શફી શયદા (મહમદ શફી બટ્ટ)

January, 2006

શફી શયદા (મહમદ શફી બટ્ટ) (. 1942, બર્બરશા, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત લેખનકાર્ય કર્યું. 1958માં તેઓ બઝમ-એ-અરબાબ ઝોક કાશ્મીરના સેક્રેટરી; 1966-70 દરમિયાન શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતા.

તેમણે કાશ્મીરીમાં ‘અમર’ (1990) નામક ગઝલસંગ્રહ આપ્યો છે. તે બદલ તેમને 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે રેડિયો-નાટકો, ટી.વી. નાટકો અને શ્રેણીઓ આપ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા