ષટ્ખંડાગમ
ષટ્ખંડાગમ (ઈ. સ.ની પહેલી-બીજી સદી) : દિગંબર જૈનોનો અતિમહત્વનો ગ્રન્થ. આ ગ્રન્થને ‘સત્કર્મપ્રાભૃત’, ‘ખંડસિદ્ધાન્ત’, ‘ષટ્કર્મસિદ્ધાન્ત’ અને ‘મહાધવલ’ પણ કહે છે. ગિરનારની ચન્દ્રગુફામાં ધ્યાનમાં બેઠેલા ‘આચારાંગ’ના પૂર્ણજ્ઞાતા આચાર્ય ધરસેનને નષ્ટ દ્વાદશાંગનો કેટલોક ભાગ યાદ હતો. રખે ને શ્રુતજ્ઞાન સંપૂર્ણ નાશ પામે એ ભયે આન્ધ્રપ્રદેશથી આવેલા બે મેધાવી મુનિઓ પુષ્પદન્ત અને ભૂતબલિને…
વધુ વાંચો >ષટ્ચક્ર
ષટ્ચક્ર : ભારતીય યોગ પરંપરામાં યોગસાધકે પોતાની કુંડલિની શક્તિને જાગ્રત કરીને સહસ્રારચક્રમાં બિરાજતા પરમ શિવ સાથે એકાકાર થવા માટે ભેદવાનાં દેહમાં આવેલાં છ ચક્રો. હઠયોગીને તો આ ષટચક્રના ભેદનમાં મુક્તિ વરતાય છે. આ છ ચક્રોની વિભાવના તંત્રગ્રંથોમાં ખૂબ સૂક્ષ્મપણે અને વિસ્તારથી સમજાવેલી છે. માનવદેહને ઉપર-નીચેથી અર્ધો અર્ધો વિભાજિત કરવાનો કલ્પવામાં…
વધુ વાંચો >ષટ્પદી
ષટ્પદી (15મી સદીથી 18મી સદી) : કન્નડ કાવ્યનો એક પ્રકાર. તે છ લીટીનું બનેલું હોય છે; જેમાં પહેલી, બીજી, ચોથી અને પાંચમી લીટી તથા ત્રીજી અને છઠ્ઠી લીટી સરખી હોય છે. ત્રીજી અને છઠ્ઠી લીટીઓ બીજી ચાર લીટીઓના એક ગુરુ કરતાં દોઢ ગણી વધુ હોય છે. આ કાવ્યસ્વરૂપ વર્ણનાત્મક કાવ્ય…
વધુ વાંચો >ષડ્ગુરુશિષ્ય
ષડ્ગુરુશિષ્ય : વૈદિક સાહિત્ય વિશેના લેખક. ષડ્ગુરુશિષ્ય પોતાના છ ગુરુઓનાં નામ આ પ્રમાણે ગણાવે છે : (1) વિનાયક, (2) શૂલપાણિ અથવા શૂલાંગ, (3) મુકુન્દ અથવા ગોવિંદ, (4) સૂર્ય, (5) વ્યાસ, (6) શિવયોગી. ષડ્ગુરુશિષ્યે ‘વેદાર્થદીપિકા’ની પુષ્પિકામાં, રચના-સંવત 1234 (ઈ. સ. 1178) આપી છે. આને આધારે પં. બલદેવ ઉપાધ્યાય આમનો સમય ઈ.…
વધુ વાંચો >ષડ્દર્શન
ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો…
વધુ વાંચો >ષડ્ધરણ યોગ (ચૂર્ણ-કલ્પ)
ષડ્ધરણ યોગ (ચૂર્ણ–કલ્પ) : વાતવ્યાધિની ચિકિત્સા માટેનો ઔષધપ્રયોગ. આયુર્વેદના બૃહતત્ર કે વૃદ્ધત્રયી ગ્રંથોમાં ગણાતા મહર્ષિ વાગ્ભટ્ટ કૃત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ‘ચિકિત્સાસ્થાન’ના 21મા અધ્યાયમાં શરીરના દોષરૂપ ત્રણ મુખ્ય દોષો વાત, પિત્ત અને કફમાંના પ્રથમ ‘વાતદોષ’ કે ‘વાયુના રોગોની આયુર્વેદિક ચિકિત્સા’નું એક ખાસ પ્રકરણ છે. ગ્રંથકારે વાયુદોષની ચિકિત્સામાં સીધા જ ઔષધિપ્રયોગો ન બતાવતાં,…
વધુ વાંચો >ષડ્ભાષાચંદ્રિકા
ષડ્ભાષાચંદ્રિકા (16મી સદી) : છ પ્રાકૃત ભાષાઓ વિશેનો વ્યાકરણગ્રંથ. લક્ષ્મીધર ‘ષડ્ભાષાચંદ્રિકા’ના લેખક છે. તેમનો સમય 16મી સદીનો હોવાનું અનુમાન છે. એ રીતે લક્ષ્મીધર ટીકાકાર મલ્લિનાથના સમકાલિક હતા. એનું કારણ એ છે કે રાજા ચિન્નબોમ્મે પ્રાકૃત વૈયાકરણો હેમચંદ્ર અને અપ્પય્ય દીક્ષિત સાથે લક્ષ્મીધરનો પણ ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મીધરે પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાતમાં…
