૨૦.૨૮
વેંકટચેલૈયા, એમ. એન.થી વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા
વેંકટચેલૈયા, એમ. એન.
વેંકટચેલૈયા, એમ. એન. (જ. 25 ઑક્ટોબર 1929) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓના સંકલનકાર. જૂના મૈસૂર રાજ્યના નિવાસી તરીકે શાલેય અને કૉલેજ-શિક્ષણ બૅંગાલુરુ ખાતે લીધું. બૅંગાલુરુની ફૉર્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરો કરી, વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક…
વધુ વાંચો >વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ
વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ…
વધુ વાંચો >વેંકટપ્પૈયા, વેલગા
વેંકટપ્પૈયા, વેલગા (જ. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ…
વધુ વાંચો >વેંકટમાધવ
વેંકટમાધવ : જગતના પ્રાચીનતમ ભારતીય ગ્રંથ ‘ઋગ્વેદ’ના ભાષ્યકાર. એક મત અનુસાર તેમણે ઋગ્વેદ પર બે ભાષ્યો લખ્યાં હતાં; પરંતુ હાલ માત્ર એક જ ભાષ્ય ઉપલબ્ધ છે. તેમના ઋગ્વેદભાષ્યના પ્રથમ અધ્યાયમાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે, તે મુજબ તેમના પિતાનું નામ વેંકટ અને પિતામહનું નામ માધવ છે. તેમની માતાનું નામ સુંદરી…
વધુ વાંચો >વેંકટરત્નમ્, આદિગોપુલા
વેંકટરત્નમ્, આદિગોપુલા (જ. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી…
વધુ વાંચો >વેંકટ રમણય્યા, નેલતુરી
વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન…
વધુ વાંચો >વેંકટ રમણય્યા, બુલુસુ
વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક…
વધુ વાંચો >વેંકટરામન આચાર્ય, પડિગરુ
વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…
વધુ વાંચો >વેંકટરામન, આર.
વેંકટરામન, આર. (જ. 4 ડિસેમ્બર 1910, રાજમાદામ, જિ. તાંજોર, તમિલનાડુ) : જાણીતા રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા રામસ્વામી આયર અને માતા જાનકી અમ્મા. પ્રારંભિક શિક્ષણ વિનયન વિદ્યાશાખાનું મેળવ્યું અને અનુસ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક બન્યા. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી ચેન્નાઈની વડી અદાલતમાં અને ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવી હતી.…
વધુ વાંચો >વેંકટરામન, ક્રિશ્નાસ્વામી
વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત…
વધુ વાંચો >વેંગી શિલ્પશૈલી
વેંગી શિલ્પશૈલી : દક્ષિણમાં આન્ધ્ર (સાતવાહન) રાજાઓ તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં બંધાયેલ અનેક સ્તૂપોની પીઠ પર આરસની અલ્પમૂર્તિ શિલ્પપટ્ટીઓમાં વ્યક્ત થયેલ ઉત્કૃષ્ટ શિલ્પકામ વેંગી શૈલીના નામે પ્રસિદ્ધ છે. આમાં જગ્ગયપેટ અને અમરાવતીનાં કેટલાંક શિલ્પોમાં વેંગી શૈલીનાં પ્રાથમિક લક્ષણો પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું…
વધુ વાંચો >વૈકાતો નદી (Waikato river)
વૈકાતો નદી (Waikato river) : ન્યૂઝીલૅન્ડમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે ઉત્તર ટાપુના મધ્ય ભાગમાં આવેલા માઉન્ટ રુઆપેહુમાંથી નીકળે છે. તે તાઉપો સરોવર, હેમિલ્ટન શહેર અને વૈકાતો વિસ્તારમાંથી પસાર થાય છે, તથા પૉર્ટ વૈકાતો ખાતે ટસ્માન સમુદ્રને મળે છે. તેની કુલ લંબાઈ 364 કિમી. જેટલી છે. આ નદી પર સાતથી…
વધુ વાંચો >વૈકુંઠ પેરુમલ્લનું મંદિર
વૈકુંઠ પેરુમલ્લનું મંદિર : તમિલનાડુમાં કાંચીપુરમ્માં આવેલું પલ્લવશૈલીનું મંદિર. આ મંદિર પલ્લવ રાજા નંદિવર્મન્ બીજા(આશરે 717779)એ બંધાવ્યું હતું. ગર્ભગૃહ પરનું તેનું વિમાન તલમાનમાં સમચોરસ અને 18.3 મીટર (60 ફૂટ) ઊંચું છે. સુંદર થરવાળા ઊંચા અધિષ્ઠાન પર ઊભેલું આ મંદિર ગ્રૅનાઇટ પથ્થરમાંથી બાંધેલું છે. નીચેના તલ ભાગે તે સમચોરસ છે, પરંતુ…
વધુ વાંચો >વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota)
વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota) (જ. 1940, ગામ બૂરુગુપલ્લી, જિ. કરીમનગર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ) : તેલંગાણાનાં ગ્રામીણ અને આદિવાસી સ્ત્રીપુરુષોનું શોભનશૈલીએ નિરૂપણ કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. માત્ર શાલેય શિક્ષણ પ્રાપ્ત કરનાર વૈકુંઠમ્ કલાની બાબતમાં પૂર્ણપણે સ્વશિક્ષિત છે. તેલંગાણાની ગ્રામીણ મહિલાઓ, પુરુષો, ચર્ચા અને અભ્યાસમાં વ્યસ્ત બ્રાહ્મણો અને આદિવાસીઓ વૈકુંઠમના…
વધુ વાંચો >વૈખાનસ શ્રોતસૂત્ર
વૈખાનસ શ્રોતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.
