૧.૦૮
અદભુત કાર્બ-સંયોજનોથી અધ્યારોપિત જળપરિવાહ
અધોવાંક અને ઊર્ધ્વવાંક
અધોવાંક અને ઊર્ધ્વવાંક (syncline and anticline) : મુખ્ય ગેડપ્રકારો. કુદરતી સ્થિતિમાં ગેડરચનાનાં વિવિધ સ્વરૂપો જોવા મળતાં હોય છે. કેટલીક ગેડરચનાઓ તદ્દન સરળ પ્રકારની તો કેટલીક ઓછીવત્તી ગૂંચવણભરી સ્થિતિ દર્શાવતી હોય છે. મોટા ભાગની ગેડરચનાઓ મુખ્યત્વે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવાં બે સ્વરૂપોમાં જોવા મળે છે. અધોવાંક : આ એવા પ્રકારની ગેડ…
વધુ વાંચો >અધોવાંકમાળા
અધોવાંકમાળા (synclinorium) : મોટા વિસ્તારને આવરી લેતી વિશાળ અધોવાંકમય રૂપરેખાવાળી જટિલ ગેડરચના (folds). અધોવાંકમાળાના બંને ભુજના સ્તરોમાં એક પછી એક અસંખ્ય ગેડ રચાયેલી હોય છે. એક જ વય અને વર્ગના સ્તરો આ વિસ્તાર પર પથરાયેલા હોય અને તેમાં અસંખ્ય નાની નાની કે નાનીમોટી ગેડ હોય તો તે આખીય સંરચનાને અધોવાંકમાળા…
વધુ વાંચો >અધ્યક્ષ, ધારાગૃહ
અધ્યક્ષ, ધારાગૃહ (speaker) : ભારતમાં લોકસભા તેમજ રાજ્યોનાં ધારાગૃહની સભાનું પ્રમુખસ્થાન ધારણ કરનાર તથા તેનું સંચાલન કરનાર પદાધિકારી. આ સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. આ ચૂંટણી લોકસભામાં બંધારણની કલમ 93 મુજબ અને…
વધુ વાંચો >અધ્યાત્મરામાયણ (15મી સદી)
અધ્યાત્મરામાયણ (15મી સદી) : ભગવાન રામનું ચરિત વર્ણવતો સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ. ‘અધ્યાત્મરામચરિત’ અથવા ‘આધ્યાત્મિક રામસંહિતા’ એવાં નામોથી પણ આ ગ્રંથ ઓળખાય છે. આ ગ્રંથ વાલ્મીકિના રામાયણને આધારે લખાયેલો હોવાથી વાલ્મીકિના રામાયણની જેમ સાત કાંડોનો બનેલો છે. તેમાં 65 સર્ગો છે. પંદરમી સદીમાં તે રામ શર્મા નામના કોઈક શિવભક્તે લખેલો…
વધુ વાંચો >અધ્યાત્મરામાયણમ્ (18મી સદી)
અધ્યાત્મરામાયણમ્ (18મી સદી) : મુનિપલ્લિ સુબ્રમણ્ય કવિએ રચેલ તેલુગુ કાવ્ય. એમાં 104 કીર્તનો છે, જેમાં વધારેમાં વધારે સંખ્યા યુદ્ધકાંડનાં પદોની છે. એમાં સંગીત અને કવિતાનો સુભગ સમન્વય થયેલો છે. રસવૈવિધ્યપૂર્ણ આ કૃતિનાં ગીતો મધુર સ્વરે ગાઈ, એની પર આજીવિકા રળનાર એક વર્ગ છે, જે એની લોકપ્રિયતા દર્શાવે છે. કવિને રાજ્યાશ્રય…
વધુ વાંચો >અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા)
અધ્યાત્મવાદ (સાંસ્કૃતિક માનવવિદ્યા) : અધ્યાત્મ એ દર્શનનું પ્રાથમિક રૂપ છે. સભ્યતાના વિકાસના પ્રારંભકાળમાં મનુષ્ય પાસે કોઈ ને કોઈ સ્વરૂપે દર્શન હતું. જીવન અને જગત પ્રત્યે કેટલાક વિશ્વાસો અને કેટલીક માન્યતાઓ મનુષ્ય ધરાવતો હતો. સાધનોનો અભાવ, જ્ઞાનની અલ્પતા અને વિકાસના પ્રથમ સોપાનની નિકટ હોઈને તે આ સમસ્યાઓ ઉપર ઊંડું ચિંતન કરી…
વધુ વાંચો >અધ્યાપન
અધ્યાપન : અધ્યેતા અથવા વિદ્યાર્થીને અધ્યાપક અથવા શિક્ષક કશુંક શીખવવા જે જે પ્રવૃત્તિઓ કરે છે તે. અધ્યાપન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને કશીક માહિતી કે સમજ કે કશુંક જ્ઞાન અને કૌશલ્ય આપે છે. આમ સામાન્ય દૃષ્ટિએ જોઈએ તો અધ્યાપન એ કોઈ બે વ્યક્તિઓ – શિક્ષક અને વિદ્યાર્થી – વચ્ચે ચાલતી હેતુપૂર્વકની એવી…
વધુ વાંચો >અધ્યાપનમંદિર
