૧૯.૧૯
વલભીપુરથી વસિષ્ઠ મૈત્રાવરુણ
વલભીપુર
વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…
વધુ વાંચો >વલભી વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે…
વધુ વાંચો >વલભી સંવત
વલભી સંવત : જુઓ સંવત.
વધુ વાંચો >વલલી, શ્રીમતી અલરમેલ
વલલી, શ્રીમતી અલરમેલ (જ. 14 સપ્ટેમ્બર 1956, ચેન્નાઈ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં અગ્રગણ્ય નૃત્યાંગના. તેમણે પરંપરાગત નૃત્ય ભરતનાટ્યમને પુનઃ જીવિત કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. બાળપણથી જ તેમને શાસ્ત્રીય કળા પ્રત્યે ઊંડો રસ હતો. તેમણે ચૌક્કાલિંગમ્ પિલ્લે તથા શ્રી સુબ્બારય્યા પિલ્લે જેવા વિદ્વાન પ્રતિષ્ઠિત ગુરુઓ પાસેથી નૃત્યનું શિક્ષણ લીધું હતું. અલરમેલ વલલીના…
વધુ વાંચો >વલય-અધોગમન (cauldron subsidence)
વલય-અધોગમન (cauldron subsidence) : પૃથ્વીના પોપડાનું વર્તુળાકારે થતું અવતલન. પોપડાનો કોઈ ભૂમિભાગ વલય આકારની ફાટોમાં તૂટે ત્યારે તેમાંથી અલગ પડેલા મધ્યભાગનું અવતલન થવાની ક્રિયા. આ ક્રિયાને પરિણામે 1થી 15 કિમી. જેટલા વ્યાસવાળા, તૂટેલા ઓછાવત્તા નળાકાર વિભાગો ઊભી કે ત્રાંસી વલય-ફાટો પર સરકીને નીચે રહેલા મૅગ્મા સંચયસ્થાનમાં દબવાથી તૈયાર થતી રચના.…
વધુ વાંચો >વલયગોલક (Armillary sphere)
વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય.…
વધુ વાંચો >વલસંગકર, વ્યંકટેશ શામરાવ
વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન. વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વલસાડ (જિલ્લો)
વલસાડ (જિલ્લો) : ગુજરાત રાજ્યની દક્ષિણ સીમા પર આવેલો સરહદી જિલ્લો. ભૌગોલિક સ્થાન : આશરે 20° 07´થી 20° 46´ ઉ. અ. અને 72° 43´થી 73° 30´ પૂ. રે. વચ્ચેનો ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવસારી જિલ્લો, પૂર્વ તરફ મહારાષ્ટ્ર સાથેની આંતરરાજ્યસીમા, દક્ષિણ તરફ દાદરા-નગરહવેલી અને મહારાષ્ટ્ર સાથેની…
વધુ વાંચો >વલી ગુજરાતી
વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ…
વધુ વાંચો >વલ્કન (Vulcan)
વલ્કન (Vulcan) : બુધ અને સૂર્ય વચ્ચેનો વણશોધાયેલો ગ્રહ. ‘વલ્કન’ નામે ઓળખાતા અનુમાનિત કે પરિકલ્પિત (hypothetical) એવા આ ગ્રહને શોધવાના ઓગણીસમી સદીમાં ઘણા પ્રયત્નો થયા હતા. આવો કોઈ ગ્રહ હોવાનો વિચાર બુધના કક્ષાભ્રમણમાં જોવા મળતી અનિયમિતતામાંથી ઉદભવેલો. એ સૌ જાણે છે કે ગ્રહો સૂર્યની આસપાસ ગોળ નહિ, પણ લંબગોળ (elliptic),…
વધુ વાંચો >વસન્તોત્સવ
વસન્તોત્સવ (પ્ર. આ. 1905) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામ (1877-1964)નું આશરે 2000 પંક્તિઓમાં લખાયેલું કથાકાવ્ય. તેમાં વસન્તના મ્હોરતા પ્રભાતે પ્રથમ મોરલી સાથે એક યુવક નામે રમણનો પ્રવેશ થાય છે અને એ જ સમયે સખીવૃન્દ સાથે એક યુવતી નામે સુભગા પણ ત્યાં આવી પહોંચે છે. રમણ એક હીંચકા પર હીંચતો હોય…
વધુ વાંચો >વસવાટ (habitat)
વસવાટ (habitat) સજીવો જ્યાં વસે છે તે સ્થાન. પ્રકૃતિ સાથે વસવાટનો અભિગમ અત્યંત મહત્વનો છે, કારણ કે તે સજીવો અને તેના પર કાર્ય કરી રહેલાં અજૈવ પરિબળોના અભ્યાસનો હેતુ ધરાવે છે. સજીવો કુદરતમાં વિવિધ પ્રકારના વસવાટમાં જોવા મળે છે. જૈવપરિમંડળમાં મુખ્ય ચાર પ્રકારના વસવાટ જોવા મળે છે : મીઠું પાણી,…
વધુ વાંચો >વસંત