વધુ વાંચો >વૈજયંતીમાલા
વૈજયંતીમાલા (જ. 13 ઑગસ્ટ 1936, ચેન્નાઈ, તામિલનાડુ) : હિંદી ચલચિત્રજગતની અભિનેત્રી અને નૃત્યાંગના. હિંદી ચિત્રોમાં સફળતાનાં શિખરો સર કરનાર આ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ 1951માં ફિલ્મ ‘બહાર’ સાથે હિંદી ચલચિત્રોમાં પગ મૂક્યો હતો. ‘બહાર’નું નિર્માણ તમિળ ચલચિત્ર પરથી કરવામાં આવ્યું હતું. કુશળ નર્તકી વસુંધરાદેવીનાં પુત્રી વૈજયંતીમાલાએ હિંદી ચિત્રોમાં આવતા પહેલાં…
વધુ વાંચો >વૈજવાપાયન વંશ
વૈજવાપાયન વંશ : રાજપીપળાનો એક રાજવંશ. નંદપદ્ર – આજના રાજપીપળામાંથી મળેલ તામ્રદાનશાસન ઉપરથી (વિ. સં. 1347) ઈ. સ. 1290માં આ પ્રદેશમાં વૈજવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવા મળે છે. આ દાનશાસનમાં મહારાજકુલ શ્રી ચાચિગદેવથી શરૂઆત કરી એના પુત્ર મહારાણક શ્રી સોઢલદેવ, એનો પુત્ર મહારાણક શ્રી જેસલદેવ, એનો પુત્ર મહારાજકુંવર શ્રી જૈત્રસિંહ…
વધુ વાંચો >વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન
વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન : સમસ્યાઓના સમાધાન પરત્વે વાસ્તવિકતાનો અભિગમ. વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિર્માણ એ વિજ્ઞાનનું પ્રમુખ પ્રદાન રહ્યું છે. આથી જ તો વિજ્ઞાને જીવન અને વિશ્વનો બહુ પહોળો પટ આવરી લીધો છે. વિજ્ઞાનની વિશેષતાઓ માત્ર વિજ્ઞાનીઓ સુધી સીમિત નથી રહી. સમસ્યાઓ ભલે વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક, વ્યક્તિગત કે સમૂહગત હોય;…
વધુ વાંચો >વૈજ્ઞાનિક સંચાલન
વૈજ્ઞાનિક સંચાલન : કોઈ પણ કાર્યના સમયબદ્ધ સંચાલનના અભ્યાસ અને તેને આધારે તેના સૂક્ષ્મ વિભાગીકરણ દ્વારા ન્યૂનતમ સમયમાં તેને પૂરી ક્ષમતાથી સિદ્ધ કરવાની તર્કબદ્ધ પદ્ધતિ. ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ કરવા ફ્રેડરિક ડબ્લ્યૂ. ટેઇલરે 1893માં વૈજ્ઞાનિક સંચાલનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે બૉલબેરિંગ બનાવતી સીમોન્ડ્ઝ રોલિંગ મશીન કંપનીમાં તે અમલમાં મૂકી કંપનીનાં ઉત્પાદન, ગુણવત્તા તેમજ…
વધુ વાંચો >વૈતાન શ્રૌતસૂત્ર
વૈતાન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.
વધુ વાંચો >