૨.૧૩

આવૃત્તિ-પરિવર્તકથી આહાર (આયુર્વેદ)

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ)

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : શહેનશાહ જહાંગીરના દરબારના એક અગ્રગણ્ય વિદ્વાન અને મનસબદાર. કિવામુદ્દીન મિરઝા જસ્ફર બેગ, શહેનશાહ અકબરના રાજ્યાભિષેકના બાવીસમા વર્ષે તે હિંદુસ્તાન આવ્યા અને પોતાના કાકા મિરઝા ગ્યાસુદ્દીન અલી આસફખાન બખ્શીની ભલામણથી શાહી દરબારમાં એમને પ્રવેશ મળ્યો. ધીમે ધીમે પ્રગતિ સાધીને જહાંગીરના રાજ્યઅમલ દરમિયાન એ પાંચહઝારી મનસબ પર…

વધુ વાંચો >

આસામ

આસામ: જુઓ અસમ

વધુ વાંચો >

આસામ કંપની લિમિટેડ

આસામ કંપની લિમિટેડ : ભારતમાં ચાના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરનાર કંપની. 1839માં ઇંગ્લૅન્ડમાં તે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. પાંચ લાખ પાઉંડની મૂડીથી શરૂ થયેલ કંપનીના કાર્યકર્તામાં વિલિયમ ક્રૉફર્ડ, જી. જી. એચ. લારપન્ટ અને રિચાર્ડ ટવાઇનિંગ મુખ્ય હતા. લોકપ્રિય બનેલ ચાની વધતી માગને સંતોષવા અને ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવા 1840માં ઈસ્ટ…

વધુ વાંચો >

આસામનાં વાંસનાં ઘરો

આસામનાં વાંસનાં ઘરો : આસામમાં અનોખી શૈલીથી બનાવેલાં વાંસનાં ઘરો. ભારતના પૂર્વમાંના હિમાલય પર વાંસનાં જંગલો વિસ્તૃત છે. આને લઈને આસામના પ્રદેશમાં વાંસ લોકોને માટે એક અત્યંત સહેલાઈથી મળતો ઇમારતી માલસામાન છે. વાંસનો ઉપયોગ જીવન-જરૂરિયાતની લગભગ બધી જ જગ્યાએ અત્યંત કાબેલિયત સાથે લોકો કરે છે. વાંસનાં ઘરોની બાંધણી પણ અત્યંત…

વધુ વાંચો >

આસામ રાઇફલ્સ

આસામ રાઇફલ્સ : ભારતનું જૂનામાં જૂનું અર્ધલશ્કરી દળ. આસામના નૌગાંવ જિલ્લાના ચાના બગીચાઓનું રક્ષણ કરવા માટે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં તેની સ્થાપના થઈ હતી. સ્થાપનાટાણે તે મુલકી અધિકારીઓના હસ્તક મૂકવામાં આવેલું. સમય જતાં આસામના અંતરિયાળ વિસ્તારોમાં પણ તેના એકમો ઊભા કરવામાં આવ્યા, જેને લીધે અગમ્ય વિસ્તારોમાં મુલકી અધિકારીઓનું વર્ચસ્ વધતું…

વધુ વાંચો >

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી (આસામ) (સ્થાપના 1940) : કામરૂપ અનુસંધાન સમિતિ (આસામ સંશોધન મંડળ) દ્વારા એકત્રિત કરાયેલ પુરાવસ્તુઓનો સંગ્રહ. આ પુરાવસ્તુઓના વિશાળ સંગ્રહને શિલાલેખો, સિક્કાઓ અને પ્રતિમાઓના વિભાગોમાં પ્રદર્શિત કરાયો છે. આસામ પ્રદેશમાંથી એકત્રિત કરાયેલ શિલ્પકૃતિઓને મુખ્ય ચાર વર્ગમાં મૂકી શકાય : પથ્થર, કાષ્ઠ, ધાતુ અને ટેરાકોટા. ગુપ્તકાળના પ્રાચીન ઉત્કીર્ણ…

વધુ વાંચો >

આસામેર લોકસંસ્કૃતિ

આસામેર લોકસંસ્કૃતિ (1961) : જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા બિરંચિકુમાર બરુઆની 1964નો કેન્દ્રીય  સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી અસમિયા કૃતિ. તેમાં લેખકે અસમિયા લોકસંસ્કૃતિનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એમાં એના પ્રથમ પ્રકરણમાં લોકોની માન્યતાઓ, પશુપક્ષી, વૃક્ષો, કૃષિ, લોકોના ઉત્સવો અને વિભિન્ન સંસ્કારોનું વિહંગાવલોકન છે. બીજા પ્રકરણમાં એમણે જે ભૌગોલિક તત્વોને લીધે…

વધુ વાંચો >

આસિફ, કે.

આસિફ, કે. (જ. 14 જૂન 1924; અ. 9 માર્ચ 1971) : ભારતીય ચલચિત્રજગતના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક. આખું નામ કરીમુદ્દીન આસિફ. ઐતિહાસિક ચલચિત્રોનાં નિર્માણ અને દિગ્દર્શનમાં તેઓ માહેર હતા. તેમનું પ્રથમ ચલચિત્ર ‘ફૂલ’ (1944), તેમાં તે જમાનાનાં વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઓ(પૃથ્વીરાજ કપુર, દુર્ગા ખોટે, વીણા અને સુરૈયા)ને તેમણે ભેગાં કર્યાં હતાં. ત્યારબાદ…

વધુ વાંચો >

આસિફુદ્દૌલા

આસિફુદ્દૌલા (જ. 23 સપ્ટેમ્બર 1748, ફૈઝાબાદ; અ. 21 સપ્ટેમ્બર 1799, લખનૌ) : લખનૌના ખ્યાતનામ નવાબ અને સાહિત્ય તથા કલાના ઉપાસક નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર. આસિફુદ્દૌલા ઈ. સ. 1775માં લખનૌના નવાબ થયા. તેમની નવાબીની સાથે જ લખનૌ એક નવવધૂના સાજસિંગારની જેમ ઝળકવા માંડ્યું. કળા, કૌશલ્ય અને સાહિત્યના દરેકેદરેક ક્ષેત્રમાં એક નવી રોનક,…

વધુ વાંચો >

આસિમોવ, આઇઝેક

આસિમોવ, આઇઝેક (જ. 2 જાન્યુઆરી 1920, પેટ્રોવિચી, રશિયા; અ. 6 એપ્રિલ 1992) : વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં સફળ નીવડેલા સમર્થ આધુનિક અમેરિકી સાહિત્યસર્જક. તે ત્રણ વર્ષની ઉંમરે અમેરિકામાં આવેલા અને બ્રુકલિનમાં ઊછરેલા. તેમણે 1928માં અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1939માં સ્નાતકની અને 1948માં જીવરસાયણમાં ડૉક્ટરેટની પદવી મેળવીને બૉસ્ટન યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ…

વધુ વાંચો >

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક

Jan 13, 1990

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક (Frequency Converter : Mixer and Detector) : વ્યાપક અર્થમાં, કોઈ તરંગની આવૃત્તિનું પરિવર્તન એટલે તેમાં કોઈ પણ જ્ઞાત પદ્ધતિથી કરવામાં આવતો ફેરફાર. દા.ત., કોઈ એક દોલકની આવૃત્તિમાં ફેરફાર કરવો હોય તો તેના પરિપથમાં જોડેલા ઘટકો, જેવા કે સ્વ/પારસ્પરિક પ્રેરકત્વ (self/mutual inductances), ધારિતાઓ (capacitances) અને ઇલક્ટ્રૉનનલિકા…

વધુ વાંચો >

આવૃત્તિ મીટર

Jan 13, 1990

આવૃત્તિ મીટર (Frequency Meter) : વીજચુંબકીય તરંગોની એકમ સમય(એક સેકન્ડ)માં પુનરાવર્તનની સંખ્યા દર્શાવતું યંત્ર. આદર્શ આવૃત્તિ ઉત્પાદક ક્રિસ્ટલ ક્વાર્ટ્ઝનું બનેલું હોય છે. તેમાં પૃથ્વીના પરિભ્રમણને મૂળભૂત આવૃત્તિ તરીકે લેવામાં આવે છે. આ ઉત્પાદકની આવૃત્તિ 100 કિ. હર્ટ્ઝ (kHz) છે. આને આધાર તરીકે લઈને સબસ્ટાન્ડર્ડ જનરેટર અને મીટર અંકિત કરવામાં આવે…

વધુ વાંચો >

આવેગ

Jan 13, 1990

આવેગ : એક મન:શારીરિક અવસ્થા. આવેગ માટે ‘સંવેગ’, ‘ભાવના’, ‘મનોવેગ’, ‘ભાવાવેગ’ વગેરે શબ્દો પ્રયોજાય છે. આવેગની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, કારણ આવેગોનો અનુભવ અનન્ય હોવાથી તેનું કોઈ વ્યાવર્તક લક્ષણ આપી શકાતું નથી. આમ છતાં સ્વાનુભવથી તે જાણી શકાય છે. પ્રેમ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આનંદ, તિરસ્કાર વગેરે આવેગો છે. વ્યક્તિના…

વધુ વાંચો >

આવેગ નિયમન વિકારો

Jan 13, 1990

આવેગ નિયમન વિકારો (impulse-control disorders) : પોતાના આવેગો પર કાબૂના અભાવરૂપ વિકારો. આવી વ્યક્તિ સ્પષ્ટ, તાર્કિક હેતુઓ વિના પોતાને તથા બીજાઓના હિતને નુકસાન થાય એવાં કૃત્યો કરે છે. સામાન્ય રીતે, ટેવવશ કરાતાં દારૂ કે માદક દ્રવ્યોના સેવનનો અને જાતીય વર્તનનો આ વિકારોમાં સમાવેશ કરવામાં આવતો નથી. આવેગ નિયમનના વિકારોનું નિદાન…

વધુ વાંચો >

આશાન કુમારન્

Jan 13, 1990

આશાન કુમારન્ (જ. 12 એપ્રિલ 1873; અ. 16 જાન્યુઆરી 1924) : અર્વાચીન મલયાળમ કવિ. કુમારન્ પ્રણય અને દર્શનના કવિ છે. કવિતાના માધ્યમ દ્વારા જીવનનું રહસ્ય જાણવા માટે આત્મતત્વમાં અવગાહન કર્યું હોય એવો બીજો કોઈ મલયાળમ કવિ નથી. તેઓ દલિત જાતિમાં જન્મ્યા હતા અને તેથી ઉચ્ચ વર્ગના સમાજ તરફથી એમને અનેક…

વધુ વાંચો >

આશાપલ્લી

Jan 13, 1990

આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305),…

વધુ વાંચો >

આશાપૂર્ણા દેવી

Jan 13, 1990

આશાપૂર્ણા દેવી (જ. 8 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 13 જુલાઈ 1995, કૉલકાતા) : સ્વાતંત્ર્યોત્તર કાળનાં સુપ્રસિદ્ધ બંગાળી લેખિકા. પ્રાથમિકથી સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટી તરફથી એમને 1954માં લીલા પારિતોષિક અને 1963માં ભુવનમોહિની સુવર્ણચન્દ્રક એનાયત થયેલાં. 1966માં પશ્ચિમ બંગાળ સરકારે એમને રવીન્દ્ર પુરસ્કાર એનાયત કરેલો. એમની બૃહદ્ નવલકથા ‘પ્રથમ…

વધુ વાંચો >

આશાવરી

Jan 13, 1990

આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત…

વધુ વાંચો >

આશિષખાં

Jan 13, 1990

આશિષખાં (જ. નવેમ્બર 1940, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી. 6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ કરી…

વધુ વાંચો >

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

Jan 13, 1990

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન…

વધુ વાંચો >