વધુ વાંચો >ષડ્વિંશ બ્રાહ્મણ
ષડ્વિંશ બ્રાહ્મણ : જુઓ વૈદિક સાહિત્ય.
વધુ વાંચો >ષડંગી, બંસીધર
ષડંગી, બંસીધર (જ. 4 ડિસેમ્બર 1940, રાયરંગ, જિ. ખુર્દ, ઓરિસા) : ઊડિયા કવિ. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની તથા ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમની પુરસ્કૃત કૃતિ ‘સ્વરોદય’ બદલ તેમને 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. અધ્યાપનકાર્ય બાદ તેઓ નયાગઢ કૉલેજ, ઓરિસામાં ઊડિયાના રીડરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ અંગ્રેજી તથા…
વધુ વાંચો >ષણ્મુખસુંદરમ્
ષણ્મુખસુંદરમ્ (જ. 1918; અ. 1977) : તમિળ નવલકથાકાર અને અનુવાદક. તેમણે ‘આલોલમ’, ‘રાશ’ અને ‘પેરુરાન’ તખલ્લુસથી પણ લેખનકાર્ય કર્યું હતું. માતૃભાષા તમિળ હોવા છતાં હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી પર તેમનો સારો કાબૂ હતો. તેઓ ગાંધીજીના આદર્શોને વરેલા હોઈ શરૂઆતમાં તમિળ દૈનિકમાં તેમણે રાજકીય વિશેષતાવાળા લેખોને પ્રાધાન્ય આપેલું. તેમણે આશરે 80…
વધુ વાંચો >શ્વસન (વનસ્પતિશાસ્ત્ર)
શ્વસન (વનસ્પતિશાસ્ત્ર) સજીવની અગત્યની દેહધાર્મિક ક્રિયા. પ્રકાશસંશ્લેષણની જેમ તે એક મહત્વની શક્તિવિનિમયની પ્રક્રિયા છે. જીવંત કોષમાં શ્વસન-ઉત્સેચકોની મદદ વડે કાર્બનિક પોષક તત્વો(વધારે સ્થિતિશક્તિ ધરાવતા પદાર્થો; દા.ત., ગ્લુકોઝ)નું જૈવિક ઑક્સિડેશન થાય છે. આ દરમિયાન વીજાણુપ્રવાહ-સ્વરૂપે મુક્ત થતી ગતિશક્તિનો ATP જેવાં શક્તિસભર સંયોજનોના નિર્માણમાં ઉપયોગ થાય છે. વધારાની નીપજ તરીકે અકાર્બનિક પદાર્થો…
વધુ વાંચો >શ્વાઇન્ગર, જુલિયન
શ્વાઇન્ગર, જુલિયન (જ. 12 ફેબ્રુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 16 ઑગસ્ટ 1994) : ભૌતિકવિજ્ઞાનમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનડાઇનૅમિક્સના મૂળભૂત કાર્ય બદલ જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં વર્ષ 1965નો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા અમેરિકન ભૌતિકવિજ્ઞાની. નાનપણથી ભૌતિકવિજ્ઞાનમાં અપૂર્વ રસને કારણે, પહેલેથી જ તેમની…
વધુ વાંચો >શ્વાન થિયૉડોર
શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…
વધુ વાંચો >શ્વાનમુખી
શ્વાનમુખી : દ્વિદળી વર્ગમાં આવેલ સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Antirrhinum majus Linn. (ગુ. શ્વાનમુખી, અં. સ્નેપડ્રૅગન) છે. રાતો આગિયો, કલ્હાર, રસીલી, કડુ વગેરે તેના સહસભ્યો છે. ઍન્ટિર્હિનમ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધમાં તેમજ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં પુષ્કળ પ્રમાણમાં થયેલું…
વધુ વાંચો >શ્વામરડૅમ યાન (Swammerdam Jan)
શ્વામરડૅમ યાન (Swammerdam Jan) (જ. 12 ફેબ્રુઆરી 1637, ઍમસ્ટરડૅમ; અ. 15 ફેબ્રુઆરી 1680, ઍમસ્ટરડૅમ) : ડચ પ્રકૃતિવિદ. તેમના જમાનામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનો ચીવટભર્યો અભ્યાસ કરવા માટે જાણીતા હતા. રક્તકણોનું નિરીક્ષણ અને વર્ણન કરનાર તેઓ પ્રથમ હતા (1658). સૂક્ષ્મ પદાર્થોના સંશોધનક્ષેત્રમાં તેમને એટલો બધો રસ જાગ્યો કે તબીબીનો અભ્યાસ…
વધુ વાંચો >શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius)
શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius) : એવું અંતર કે જેના કરતાં ઓછા અંતરે કણો વચ્ચેના ગુરુત્વબળથી અપ્રતિવર્તી (irreversible) ગુરુત્વ નિપાતભંજન (collapse) સર્જાય. આથી શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા એ ગુરુત્વાકર્ષી (gravitational) ત્રિજ્યા છે. આ ઘટનાને વધુ દળદાર તારકોના અંતિમ ભાગ્ય તરીકે વિચારી શકાય. M દળના પદાર્થની ગુરુત્વાકર્ષી ત્રિજ્યા (Rg) નીચેના સૂત્રથી મળે છે :…
વધુ વાંચો >શ્વાસ (ચલચિત્ર)
શ્વાસ (ચલચિત્ર) : વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્ર માટેના રાષ્ટ્રપતિ-ચંદ્રકનું વિજેતા મરાઠી ચલચિત્ર. અંગ્રેજી સિવાયની ભાષાઓ(foreign films category)માં વિશ્વસ્તરે નિર્માણ થયેલાં ચલચિત્રોની શ્રેણીમાં ઑસ્કર પારિતોષિક-સ્પર્ધા માટે ભારતીય ચલચિત્રોમાંથી તેની પસંદગી (nomination) થઈ હતી. નિર્માણ-વર્ષ : 2004. નિર્માતા : અરુણ નલવડે. ચલચિત્રની ભાષા : મરાઠી. દિગ્દર્શક : સંદીપ સાવંત. મુખ્ય ભૂમિકા :…
વધુ વાંચો >શ્વાસકાસચિંતામણિરસ
શ્વાસકાસચિંતામણિરસ : આયુર્વેદિક ઔષધ. નિર્માણવિધિ : શુદ્ધ પારદ 1 ભાગ, સુવર્ણમાક્ષિક 1 ભાગ, સુવર્ણભસ્મ 1 ભાગ, મોતીભસ્મ ભાગ, શુદ્ધ ગંધક 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ અને લોહભસ્મ 4 ભાગ લેવામાં આવે છે. ભાવના : ભોરિંગણીનો સ્વરસ, બકરીનું દૂધ, યદૃષ્ટિ મધુનો ક્વાથ અને નાગરવેલનાં પાનના રસની વારાફરતી 77 ભાવનાઓ દેવાય છે.…
વધુ વાંચો >શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)
શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…
વધુ વાંચો >શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)
શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી. શ્વાસરોગ પાંચ પ્રકારના છે…
વધુ વાંચો >