શફીઉદ્દીન નય્યર

શફીઉદ્દીન નય્યર : જુઓ નય્યર શફીઉદ્દીન.

વધુ વાંચો >

શફી શયદા (મહમદ શફી બટ્ટ)

શફી શયદા (મહમદ શફી બટ્ટ) (જ. 1942, બર્બરશા, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત લેખનકાર્ય કર્યું. 1958માં તેઓ બઝમ-એ-અરબાબ ઝોક કાશ્મીરના સેક્રેટરી; 1966-70 દરમિયાન શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતા. તેમણે કાશ્મીરીમાં ‘અમર’ (1990) નામક ગઝલસંગ્રહ આપ્યો…

વધુ વાંચો >

શફી શૌક

શફી શૌક (જ. 18 માર્ચ 1950, કાપ્રિન, જિ. સોપિયાન, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા કાશ્મીરીમાં ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાની જાણકારી ધરાવે છે. હાલ તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં રીડર અને…

વધુ વાંચો >

શબર (વેદમાં)

શબર (વેદમાં) : દક્ષિણ ભારતની એક આદિવાસી જાતિ. ‘ઐત્તરેય બ્રાહ્મણ’માં જણાવ્યા મુજબ તેઓ વિશ્વામિત્રના જ્યેષ્ઠ પુત્રનાં સંતાનો હતાં અને શાપ મળવાથી તેઓ મ્લેચ્છ થયા હતા. ‘મહાભારત’માં જણાવ્યા પ્રમાણે વસિષ્ઠની ગાય કામધેનુનાં છાણ અને અંગોમાંથી તેઓ ઉત્પન્ન થયા હતા. એ રીતે આ પ્રકારની બીજી કેટલીક જાતિઓ પણ ઉત્પન્ન થઈ હતી. શબરો…

વધુ વાંચો >

શબાબ લલિત (ભગવાનદાસ)

શબાબ લલિત (ભગવાનદાસ) [જ. 3 ઑગસ્ટ 1933, ખાનગઢ, જિ. મુઝફ્ફરગઢ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ કવિ. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ., ઉર્દૂમાં એમ.એ., પીએચ.ડી. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ પબ્લિસિટી ઑફિસર તરીકે સેવાનિવૃત્ત થયા પછી લેખનકાર્યમાં જોડાયા. તેઓ અંજુમન તરક્કી-એ-ઉર્દૂ (હિંદ), હિમાચલ પ્રદેશ…

વધુ વાંચો >

શબ્દપ્રમાણ

શબ્દપ્રમાણ : પ્રાચીન ભારતીય દાર્શનિકોએ સ્વીકારેલું એક પ્રમાણ. શબ્દપ્રમાણનું લક્ષણ છે  આપ્તોપદેશ. અર્થાત્, આપ્તવચન શબ્દપ્રમાણ છે. વેદ, શાસ્ત્ર અથવા જ્ઞાની મનુષ્યે કહેલું વાક્ય શબ્દપ્રમાણ છે. અશ્રદ્ધેય વ્યક્તિએ કહેલું વાક્ય પ્રમાણ નથી. ચાર્વાક સિવાય બધા ભારતીય દાર્શનિકો શબ્દપ્રમાણને સ્વીકારે છે; પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ છે કે અનુમાનપ્રમાણમાં જ તે સમાવિષ્ટ છે…

વધુ વાંચો >

શબ્દ-બ્રહ્મ

શબ્દ–બ્રહ્મ : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રની એક આગવી વિભાવના. વૈયાકરણોએ ‘શબ્દ’ના દાર્શનિક સ્વરૂપને મહત્ત્વ આપતાં ‘શબ્દ એ જ બ્રહ્મ છે’ એવા શબ્દબ્રહ્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠાપિત કર્યો છે. સુપ્રસિદ્ધ વૈયાકરણ અને વ્યાકરણશાસ્ત્રની એક વિશિષ્ટ દર્શન તરીકે પ્રતિષ્ઠા કરનાર ભર્તૃહરિએ તેમના ‘વાક્યપદીય’ નામના ગ્રન્થમાં શબ્દની બ્રહ્મ તરીકેની પ્રતિષ્ઠા વિસ્તારપૂર્વક કરી છે. આ ગ્રન્થની સૌપ્રથમ કારિકા…

