આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત અને સંવાદી સ્વર ગંધાર. ગ્રહ સ્વર મધ્ય ષડ્જ અને ન્યાસ સ્વર પંચમ. વિન્યાસ મધ્ય ષડ્જ સ્વર ઉપર. આશાવરી રાગ ગાવાનો સમય દિવસનો બીજો પ્રહર. તેની પ્રકૃતિ આત્મનિવેદન. તેનો રસ કોમળ શૃંગાર. આશાવરી રાગનો આરોહ

सा रे म प ध् सां   અવરોહ  सां नी ध् प, म प ध् म प, ग् रे

सा-રાગનું મુખ્ય અંગ-म प ध् म प, ग् रे सा

મુદ્રિકા જાની