૨૪.૦૭
સ્કંધપીડ (ખભાનો દુખાવો)થી સ્ટટગાર્ટ (Stuttgart)
સ્કેટિંગ
સ્કેટિંગ : નાનાં પૈડાંવાળાં વિશેષ પગરખાં બાંધીને કઠણ ભૂમિ ઉપર સરકતાં ચાલવાની રમત. વર્તમાન ‘SKATE’ શબ્દ પ્રાચીન જર્મન શબ્દ SCHAKE (પગનું હાડકું) પરથી ઊતરી આવ્યો છે. લોખંડની શોધ થઈ તે પહેલાં (2,000 વર્ષ પહેલાં) હરણ, બળદ, રેન્ડિયર જેવાં પ્રાણીઓની પાંસળી અથવા પગના હાડકામાંથી સ્કેટ બનાવવામાં આવતા હતા તેવા પ્રકારની માહિતી…
વધુ વાંચો >સ્કૅનકર રે’ગનૅર
સ્કૅનકર રે’ગનૅર (જ. 8 જૂન 1934, સ્ટોરા સ્કેડવી, સ્વીડન) : સ્વીડનના શૂટિંગના ખેલાડી. વ્યવસાયે તેઓ બંદૂકના ઉત્પાદક હતા. ઑલિમ્પિક મેડલિસ્ટ તરીકેનો તેમનો 20 વર્ષનો ગાળો છે. ફ્રી પિસ્તોલમાં તેઓ 1972માં સુવર્ણચન્દ્રક તથા 1984 અને 1988માં રજતચન્દ્રક તેમજ 1992માં કાંસ્યચન્દ્રકના વિજેતા બન્યા. મહત્વના ઑલિમ્પિક વિક્રમમાં ઉમેરણ તરીકે તેઓ આ સ્પર્ધામાં 1976માં…
વધુ વાંચો >સ્કૅન્ડિનેવિયા
સ્કૅન્ડિનેવિયા યુરોપ ભૂમિખંડના વાયવ્ય ભાગમાં સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ, જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ તેમજ તેમને અડીને આવેલા અન્ય ટાપુઓથી રચાતો સમગ્ર ભૂમિપ્રદેશ. તેમાં સામાન્ય રીતે નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણ દેશોને સમાવવામાં આવે છે. ખાસ કરીને તેમનાં સ્થાન, ભૂસ્તરીય રચના, જાતિ અને ભાષાકીય દૃષ્ટિએ જોતાં આ પ્રદેશ એક ભૌગોલિક એકમ રચે…
વધુ વાંચો >સ્કૅન્ડિયમ (scandium)
સ્કૅન્ડિયમ (scandium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Sc. સ્વીડનના કૃષિરસાયણવિદ લાર્સ નિલ્સને યુક્ઝેનાઇટ (euxenite) અયસ્કમાંથી એક નવા ઑક્સાઇડને અલગ પાડ્યો અને તેને પોતાની માતૃભૂમિ (homeland) પરથી સ્કૅન્ડિયા અને તત્વને સ્કૅન્ડિયમ નામ આપ્યું. આ અગાઉ મેન્દેલિયેવે પોતાનું આવર્તક કોષ્ટક બનાવતી વખતે કોષ્ટકમાં આ તત્વની જગા ખાલી…
વધુ વાંચો >સ્કેપોલાઇટ
સ્કેપોલાઇટ : મારીઆલાઇટ, ડાયપાયર, મિઝોનાઇટ અને મીઓનાઇટ ખનિજોને સમાવી લેતા ખનિજ જૂથ માટેનું સામૂહિક નામ. તે વર્નેરાઇટના નામથી પણ ઓળખાય છે. તેમનું સામૂહિક રાસાયણિક બંધારણ દર્શાવતું સૂત્ર (Na, Ca, K) 4Al3 (Al, Si)3 Si6O24 (Cl, F, OH, CO3, SO4) મુકાય છે. બીજી રીતે, મારીઆનાઇટ = 3 આલ્બાઇટ + NaCl, મીઓનાઇટ…
વધુ વાંચો >સ્કૅલ્કોટાસ નિકોસ (Skalkottas Nikos)
સ્કૅલ્કોટાસ, નિકોસ (Skalkottas, Nikos) (જ. 1904, ચાલ્કીસ, ગ્રીસ; અ. 1949, ઍથેન્સ, ગ્રીક) : આધુનિક ગ્રીક સંગીતનિયોજક અને વાયોલિનવાદક. આ પ્રતિભાશાળી સ્કૅલ્કોટાસને એક કલાપ્રેમીએ સંગીતનું ઉચ્ચ શિક્ષણ લેવા માટે સત્તર વરસની ઉંમરે 1921માં જર્મની મોકલ્યા. ત્યાં જેર્નાખ (Jarnach), વિલી હેસ, કુર્ટ વીલ અને શોઅન્બર્ગ પાસે તેમણે 1933 સુધી વાયોલિનવાદન તથા સંગીતનિયોજનની…