વસંત : ગુજરાતનાં સાહિત્યિક સામયિકોમાં આગવી પ્રતિષ્ઠા ધરાવનારું આનંદશંકર ધ્રુવ સંપાદિત સામયિક. વિ. સં. 1958ના મહા મહિનાના પ્રથમ અંકમાં આનંદશંકર ધ્રુવ સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે ‘આપણો છેલ્લાં પચાસ વર્ષોનો ઇતિહાસ અવલોકીશું તો જણાશે કે એ દરમિયાન આપણા આચારવિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારો થઈ ગયા છે. કેટલાક…
વધુ વાંચો >વસંતઋતુ (spring)
વસંતઋતુ (spring) : શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં માણી શકાય છે. ભારત અયનવૃત્તીય પ્રદેશમાં હોઈને મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં પ્રવર્તે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ ઋતુ સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી રહે…
વધુ વાંચો >વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત)
વસંતકુસુમાકર રસ (સુવર્ણયુક્ત) : સપ્તધાતુવર્ધક ઉત્તમ ફલપ્રદ, આયુર્વેદિક રસાયન-ઔષધિ. આયુર્વેદના ગ્રંથોમાં ‘વસંતકુસુમાકર રસ’નો પ્રથમ પાઠ શાર્ઙ્ગધર સંહિતામાં આપેલ છે; પરંતુ આ પાઠ મુજબની ઔષધિ વૈદ્યોમાં હાલ પ્રચલિત નથી. હાલમાં વૈદ્યો ‘રસયોગ સાગર’, ‘રસરાજ સુંદર’, ‘રસતંત્રસાર’ તથા એવા અન્ય મહત્વના રસ-ગ્રંથોમાં આપેલ પાઠ મુજબ આ ઔષધિ તૈયાર કરી વાપરે છે. મોટાભાગની…
વધુ વાંચો >વસંતન, એસ. કે. (ડૉ.)
વસંતન, એસ. કે. (ડૉ.) (જ. 17 નવેમ્બર 1935, એડાપલ્લી, એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં તથા મલયાળમમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીના તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્ય પણ રહ્યા.…
વધુ વાંચો >વસંતવિનોદી
વસંતવિનોદી : જુઓ દેસાઈ ચંદુલાલ મણિલાલ.
વધુ વાંચો >વસંતવિલાસ
વસંતવિલાસ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ફાગુકાવ્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈનકવિઓએ અને થોડાક જૈનેતર કવિઓએ અનેક ફાગુકાવ્યો લખ્યાં છે. વસંતવર્ણનનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ફાગુ તરીકે ઓળખાય છે. વસંતવર્ણન નિમિત્તે શૃંગારરસની નિષ્પત્તિ માટે ફાગુકાવ્યો લખાયાં છે. ‘વસંતવિલાસ’ ઈ. સ. 14મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું મનાય છે. એના કર્તાનું નામ સ્પષ્ટ…
વધુ વાંચો >વસંતીકરણ
વસંતીકરણ : બીજાંકુરની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓને ઉત્તેજવા તેને વાવતાં અગાઉ નિશ્ચિત સમય માટે આપવામાં આવતી યોગ્ય તાપમાનની કે રાસાયણિક પટ ઈન્ડોલ એસેટિક ઍસિડ-IAA (IAA, જીબરેલિન કે સાયટોકાયનિન જેવા વનસ્પતિ-અંત:સ્રાવો)ની ચિકિત્સા. આ પ્રકારની ચિકિત્સાથી ભ્રૂણમાં થતાં જૈવરાસાયણિક પરિવર્તનોને કારણે તેના વિકાસની પ્રક્રિયા ઉત્તેજાય છે અને શિયાળુ જાતમાં વસંતઋતુમાં પુષ્પનિર્માણ શક્ય…
વધુ વાંચો >વસાણી, નવનીત વાડીલાલ
વસાણી, નવનીત વાડીલાલ (જ. 18 ઑગસ્ટ 1939, બરવાળા, જિ. અમદાવાદ, ગુજરાત) : કુશળ શિક્ષક અને ટેક્નોક્રૅટ, સમર્પિત કેળવણીકાર અને સંશોધક, સંસ્થા-નિર્માતા અને કુશળ વહીવટકર્તા. શિક્ષણ ગુજરાત કૉલેજ, અમદાવાદ તથા એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં. ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઑવ્ એન્જિનિયરિંગ(મિકૅનિકલ એન્જિનિયરિંગ)ની પદવી (1962). સરકારી ઇજનેરી કૉલેજમાં તથા પાછળથી મોરબીની લખધીરસિંહજી ઇજનેરી કૉલેજમાં…
વધુ વાંચો >