વધુ વાંચો >

શબ્દવ્યાપારવિચાર

શબ્દવ્યાપારવિચાર : શબ્દશક્તિ વિશે આચાર્ય મમ્મટની રચના. આ નાનકડી રચના મમ્મટે મુકુલ નામના લેખકની ‘અભિધાવૃત્તમાતૃકા’ નામની રચનાની સામે પ્રતિક્રિયા અથવા વળતા જવાબ તરીકે લખી છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ અભિધા, લક્ષણા અને વ્યંજના  એ ત્રણ શબ્દશક્તિઓની ચર્ચા તેમાં રજૂ થઈ છે. આ નાનકડી રચના છ કારિકાઓની બનેલી છે.…

વધુ વાંચો >

શબ્દશક્તિ

શબ્દશક્તિ : જુઓ વૃત્તિ-4.

વધુ વાંચો >

શબ્દસૃષ્ટિ

શબ્દસૃષ્ટિ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર. દર માસની પાંચમી તારીખે પ્રગટ થતું આ માસિક અકાદમીના સ્થાપનાવર્ષ ઈ. સ. 1982ના બીજા વર્ષથી એટલે કે ઈ. સ. 1983થી પ્રગટ થાય છે. તે ગુજરાતી સાહિત્ય જગતની તાસીર અને તસવીર રજૂ કરે છે. સરેરાશ 80થી 100 તથા એથી વધુ પૃષ્ઠસંખ્યા મુજબ વર્ષના 12 (બાર)…

વધુ વાંચો >

શકુંતલા

Jan 6, 2006

શકુંતલા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. શ્ર્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર. નિર્માતા-દિગ્દર્શક : વી. શાંતારામ. કથા-પટકથા : મહાકવિ કાલિદાસના ખ્યાતનામ નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ પરથી – દેવેન શારર. ગીતકાર : દેવેન શારર, રતનપ્રિયા. છબિકલા : વી. અવધૂત. સંગીત : વસંત દેસાઈ. મુખ્ય કલાકારો : જયશ્રી, ચંદ્રમોહન,…

વધુ વાંચો >

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરટેટીને થતા રોગો. તેને ફૂગ અને બૅક્ટેરિયા દ્વારા રોગો થાય છે. કેટલાક જાણીતા રોગો આ પ્રમાણે છે : (1) તળછારો (downy mildew) (સ્યૂડોપેરોનોસ્પોરા ક્યુબે-નસિસ) : આ એક ફૂગજન્ય રોગ છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ધાબાં પડે છે.…

વધુ વાંચો >

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ

Jan 6, 2006

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરિયાને થતા રોગો. તેને ફૂગ દ્વારા રોગો થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે : (1) સફેદ ગેરુ : આ રોગ આલ્બ્યુગો આઇપૉમી (Albugo ipomoea) નામની ફૂગથી થાય છે. આ રોગનું આક્રમણ છોડની પાછલી અવસ્થામાં થાય છે. પાન પર તેની અસર થાય તે પહેલાં…

વધુ વાંચો >

શક્કરિયું

Jan 6, 2006

શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : પદાર્થની કે તંત્રની કાર્ય કરવાની ગુંજાશ. ભિન્ન ભિન્ન સ્વરૂપો ધરાવતી ગતિ માટેના સામાન્ય માપ તરીકે પણ તેને ઓળખાવી શકાય. શક્તિ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, રાસાયણિક અને ન્યૂક્લિયર સ્વરૂપે. શક્તિના પ્રત્યેક સ્વરૂપ થકી તેનો જથ્થો દર્શાવવા માટે ગાણિતિક સૂત્ર તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >

શક્તિ

Jan 6, 2006

શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય…

વધુ વાંચો >

શક્તિ-પરિવર્તકો (power-convertors)

Jan 6, 2006

શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે  મિલી-વૉટની રમકડાની મોટરથી…

વધુ વાંચો >

શક્તિવહન

Jan 6, 2006

શક્તિવહન : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

શક્તિસિંહ

Jan 6, 2006

શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો…

વધુ વાંચો >

શઙ્કુણ્ણિનાયર, એમ. પી.

Jan 6, 2006

શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર…

વધુ વાંચો >