વધુ વાંચો >સ્કૉટ ડેવિડ
સ્કૉટ, ડેવિડ (જ. 6 જૂન 1962, સાન ઍન્ટૉનિયો, ટૅક્સાસ, યુ.એસ.) : અમેરિકાનો અંતરીક્ષયાત્રી અને ચંદ્રયાત્રાના ઍપૉલો-15 અંતરીક્ષયાનનો મુખ્ય ચાલક (commander). ડેવિડ સ્કૉટ અમેરિકાની લશ્કરી સંસ્થા, વેસ્ટ પૉઇન્ટ, N.Y.માંથી 1954માં સ્નાતક થયા પછી સ્કૉટની ભરતી હવાઈદળમાં થઈ હતી, જ્યાં તેણે વૈમાનિકી ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…
વધુ વાંચો >સ્કૉટલૅન્ડ
સ્કૉટલૅન્ડ : જુઓ બ્રિટન.
વધુ વાંચો >સ્કૉટલૅન્ડ-યાર્ડ
સ્કૉટલૅન્ડ-યાર્ડ : ઇંગ્લૅન્ડના પાટનગર લંડન ખાતે આવેલ પોલીસ-મથક. લંડન નગરના એક માર્ગના નામ પરથી આ મથકનું નામ પાડવામાં આવ્યું છે. 1829થી સ્કૉટલૅન્ડ-યાર્ડનું મૂળ મથક જે મકાનમાં હતું તે મકાન તે પૂર્વે સ્કૉટિશ શાહી પરિવારના મુલાકાતીઓ માટે કામચલાઉ નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1829–1967 દરમિયાન લંડન મહાનગરના પોલીસ-વિભાગનું તે મુખ્ય મથક…
વધુ વાંચો >સ્કૉટ વૉલ્ટર (સર)
સ્કૉટ, વૉલ્ટર (સર) (જ. 15 ઑગસ્ટ 1771, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 21 સપ્ટેમ્બર 1832, એબૉટ્સફૉર્ડ, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : નવલકથાકાર, કવિ, ઇતિહાસકાર અને ચરિત્રલેખક. પિતા વકીલ હતા અને માતા ડૉક્ટરનાં દીકરી. બચપણથી જ એમને પિતૃપક્ષ તેમજ માતૃપક્ષ તરફથી સ્કૉટલૅન્ડના ઇતિહાસની શૌર્યસભર, રોમાંચક કથાઓ સાંભળવાનો લહાવો મળ્યો હતો અને એના ચિત્ત પર એ…
વધુ વાંચો >સ્કંધપીડ (ખભાનો દુખાવો)
સ્કંધપીડ (ખભાનો દુખાવો) : ખભો દુખવો તે. પુખ્તવયની વ્યક્તિઓમાં બોચી અને ખભાના દુખાવાનો પ્રવર્તમાન દર (prevalence) 4.6% / 6 મહિના નોંધાયેલો છે. તેનું મહત્વનું કારણ ડોકના મણકા, ખભાનો સાંધો તથા ડોક તથા ખભાની આસપાસની મૃદુપેશીના વિકારો છે. ડોકના મણકાના વિકારમાં ડોકના હલનચલન સાથે દુખાવો જોવા મળે છે. બોચીમાં હળવે દબાવવાથી…
વધુ વાંચો >સ્કાઉટિંગ અને ગાઇડિંગ
સ્કાઉટિંગ અને ગાઇડિંગ : ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવનઘડતર માટેનું સંગઠન. અવલોકન, સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ હતી. ઇંગ્લૅન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લૉર્ડ બૅડન પૉવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું…
વધુ વાંચો >સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ
સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ…
વધુ વાંચો >સ્કાયલૅબ (Skylab)
