામાં આવે છે. આ મેશને કસ્તૂરી વગેરેની સાથે મિશ્ર કરીને ઘીમાં કાલવીને આંખ માટેનું આંજણ તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે…
વધુ વાંચો >કાજલમય
કાજલમય (1972) : મરાઠી સર્જક જી. એ. કુલકર્ણીનો નવલિકાસંગ્રહ. કર્તાનો આ સાતમો નવલિકાસંગ્રહ છે. એને માટે લેખકને 1973નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમાંની વાર્તાઓમાં લેખકે આધુનિક જીવનની અર્થહીનતા, અસંબદ્ધતા તથા વિધાતા દ્વારા થતા માનવના ઉપહાસનું વિવિધ પાત્રોના ચિત્રણ દ્વારા સુપેરે આલેખન કર્યું છે. સંગ્રહની ચૌદ વાર્તાઓમાં જીવનના ખાબડામાં જુદા…
વધુ વાંચો >કાજી અલીની મસ્જિદ
કાજી અલીની મસ્જિદ : અમદાવાદમાં જૂની સિવિલ હૉસ્પિટલની સામે ઘીકાંટા રોડને પૂર્વકિનારે છોટા એદ્રૂસ અને શાહ અબ્દુર્રઝ્ઝાકના રોજાવાળા વાડામાં આવેલી પથ્થરની નાની પણ સુંદર મસ્જિદ. ગયા શતકના મધ્યાહન સુધી તે અલીખાન કાજી અથવા કાજીની મસ્જિદ કહેવાતી હતી. છેલ્લાં દોઢસો વર્ષથી તેની પાસે આવેલા છોટા એદ્રૂસના મકબરા પરથી છોટા એદ્રૂસની મસ્જિદ…
વધુ વાંચો >કાજુ
કાજુ : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacardium occidentale Linn. (સં. કાજૂતક, અગ્નિકૃત; ગુ., હિં. કાજુ; બં. હિગલી-બદામ; ક. ગેરૂ; મલા. ચુમાક; તે. જીડિમામિ; તા. મુદિરિકૈ; અં. કૅશૂનટ) છે. તેના સહસભ્યોમાં અમાની, આંબો, કામઠી, ચારોળી, સમેટ, ભિલામા, પિસ્તાં વગેરેનો સમાવેશ થાય છે. તે એક નાનું,…
વધુ વાંચો >કાઝાન્ઝાકિસ, નિકોસ
કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો…
વધુ વાંચો >કાઝી અબ્દુલ વહ્હાબ
કાઝી અબ્દુલ વહ્હાબ : પાટણ(ગુજરાત)ના ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન શેખ મોહમ્મદ તાહિરના પૌત્ર. મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં પાટણના મુફતી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ઔરંગઝેબે તેમને પોતાના સૈન્યના કાઝી અને પાછળથી કાઝી-ઉલ-કઝાત (મુખ્ય ન્યાયાધીશ) બનાવ્યા હતા. તે મુસ્લિમ કાયદા ‘ફિક્હ’ના નિષ્ણાત હતા અને પોતાની ફરજો પ્રામાણિકતાથી બજાવતા. કાયદાપાલનની બાબતમાં તેમની સખ્તાઈને…
વધુ વાંચો >કાઝી અહમદ જોધ
કાઝી અહમદ જોધ (જ ?; અ. 1445) : અમદાવાદ શહેરનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક. તેમનું નામ અહમદ અને લકબ કુત્બુદ્દીન. તે સુલતાન હાજી હૂદના વંશના હતા. સરખેજના સંત ગંજે અહમદ સાહેબના મુરીદ ને ખલીફા હતા. તેમની કબર પાટણના ખાન સરોવર પાસે છે. તેમના પુત્ર શાહ હસન ફકીહ ગૌસુલ્પરા…
વધુ વાંચો >કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી
કાઝી, એહમદમિયાં અખ્તર જૂનાગઢી (જ. ?, ઉના; અ. 6 ઑગસ્ટ 1955, સિંધ, પાકિસ્તાન) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. પિતાનું નામ કાઝી અબ્દુલ્લાહ. તેમની જમીનજાગીર જૂનાગઢના નવાબી રાજ્યમાં કણઝરી ગામમાં હતી અને તે જૂનાગઢના કાઝીવાડા મહોલ્લામાં ‘અખ્તર મંઝિલ’માં રહેતા હતા. તે 1947 પહેલાં જૂનાગઢમાં પુરાતત્ત્વ વિભાગના નાયબ નિયામક તથા નગરપાલિકાના પ્રમુખ…
વધુ વાંચો >કાઝી કાઝન
કાઝી કાઝન (જ. 1493, બખર, સિંધ; અ. 1551, મદિના) : મધ્યકાલીન સિંધી કવિ. કાઝી કાઝને જીવનનો અધિક સમય સિંધના બખર નગરમાં વિતાવ્યો હતો અને તે એ નગરના પ્રસિદ્ધ કાઝી હતા. ઉપલબ્ધ મધ્યકાલીન સિંધી સાહિત્યના તે આદિ કવિ ગણાય છે. તે વારાણસીના પ્રસિદ્ધ સૂફી દરવેશ સૈયદ મુહમ્મદના શિષ્ય હતા અને મુસ્લિમ…
વધુ વાંચો >કાઠિયાવાડ રાજકીય પરિષદ
કાઠિયાવાડ રાજકીય પરિષદ : પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારપછીના સમયમાં કાઠિયાવાડના પ્રદેશના લોકોમાં જાગેલી રાષ્ટ્રીય ભાવના, સ્વદેશપ્રીતિ અને અસ્મિતાના કારણે શરૂ કરવામાં આવેલું મંડળ. તેની સ્થાપનાનાં બીજ 1914 સુધીમાં ભારતની પ્રજામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને કેળવાયેલી સ્વદેશી ભાવનામાં, બ્રિટિશ સરકારે ભારતના દેશી રાજાઓ પ્રત્યે અપનાવેલી કડક અને અંકુશોવાળી નીતિમાં તથા સ્વમાનભંગના…
વધુ વાંચો >કાણાં પાનનો રોગ
કાણાં પાનનો રોગ : Xanthomonas campeotris PV strains નામના જીવાણુથી થતો રોગ. જીવાણુઓનો રોગ લાગતાં, પાન ઉપર પાણીપોચો ભાગ પ્રસરે છે, જે સમય જતાં આછા બદામી રંગનો થઈ અન્ય તંદુરસ્ત વિસ્તારથી છૂટો પડી ખરી પડે છે અને પાન ઉપર માત્ર કાણું જુદું તરી આવે છે. ગોળથી લંબગોળ આકારનાં નાનાંમોટાં કાણાં…
વધુ વાંચો >કાણે, અનિલ શ્રીધર
કાણે, અનિલ શ્રીધર (જ. 18 ઑક્ટોબર 1941, ભાવનગર) : તકનીકી ક્ષેત્રના નિષ્ણાત, વ્યવસ્થાપન-ક્ષેત્રના અગ્રણી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ. પિતા ભાવનગર રિયાસતના ઇજનેર હતા. માતાનું નામ ઇન્દિરાબાઈ, જેઓ અગ્રણી સમાજકાર્યકર્તા હતાં. તેઓ રાષ્ટ્રસેવા સમિતિના આજન્મ સેવિકા હતાં. અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક તથા ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર ખાતે. ત્યારબાદ…
વધુ વાંચો >કાણેકર, અનંત આત્મારામ
કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’)
કાણે, પાંડુરંગ વામન (‘ભારતરત્ન’) (જ. 7 મે 1880, પોધેમ; અ. 18 એપ્રિલ 1972, મુંબઈ) : અગ્રણી પ્રાચ્યવિદ્યાવિશારદ અને સમર્થ કાયદાવિદ. અન્નાસાહેબ કાણે તરીકે ઓળખાતા. રત્નાગિરિ જિલ્લાના ચિપ્પુણ તાલુકાના પોધેમ (પરશુરામ) ગામમાં સામાન્ય મધ્યમ વર્ગના કોંકણસ્થ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ત્રણ બહેનો અને છ ભાઈઓમાં તે બીજા હતા. પત્નીનું નામ સુભદ્રા. તેમણે…
વધુ વાંચો >કાતન્ત્ર વ્યાકરણ
કાતન્ત્ર વ્યાકરણ (ઈ.પૂ. 200 ?) : સંસ્કૃત ભાષાનું વ્યાકરણ. લેખક શર્વવર્મા (સર્વવર્મા). આ વ્યાકરણનાં ‘કલાપક’/‘કલાપ’ કે ‘કૌમાર’ એવાં નામાન્તરો પણ છે. કોઈક મોટા વ્યાકરણતન્ત્રનો, સંભવત: કાશકૃત્સ્નના ‘શબ્દકલાપ’ બૃહત્તન્ત્રનો તે સંક્ષેપ છે, માટે તેને ‘કાતન્ત્ર’ (= લઘુતન્ત્ર) કહે છે. આ ‘કાતન્ત્ર’માં અનુક્રમે સન્ધિ, ત્રણેય લિંગનાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત નામપદોનાં સુબન્ત રૂપોની…
વધુ વાંચો >કાતરા
કાતરા : રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Arctiidae કુળની, રૂંછાંવાળી ઇયળ (hairy caterpillar) તરીકે ઓળખાતી જીવાત. આ કાતરા 3થી 40 મિમી. લાંબા અને 5થી 6 મિમી. જાડા હોય છે. તેના શરીર ઉપર લાંબા, કાળા તેમજ ટૂંકા તપખીરિયા રંગના જથ્થાદાર વાળ હોય છે. આ જીવાતની ફૂદીનો રંગ સફેદ હોય છે. તેની પાંખની પહેલી…
વધુ વાંચો >કાતરિયું ગેપ
કાતરિયું ગેપ : અદી મર્ઝબાનનું લોકપ્રિય પારસી પ્રહસન. 1954ના અંતમાં અદી મર્ઝબાન અમેરિકાની કૅલિફૉર્નિયાની પેસેડેના અકાદમીમાં અભ્યાસ કરી પરત આવ્યા પછી ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રમાં નાટ્યવિભાગના વડા નિમાયા. ત્યારબાદ તેમણે રજૂ કરેલું ત્રીજું, સહુથી સરસ અને હેતુલક્ષી પ્રહસન હતું. કૉફમૅન હાર્ટનાં બે નાટકો ‘મિ. વૉશિંગ્ટન સ્લેપ્ટ હિયર વન નાઇટ’ના રૂપાંતર ‘પીરોજા…
વધુ વાંચો >કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ
કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ (જ. ઈ. પૂ. 84 ?; અ. ઈ. પૂ. 54 ?) : રોમન કવિ. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એક વાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં…
વધુ વાંચો >