૨.૨૬
ઇરેન્થિમમથી ઇલેકટ્રોનવિન્યાસ
ઇરેન્થિમમ
ઇરેન્થિમમ: વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક શોભન-પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ક્ષુપ જાતિઓની બનેલી છે અને એશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તેનાં આકર્ષક પર્ણો અને પુષ્પોને કારણે ભારતીય ઉદ્યાનોમાં તેને ઉગાડવામાં આવે છે. તે આછા છાંયડાવાળી જગાઓએ થાય…
વધુ વાંચો >ઇર્કુટ્સ્ક
ઇર્કુટ્સ્ક (Irkutsk) : રશિયાના ઇર્કુટ્સ્ક પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 52o 16´ ઉ. અ. અને 104o 20´ પૂ. રે. તે સાઇબીરિયાના દક્ષિણ ભાગમાં અંગારા નદી જ્યાં બૈકલ સરોવરને મળે છે તેની નજીકમાં આવેલું છે. તેની વસ્તી અંદાજે 6,00,000 (2013) છે. અહીં નાની ઇર્કુટ નદી અંગારાને મળે છે. ઇર્કુટ્સ્ક સાઇબીરિયાનું સૌથી…
વધુ વાંચો >ઇર્વિન, લૉર્ડ
ઇર્વિન, લૉર્ડ (જ. 16 એપ્રિલ 1881, ડેવનશાયર; અ. 23 ડિસેમ્બર 1959, યૉર્કશાયર) : 1925થી 1931 સુધી હિન્દના વાઇસરૉય. તેમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનમંડળમાં ખેતીવાડીના સેક્રેટરી તરીકે 41 વર્ષની વયે અને હિંદના વાઇસરૉય તરીકે 45 વર્ષની વયે જોડાયા હતા. ભારતને ‘ડોમિનિયન સ્ટેટસ’ મળે તે માટે તેઓ…
વધુ વાંચો >ઇર્શાદ હુસેન મહંમદ
ઇર્શાદ હુસેન મહંમદ (જ. 1 ફેબ્રુઆરી 1930, બ્રિટિશ શાસન દરમિયાન કૂચ બિહારના દિનહારા ખાતે; અ. 14 જુલાઈ 2019 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના લશ્કરી શાસક તથા પ્રમુખ. હાલનો બાંગ્લાદેશ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો હતો તે અરસામાં 1950માં ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ઇર્શાદ પાકિસ્તાનના લશ્કરમાં અધિકારી તરીકે…
વધુ વાંચો >ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ
ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ (1880) : ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશનસંસ્થા બેનેટ કૉલમૅન ઍન્ડ કંપની દ્વારા પ્રગટ થયેલું સચિત્ર અંગ્રેજી સાપ્તાહિક. ભારતનાં સૌથી જૂનાં અંગ્રેજી સાપ્તાહિકોમાં તેનો સમાવેશ થાય છે. એનો પ્રારંભ 1880માં થયો. 1923માં તેનું નામ ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. દીર્ઘ કારકિર્દીમાં આ સાપ્તાહિકે અનેક વાર કાયાપલટ…
વધુ વાંચો >ઇલા
ઇલા : પુરાણ અનુસાર વૈવસ્વત મનુની પુત્રી. શ્રીહરિના વરદાનથી ઇલાનું સુદ્યુમ્ન નામે પુરુષમાં પરિવર્તન થયું, પરંતુ શિવપાર્વતીનો વનમાં પ્રવેશ થતાં એ પાછો સ્ત્રી બની ગયો. ઇલા ચંદ્રપુત્ર બુધને પરણી અને તેનાથી એને પુરુરવા નામે પુત્ર થયો એવી પુરાણકથા છે. ઇલા-બુધનો વંશ ઐલ વંશ તરીકે અને બુધ ચંદ્રનો પુત્ર હોઈ આગળ…
વધુ વાંચો >ઇલાયચી
ઇલાયચી : એકદળી વર્ગમાં આવેલા સીટેમિનેસી કુળના ઉપકુળ ઝિન્જિબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum Maton. (સં. એલા; મ. વેલદોડે; હિં. ઇલાયચી, છોટી એલચી; ગુ. ઇલાયચી, એલચી; બં. છોટી એલચી, એલાયચ; ક., તા. યાલાકકી; તે. એલાકી; મળ. એલ, એલાતરી, યેલામ; અં. કાર્ડેમન) છે. તેના સહસભ્યોમાં સોનેટકા, કપૂરકાચલી, આદું, હળદર,…
વધુ વાંચો >ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર)
ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર): (જ. 7 સપ્ટેમ્બર 1533, ગ્રીનવિચ, લંડન; અ. 23 માર્ચ 1603, રિચમંડ) : ઇંગ્લૅન્ડની રાણી. રાજા હેન્રી આઠમાની બીજી પત્ની એન બોલીનની પુત્રી. બોલીન સાથે લગ્ન કરવા માટે રાજા હેન્રીને કૅથલિક ધર્મના વડા પોપના ધર્મશાસનનો અસ્વીકાર કરવો પડ્યો હતો, તેથી ઇલિઝાબેથ ધર્મસુધારણા(Reformation)નું સંતાન ગણાતી. એન બોલીન પુત્રને જન્મ…
વધુ વાંચો >ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી)
ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી) (જ. 21 એપ્રિલ 1926, મેફેર, લંડન; અ. 8 સપ્ટેમ્બર 2022 બાલમોરલ કેસલ, એબરડીન શાયર, સ્કોટલૅન્ડ) : ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડનાં સામ્રાજ્ઞી તથા રાષ્ટ્રકુટુંબ(Commonwealth)નાં વડાં. ડ્યૂક અને ડચેસ ઑવ્ યૉર્ક(પાછળથી સમ્રાટ જ્યૉર્જ 6 તથા સામ્રાજ્ઞી ઇલિઝાબેથ)નું પ્રથમ સંતાન. 1936માં વારસ તરીકે વરણી થતાં ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા…
વધુ વાંચો >ઈલિયડ
ઈલિયડ (Iliad) (ઈ.પૂ. આઠમી સદી) : ગ્રીક મહાકાવ્ય. ગ્રીક મહાકવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોની રચના કરી હતી. હોમરની જન્મભૂમિ આયોનિયા. આયોનિયનો પોતાની સાથે ટ્રોજનવિગ્રહને લગતી અસંખ્ય કથાઓ લઈને આવ્યા હતા. આ કથાઓનો અમૂલ્ય વારસો આ પ્રજાના વંશજોએ કંઠોપકંઠ સચવાતી કવિતાના રૂપે અખંડ જાળવી રાખ્યો હતો. હોમરે સદીઓથી ચાલ્યા આવતા…
વધુ વાંચો >ઇલીનોય
ઇલીનોય : અમેરિકામાં પ્રેરીના મેદાનના મધ્ય વિસ્તારમાં 37oથી 42o-05´ ઉ. અ. અને 87o-30´ થી 91o-30´ પશ્ચિમ. રે. વચ્ચે આવેલું રાજ્ય. તેનો ઉત્તર તરફનો પૂર્વ ભાગ મિશિગન સરોવર સાથે જોડાયેલો છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,45,934 ચોકિમી. અને વસ્તી 1,28,30,632 છે (2010). તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 612 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 338 કિમી.…
વધુ વાંચો >ઇલેક્ટ્રા
ઇલેક્ટ્રા (ઈ. સ. પૂ. 413) : ગ્રીક કરુણાંત નાટક. અગ્રિમ ગ્રીક નાટ્યકાર યુરિપિડિસે જટિલ માનસશાસ્ત્રીય ભૂમિકાએ વૈરપ્રદીપ્ત નારીના માનસનું સૂક્ષ્મ આલેખન કર્યું છે. ઇલેક્ટ્રાના પાત્રને કેન્દ્રમાં રાખીને ઇસ્કિલસ અને સોફોકલિસે પણ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. યુરિપિડિસે ઇસ્કિલસની જેમ નાટકમાં કાર્યવેગને મહત્વ ન આપતાં સોફોકલિસની જેમ પાત્રાલેખનને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત…
વધુ વાંચો >ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
ઇલેક્ટ્રિક ઇસ્ત્રી : કપડાંની કરચલી દૂર કરવાનું વીજળિક સાધન. વીજળીની તાપજનક અસર વડે તે આ કાર્ય કરે છે. અહીં વપરાતા ઉચ્ચ વીજ-વિરોધક તારને લીધે વીજશક્તિનું ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. તેના મુખ્ય ભાગો : (1) તળિયું અથવા સોલ-પ્લેટ, (2) નાઇક્રોમ તારનું એલિમેન્ટ તથા અબરખનું અવાહક પડ, (3) વજનપ્લેટ, (4) લોખંડનું ઢાંકણ,…
વધુ વાંચો >ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ
ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ : જુઓ વીજધ્રુવ વિભવ
વધુ વાંચો >