અધોવાંકમાળા (synclinorium) : મોટા વિસ્તારને આવરી લેતી વિશાળ અધોવાંકમય રૂપરેખાવાળી જટિલ ગેડરચના (folds).

અધોવાંકમાળા

અધોવાંકમાળાના બંને ભુજના સ્તરોમાં એક પછી એક અસંખ્ય ગેડ રચાયેલી હોય છે. એક જ વય અને વર્ગના સ્તરો આ વિસ્તાર પર પથરાયેલા હોય અને તેમાં અસંખ્ય નાની નાની કે નાનીમોટી ગેડ હોય તો તે આખીય સંરચનાને અધોવાંકમાળા કહેવાય છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