અધ્યાપનમંદિર : શિક્ષકોને અધ્યાપન માટેની તાલીમ આપતી વિશિષ્ટ સંસ્થા. આ પ્રકારની તાલીમ આપવાની આવશ્યકતા અંગે ઓગણીસમી સદીમાં યુરોપમાં બે ભિન્ન વિચારસરણી પ્રવર્તમાન હતી. ફ્રાન્સની સર્વસાધારણ શાળાઓમાં વિષયોનું શિક્ષણ સંગીન બનાવવા પર ભાર મુકાતો. અને તેથી શિક્ષણશાસ્ત્રના વિષયો અને શિક્ષણની પદ્ધતિનું જ્ઞાન અનુભવથી મળી રહે છે એમ મનાતું. જર્મન શિક્ષણવિદો શિક્ષણના…
વધુ વાંચો >અધ્યારોપિત જળપરિવાહ
અધ્યારોપિત જળપરિવાહ (superimposed drainage) : નવા ખડકો પરથી જૂના ખડકો પર વહેતો જળપરિવાહ. કેટલાક વિસ્તારોમાં જૂની વયના ખડકો નવી વયના ખડકોના આવરણથી ઢંકાઈ ગયેલા હોય છે. સ્થળદૃશ્યની આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ થતી જળપરિવાહરચના (નદીપ્રવાહ) સપાટી પર રહેલા નવા ખડકો અનુસાર વહે છે. તે જળપરિવાહને નીચે રહેલા જૂના ખડકો સાથે કોઈ…
વધુ વાંચો >અદ્ભુત કાર્બ-સંયોજનો
અદ્ભુત કાર્બ-સંયોજનો (fascinating organic compounds) : વિવિધ પ્રકારના અટપટા આકાર અણુબંધારણ ધરાવતાં કાર્બનિક સંયોજનો. નીચે દર્શાવેલ કેટલાક અણુઓનાં બંધારણ જોતાં જ તેની અદભુતતા સ્પષ્ટ સમજાશે. ડીવાર બેન્ઝિનનો આકાર ઉઘાડેલ પુસ્તક જેવો, પ્રિઝમેનનો પ્રિઝમ (ત્રિપાર્શ્વ) જેવો, ક્યૂબેનનો ઘન જેવો, ફેરોસીનનો સૅન્ડવિચ જેવો, બાસ્કેટીનનો બાસ્કેટ જેવો અને ઍડેમેન્ટેનનો આકાર પાંજરા જેવો છે,…
વધુ વાંચો >અદ્ભુતદર્પણ
અદ્ભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક…
વધુ વાંચો >અદ્ભુતસાગર
અદ્ભુતસાગર : મિથિલાના રાજા બલ્લાલસેને રચેલો સંસ્કૃત ગ્રંથ. તેમાં વેદવેદાંગોથી આરંભી વિક્રમની દશમી શતાબ્દી સુધીના જ્યોતિષ, આયુર્વેદ, શુકન આદિ વિષયોનું દોહન કરીને શુભાશુભ અદભુતોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં પૃથ્વી ઉપર દેખાતા અદભુત બનાવોનાં પરિણામોનો વિચાર કરવામાં આવ્યો છે. આથી ગ્રંથનું ‘અદભુતસાગર’ નામ આપ્યું જણાય છે. આ ગ્રંથના દિવ્યાશ્રય, અંતરીક્ષાશ્રય…
વધુ વાંચો >અદ્ભુતાનંદજી
અદ્ભુતાનંદજી (જ. 1847, પાડગોલ, તા. પેટલાદ; અ. 1947, મહેલોલ, તા. ગોધરા) : વૈદિક પરંપરાના પ્રસિદ્ધ સંન્યાસી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ, પૂર્વાશ્રમનું નામ ભોળાનાથ, પિતા ગૌરીશંકર અને માતા યમુનાગૌરી. અભ્યાસ ચાર ગુજરાતી ચોપડી. ગોવિંદલાલ ગોસાંઈ પાસે શ્રીમદભાગવતનું અધ્યયન, વૈદિક કર્મકાંડનો પણ અભ્યાસ કરેલો. ભાઈઓ સાથેના કુટુંબકલેશથી કંટાળી 50 વર્ષે વાનપ્રસ્થ ગ્રહણ કર્યું…
વધુ વાંચો >અદ્વૈતવાદ
અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…
વધુ વાંચો >અદ્વૈતસિદ્ધાન્ત
અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય…
વધુ વાંચો >અધિઅહમ્
અધિઅહમ્ : જુઓ, મનોવિશ્લેષણ.
વધુ વાંચો >અધિક નફાવેરો
અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે…
વધુ વાંચો >અધિકનિવેશન
અધિકનિવેશન (intercalation) : સૌરવર્ષની સાથે સામાન્ય તિથિપત્રનો સુમેળ સાધવા સારુ કરવામાં આવેલું દિવસોનું ઉમેરણ. દિવસ, માસ અને વર્ષ રૂપે કાળગણના કરતી વખતે સૌરવર્ષની સાથે સુમેળ બેસાડવા માટે નાના એકમ તરીકે એક કે વધુ દિવસો ઉમેરવા પડે છે. સામાન્ય વ્યવહારોપયોગી એવા સમયના એકમો અને તેમની સાથે સંકળાયેલી ખગોલીય ઘટનાઓ નીચે મુજબ…
વધુ વાંચો >