૨૫.૦૧
હક, ઝિયાઉલથી હડસન નદી
હટન લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ)
હટન, લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ) (જ. 1916, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1990) : ઇંગ્લૅન્ડના અગ્રણી ક્રિકેટ-ખેલાડી, પૂર્વ કપ્તાન અને બીજા વિશ્વયુદ્ધ પછી ક્રિકેટ-ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બૅટ્સમૅન. લેન હટન 1953માં ‘ઍશીઝ’ પાછી મેળવનાર ટીમનું કપ્તાનપદ તેમણે સંભાળ્યું હતું. તે ઇંગ્લૅન્ડના સૌપ્રથમ વ્યવસાયી કપ્તાન લેખાયા. તેમણે પોતાની કાઉન્ટી યૉર્કશાયર વતી…
વધુ વાંચો >હઠયોગ (લક્ષણ અને પરિભાષા)
હઠયોગ (લક્ષણ અને પરિભાષા) : યોગનો એક કષ્ટસાધ્ય પ્રકાર. ‘હઠ’નો પ્રચલિત અર્થ પરાણે, બળજબરીપૂર્વક એવો થાય છે. પરાણે ચિત્તવૃત્તિને એકાગ્ર, સ્થિર કરવી તે ‘હઠયોગ’ છે. જ્યાં કષ્ટદાયક પદ્ધતિ દ્વારા શરીરને નિયમનમાં લેવામાં આવે તે ‘હઠયોગ’, યમ અને નિયમ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તે ‘હઠયોગ’. સ્વાત્મારામ યોગીન્દ્ર (15મી સદી)…
વધુ વાંચો >હઠીસિંહનાં દેરાં
હઠીસિંહનાં દેરાં : અમદાવાદનું પ્રસિદ્ધ જૈનમંદિર. અમદાવાદમાં દિલ્હી દરવાજાની બહાર શાહીબાગના રસ્તે તે આવેલું છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાનને સમર્પિત આ મંદિર શેઠ હઠીસિંહે વિ. સં. 1901(ઈ. સ. 1845)માં બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમના એકાએક અવસાનને કારણે તેમનાં પત્ની શેઠાણી હરકુંવરે વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તેનું બાંધકામ પૂરું કરાવ્યું.…
વધુ વાંચો >હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ
હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ : લયલા અને પુરુષોત્તમ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની સ્થાપના ઈ. સ. 1978માં રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા ‘શાંતિનિકેતન’ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. કલાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મુખ્ય સ્થળ તરીકે ખ્યાત આ સંસ્થા કસ્તૂરભાઈ લાલભાઈ કૅમ્પસ, સેપ્ટ, ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલ છે. અહીં આ સેન્ટરમાં યુવાનો,…
વધુ વાંચો >હડકવા (rabies)
હડકવા (rabies) : પ્રાણી દ્વારા મગજ પર સોજો કરતો વિષાણુજન્ય રોગ. તે માનવ સહિતનાં સસ્તન પ્રાણીઓના મગજમાં ચેપજન્ય સોજો એટલે કે મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. હડકવાને જલભીતિ (hydrophobia) કહે છે. તે અલર્ક (ગાંડો થયેલો કૂતરો) કૂતરો કરડે તેથી થતો હોવાથી તેને અલર્કવાત અથવા અલર્કતા (rabies) પણ કહેવાય. તેના અંગ્રેજી નામ…
વધુ વાંચો >હડતાળ (strike)
હડતાળ (strike) : માલિકો પાસેથી કામદારોએ ધારેલો લાભ પ્રાપ્ત કરવા માટે કામદારો દ્વારા પોતાની કામગીરીનો પુરવઠો આંશિક ઓછો અથવા પૂરેપૂરો બંધ કરવાનું સાધન. કામદાર/કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો આર્થિક સંબંધો છે. સંબંધો બાંધતા અને નિભાવતા માલિકનો હેતુ સામાન્યત: એ હોય છે કે કર્મચારીને ન્યૂનતમ વળતર આપીને મહત્તમ ઉત્પાદકતા મેળવવી, તેથી…
વધુ વાંચો >હડપ્પા
હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને…
વધુ વાંચો >હડસન (Hudson)
હડસન (Hudson) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 44´ ઉ. અ. અને 74° 02´ પ. રે.. હડસન નદીના પૂર્વ કાંઠે આવેલું આ શહેર આલ્બેની શહેરથી દક્ષિણે 45 કિમી.ને અંતરે વસેલું છે. આ સ્થળે ડચ પ્રજાએ 1662માં સર્વપ્રથમ વસાહત સ્થાપી હતી. સુગંધીદાર ઘાસના ક્ષેત્રની શોધ…
વધુ વાંચો >હડસન નદી
હડસન નદી : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલી નદી તથા મહત્વનો વેપારી જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 42° ઉ. અ. અને 74° પ. રે.. તે ઍડિરૉનડૅક પર્વતના 1,317 મીટર ઊંચાઈએ આવેલા ટિયર-ઑવ્-ધ-ક્લાઉડ્ઝ નામના સરોવરમાંથી નીકળે છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ન્યૂયૉર્ક શહેર નજીક આટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે. તેની લંબાઈ…
વધુ વાંચો >હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >