૧.૨૨
અવક્ષેપનથી અશોકના અભિલેખ
અવાળુ-શોથ
અવાળુ-શોથ (gingivitis) : ચેપને કારણે આવતો પેઢાંનો સોજો. ભારતમાં 80% લોકોમાં આ રોગ જણાય છે. શરૂઆતમાં પીડાકારક ન હોવાને કારણે તેનું નિદાન મોડું થાય છે. સમય જતાં તેમાંથી પાયોરિયા (પરિદંતશોફ, periodontosis) થાય છે. પરુવાળાં પ્રવાહી જ્યારે અવાળુની આસપાસ જોવામાં આવે ત્યારે તેને સપૂયસ્રાવ (pyorrhoea) કહે છે. દાંત અને મોઢાની અપૂરતી…
વધુ વાંચો >અવિદ્યા
અવિદ્યા : પદાર્થનું અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન. બુદ્ધિ (જ્ઞાન) બે પ્રકારની છે : વિદ્યા અને અવિદ્યા. પદાર્થનું જ્ઞાન તે વિદ્યા, અને અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન તે અવિદ્યા છે (વૈશેષિક સૂ. 9-2, 13). અવિદ્યાના ચાર પ્રકાર છે : સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. (1) ભિન્ન ધર્મોવાળા પદાર્થોના સમાન ધર્મોને જ જોવાથી…
વધુ વાંચો >અવિધિસરનું શિક્ષણ
અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે. કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ…
વધુ વાંચો >અવિપત્તિકર ચૂર્ણ
અવિપત્તિકર ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડાં, આંબળાં, નાગરમોથ, બીડલવણ, વાવડિંગ, ઇલાયચી અને તમાલપત્ર – દરેક એક એક ભાગ, લવિંગ અગિયાર ભાગ, નસોતર ચુંમાળીસ ભાગ અને સાકર છાસઠ ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવામાં આવે છે. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું ઠંડા પાણી સાથે દિવસમાં…
વધુ વાંચો >અવિભાગાદ્વૈત
અવિભાગાદ્વૈત : ભારતીય તત્વજ્ઞાનમાં વિજ્ઞાનભિક્ષુનો અદ્વૈત સિદ્ધાંત. આ જગતમાં અંતિમ પારમાર્થિક તત્વની દૃષ્ટિએ એકત્વ છે કે અનેકત્વ, એવા પ્રશ્નોનું સમાધાન આપતા સઘળા મતોનું ખંડન કરીને આચાર્ય વિજ્ઞાનભિક્ષુ પોતાના ‘બ્રહ્મસૂત્રવિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગાદ્વૈતનું પ્રતિપાદન નીચે મુજબ કરે છે : બ્રહ્મ એક છે; અને આ દૃશ્યમાન સકળ સચરાચર જગત એ બ્રહ્મથી ભિન્ન છે, તેમજ…
વધુ વાંચો >અવિયોજન
અવિયોજન (nondisjunction) : કોષવિભાજન દરમ્યાન રંગસૂત્રો છૂટા નહિ પડવાની ઘટના. ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના કોષોમાં રંગસૂત્રો નિશ્ચિત સંખ્યામાં અને જોડમાં હોય છે. પ્રજનનકોષોના નિર્માણ સમયે સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં આવેલાં આ રંગસૂત્રોનું વિયોજન થતાં તેઓ અલગ અલગ પ્રજનનકોષમાં પ્રવેશે છે. પરિણામે પ્રજનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃઓના શારીરિક (somatic) કોષો કરતાં…
વધુ વાંચો >અવેજ
અવેજ (consideration) : એક પ્રકારની લેવડદેવડ (quid pro quo). અવેજ એ કરારનો પાયો છે. તેના વિના કરાર કાયદેસર ટકી શકતો નથી. કોઈ પણ કરારમાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વ્યક્તિ વચન આપનાર છે અને બીજી વ્યક્તિ વચન લેનાર છે. એક પક્ષકાર વચન આપે તેના બદલામાં વચન લેનારે કંઈક આપવું…
વધુ વાંચો >અવેસ્તા (ઝંદ)
અવેસ્તા (ઝંદ) : જરથોસ્તી ધર્મનો મૂળ ગ્રંથ. ઝંદનો અર્થ ભાષ્ય-ટીકા થાય છે. અવેસ્તાની ગાથા અને ઋગ્વેદના કેટલાક મંત્ર મળતાં આવે છે અને કેટલાંક તો એક જ અર્થનાં છે. મૂળ અવેસ્તા ગ્રંથ ઘણો મોટો હતો, પરંતુ સિકંદરે જ્યારે ઈરાન જીત્યું ત્યારે તેનો ઘણો અંશ નાશ પામ્યો હતો. સાતમી સદીમાં મુસ્લિમોની ચડાઈથી…
વધુ વાંચો >અશરફખાન
અશરફખાન (જ. 1880, ઇન્દોર; અ. 11 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : જૂની ગુજરાતી રંગભૂમિના નટ. અશરફખાન બહુ ભણ્યા ન હતા, પણ મઝહબ(ધર્મ)નું જ્ઞાન મેળવ્યું હતું. પાંચ વાર નમાજ પઢતા અને દારૂ વગેરે વ્યસનોથી દૂર રહેલા. ઘેરથી નાસી જઈને શરૂઆતમાં તેઓ નાની વાંકાનેર કંપનીમાં જોડાયેલા, પણ તેમના વાલી બાબુરાવ કંપનીમાંથી છોડાવીને ઘેર…
વધુ વાંચો >અવક્ષેપન
અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl– આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય…
વધુ વાંચો >અવક્ષેપન અનુમાપનો
અવક્ષેપન અનુમાપનો (precipitation titrations) : રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અવક્ષેપ ઉપર આધારિત અનુમાપનો. રાસાયણિક પૃથક્કરણની અનુમાપન પદ્ધતિમાં સૌપ્રથમ અવક્ષેપન અનુમાપન ગેલ્યુસેક શોધ્યું હતું. હેલાઇડ – સિલ્વર નાઇટ્રેટ, મર્ક્યુરી – થાયોસાયનેટ, ક્રોમેટ/સલ્ફેટ – બેરિયમ/લેડ, અને ઝિંક-પોટૅશિયમ ફેરોસાઇનાઇડ વગેરે અવક્ષેપન-પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાયેલી છે. આ ઉપરાંત સિલ્વર સાઇનાઇડ દ્વારા કરાતું સંકીર્ણમિતીય (complexometric) અનુમાપન…
વધુ વાંચો >અવચ્છેદન
અવચ્છેદન : પ્રતિયોગીપણાનો નિશ્ચય કરવાની ક્રિયા. અવચ્છેદ એટલે પ્રતિયોગી અથવા વિરોધી, જેનું અસ્તિત્વ તેના વિરોધી વિના સંભવે નહિ. ઘટાભાવ એ ઘટનું પ્રતિયોગી છે. ઘટ ન હોય તો ઘટાભાવ સમજાય નહિ. અવચ્છેદનો બીજા અર્થ છે વ્યાપ્તિ, નિયમપૂર્વકનું સાહચર્ય; જેમ કે, ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.’ એ પ્રમાણે ધુમાડો…
વધુ વાંચો >અવતલન
અવતલન (subsidence) : ભૂપૃષ્ઠની નાના કે મોટા પ્રદેશના પેટાળમાં ગરક થઈ જવાની, બેસી જવાની કે દબી જવાની ક્રિયા. આ માટેનાં કારણોમાં મુખ્યત્વે તો ભૂસંચલનક્રિયાને જવાબદાર લેખી શકાય અને એ સંદર્ભમાં જોતાં અવતલનને એક એવા પ્રકારનું ભૂસંચલન ગણાવી શકાય, જેમાં બેસી જતા ભાગની એક પણ બાજુ મુક્ત હોતી નથી. ભૂપૃષ્ઠનો ખડકજથ્થો…
વધુ વાંચો >અવતાર અને અવતારવાદ
અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…
વધુ વાંચો >અવધ રાજ્ય
અવધ રાજ્ય : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) બાદ સામ્રાજ્યના થયેલ વિઘટનને પરિણામે અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર રાજ્ય. તેમાં હાલના ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થયો હતો. તેની સ્થાપના મુઘલ પાદશાહ મુહમ્મદશાહના અમીર સાદતખાને કરી હતી (1722). સાદતખાનના મૃત્યુ (1739) પછી અવધના નવાબ બનનાર સાદતખાનના જમાઈ સફરદજંગે અવધને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું.…
વધુ વાંચો >અવધાન કાવ્ય
અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય…
વધુ વાંચો >અવધાનવિદ્યા
અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી,…
વધુ વાંચો >અવધૂત સંપ્રદાય
અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે. અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે.…
વધુ વાંચો >અવધૂતસ્વામી નારાયણાનંદ
અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર,…
વધુ વાંચો >