સ્કાયલૅબ (Skylab) : અમેરિકાનું પહેલું અંતરીક્ષમથક. તે 14 મે 1973ના રોજ સેટર્ન 5 પ્રક્ષેપક રૉકેટની મદદથી 435 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ ઍપોલો પ્રયુક્ત કાર્યક્રમ(Apollo Applications Program)ના નામથી ઓળખાતો હતો. ત્રણ ઓરડાના મકાન જેટલા મોટા સ્કાયલૅબ અંતરીક્ષમથકનું વજન 85 ટન જેટલું હતું. પૃથ્વી અને સ્કાયલૅબ…
વધુ વાંચો >સ્કાર્ન
સ્કાર્ન : કણશ: વિસ્થાપન દ્વારા ઉદભવેલો વિશિષ્ટ ખડકપ્રકાર. સ્વીડનના ખાણિયાઓએ ધાતુખનિજ શિરાઓના સંપર્કમાં રહેલી ખડક-દીવાલોમાં મળતા ઘેરા રંગવાળા ખનિજ વિભાગો માટે આપેલું નામ. પછીથી આ નામ એ પ્રકારના સ્થૂળ દાણાદાર ખડક માટે અથવા ચૂનાખડક કે ડોલોમાઇટ પર ઉષ્ણ સિલિકા-સમૃદ્ધ દ્રાવણો કે ઍસિડિક વાયુબાષ્પની પ્રક્રિયાને કારણે ઉદભવતા ખનિજસમૂહો માટે પણ વપરાતું…
વધુ વાંચો >સ્કિઇંગ
સ્કિઇંગ : પ્રાકૃતિક બરફનાં વિશાળ મેદાનોમાં વિશેષ રૂપે લપસવાની પશ્ચિમી રમત. ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે સ્કિઇંગનો ઉપયોગ સ્થળાંતર કરવા માટે કરવામાં આવતો હતો એવા ઉલ્લેખો નૉર્વે અને રશિયામાંથી મળી આવ્યા છે. 15મી અને 16મી સદીમાં ફિન્સ, નૉર્વેજિયનો, સ્વીડિશ તથા રશિયન સૈનિકટોળીઓના સ્કી-પ્રવાસોના ઉલ્લેખ પણ મળ્યા છે; પરંતુ રંજનાત્મક અને…
વધુ વાંચો >સ્કિનર બી. એફ. (Skinner B. F.)
સ્કિનર, બી. એફ. (Skinner, B. F.) (જ. 20 માર્ચ 1904, પેન્સિલવેનિયા; અ. 18 ઑગસ્ટ 1990, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અગ્રણી મનોવૈજ્ઞાનિક અને વર્તનવાદના પુરસ્કર્તા. આખું નામ બરહસ ફ્રેડરિક સ્કિનર. પિતા વ્યવસાયે વકીલ અને માતા ગૃહિણી હતાં. તેમનો ઉછેર અત્યંત જુનવાણી, રૂઢિચુસ્ત વાતાવરણમાં થયો હતો. હેમિલ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવ્યા…
વધુ વાંચો >સ્કિલીના ટાપુઓ (Scilly Isles of)
સ્કિલીના ટાપુઓ (Scilly, Isles of) : ઍટલૅંટિક મહાસાગરમાં આવેલો ઇંગ્લૅન્ડની માલિકીનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.ની આજુબાજુનો 16 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 50 કરતાં પણ વધુ સંખ્યામાં આવેલા આ ટાપુઓ કૉર્નવૉલની નૈર્ઋત્યમાં કિનારાથી આશરે 40થી 58 કિમી. દૂરના અંતરમાં…
વધુ વાંચો >સ્કૂટર (scooter)
સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે,…
વધુ વાંચો >સ્કૅગર-રૅક
સ્કૅગર-રૅક : ઉત્તર સમુદ્રનો ફાંટો. આ ફાંટો ઉત્તરના નૉર્વે-સ્વીડનને દક્ષિણના ડેન્માર્કથી અલગ પાડી આપે છે. તેની લંબાઈ 209 કિમી. જેટલી છે. તે ઉત્તર સમુદ્ર અને કટીગૅટ વચ્ચે કડીરૂપ હોવાથી તેનું મહત્વ છે. તેની બે ખાડીઓ બાલ્ટિક સમુદ્રમાં જવાના પ્રવેશમાર્ગો બની રહેલી છે. જુટલૅન્ડના કાંઠા પર જહાજો માટે સારું બારું અસ્તિત્વ…
વધુ વાંચો >