૧૮.૨૨
લિક્ટેનસ્ટાઇન (Liechtenstein)થી લિપમૅન, વૉલ્ટર
લિક્ટેનસ્ટાઇન (Liechtenstein)
લિક્ટેનસ્ટાઇન (Liechtenstein) : દક્ષિણ–મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 9° 34´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઑસ્ટ્રિયા તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા છે.…
વધુ વાંચો >લિક્વિડેટર
લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું…
વધુ વાંચો >લિખ્ટેન્સ્ટીન, રૉય
લિખ્ટેન્સ્ટીન, રૉય (જ. 27 ઑક્ટોબર 1923, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર અને પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંના એક. તેમણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને 1949માં માસ્ટર ઇન ફાઇન આર્ટ્સની ઉપાધિ પ્રાપ્ત કરી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં 1946થી 1951 સુધી. ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં 1957થી 1960 સુધી અને ન્યૂ જર્સીના ન્યૂ…
વધુ વાંચો >લિગડે, જયદેવીતાઈ
લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા…
વધુ વાંચો >લિગન્ના, કનિપકમ્
લિગન્ના, કનિપકમ્ (જ. 16 જુલાઈ 1935, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને નવલકથાકાર. તેમણે એસ. વી. યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની પદવી મેળવી. તે ઉપરાંત હિંદી પ્રવીણની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને હિંદી પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે તેલુગુમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલુપુ’ (1971), ‘શ્વેત્ચા ગાનમ્’ (1982),…
વધુ વાંચો >લિગુરિયન સમુદ્ર
લિગુરિયન સમુદ્ર : પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો ઉત્તર તરફનો જળવિભાગ. ઇટાલીના વાયવ્ય કોણમાં આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે ખુલ્લા ભૂમધ્ય સમુદ્ર અને જેનોઆના અખાતની વચ્ચેનો ભાગ આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 43° 30´ ઉ. અ. અને 9° 00´ પૂ. રે. આ સમુદ્ર અને જેનોઆના અખાતની ઉત્તરે ઇટાલીનો લિગુરિયા વિસ્તાર…
વધુ વાંચો >લિગુરિયા (Liguria)
લિગુરિયા (Liguria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો ઇટાલીનો વિકસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 8° 50´ પૂ. રે.ની આજુબાજુનો 5,421 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ લિગુરિયન સમુદ્રને મથાળે તે ચાપ આકારે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે. તેની પહોળાઈ સરેરાશ 24 કિમી. જેટલી છે. તેની…
વધુ વાંચો >લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)
લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron…
વધુ વાંચો >લિગ્નાઇટ
લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ…
વધુ વાંચો >લિચ્છવી
લિચ્છવી : બિહારના ઉત્તર ભાગમાં (વર્તમાન મુઝફ્ફરપુર જિલ્લામાં) ઈ. પૂ. છઠ્ઠી સદીથી વસવાટ કરતી પ્રાચીન જાતિ. એમનું પાટનગર વૈશાલી હતું. ‘લિચ્છ’ નામના મહાપુરુષના વંશજ હોવાને કારણે અથવા એમણે કોઈ પ્રકારનું ચિહન (લિક્ષ) ધારણ કર્યું હોવાથી તેઓ ‘લિચ્છવી’ તરીકે ઓળખાયા એવી માન્યતા છે. ‘લિચ્છવી’ એટલે ‘પારદર્શક પાતળી ચામડીવાળા’ એવો અર્થ પણ…
વધુ વાંચો >લિઝાર્ડાઇટ (lizardite)
લિઝાર્ડાઇટ (lizardite) : સર્પેન્ટાઇન જૂથનું ખનિજ. રાસા. બં. : Mg3Si2O5(OH)4 સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : દળદાર, સૂક્ષ્મ દાણાદાર – સ્થૂળ દાણાદાર તેમજ ઘનિષ્ઠ કે નાનાં ભીંગડાં સ્વરૂપે મળે. કઠિનતા : 2.5. ઘનતા : 2.55થી 2.58. સંભેદ : (001) ફલક પર પૂર્ણ. રંગ : લીલો, શ્વેત; પારભાસક. પ્રાપ્તિસ્થિતિ : દળદાર…
વધુ વાંચો >લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc)
લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc) (જ. 22 ઑક્ટોબર 1811, રેઇડિંગ, હંગેરી; અ. 31 જુલાઈ 1886, બેરુથ, જર્મની) : પ્રસિદ્ધ હંગેરિયન પિયાનોવાદક અને સંગીતનિયોજક. તેનાં શ્રેષ્ઠ સર્જનોમાં એકલા પિયાનો માટેના ટુકડા, બે પિયાનો કન્ચર્ટો, બાર સિમ્ફનિક પોએમ્સ, થોડી હંગેરિયન રહેપ્સૉડિઝ અને ચર્ચ માટેનાં સંખ્યાબંધ ખ્રિસ્તી ધાર્મિક વૃંદગાનનો સમાવેશ થાય છે. જર્મનીના રાજા…
વધુ વાંચો >લિટમસ
લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે…
વધુ વાંચો >લિટર્જિકલ નાટક (liturgical drama)
લિટર્જિકલ નાટક (liturgical drama) : મધ્યયુગમાં, બાઇબલની કથાઓના આધારે લખાયેલ અને સંતપુરુષોના જીવન વિશેની વાત રજૂ કરતું ચર્ચમાં અથવા તો ચર્ચની નજીક ક્યાંક ભજવવામાં આવતું નાટક. અલબત્ત, આનાં મૂળ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના કર્મકાંડમાં હતાં; આમ છતાં આવાં નાટકો ચર્ચની સેવાઓના અનિવાર્ય અંગ તરીકે ભજવાતાં ન હતાં. લિટર્જિકલ નાટકની ભાષા સામાન્યત:…
વધુ વાંચો >લિટલટન (Lyttelton)
લિટલટન (Lyttelton) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુના પૂર્વ કિનારા પરનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 43° 35´ દ. અ. અને 172° 42´ પૂ. રે.. આ બંદર ક્રાઇસ્ટ ચર્ચ અને કૅન્ટરબરી નામના બંને પ્રાંતો માટે મુખ્ય બંદર તરીકે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણ ટાપુ માટે તે અત્યંત વ્યસ્ત બંદર બની રહેલું છે.…
વધુ વાંચો >લિટવિનૉવ, મૅક્સિમ માક્સિમૉવિચ
લિટવિનૉવ, મૅક્સિમ માક્સિમૉવિચ (જ. 17 જુલાઈ 1876, બિયાલિસ્ટોક, પોલૅન્ડ; અ. 31 ડિસેમ્બર 1951, મૉસ્કો) : સોવિયેત મુત્સદ્દી, વિદેશખાતાના વડા અને નિ:શસ્ત્રીકરણની નીતિના સમર્થક. તેમનું મૂળ નામ મીર વાલેચ હતું અને રશિયન પોલૅન્ડના યહૂદી હતા. કારકિર્દીના પ્રારંભે તેમણે રશિયન શાહી સૈન્યમાં સેવાઓ આપવાની પસંદગી દર્શાવી. તે દરમિયાન માર્કસવાદથી પ્રભાવિત થયા અને…
વધુ વાંચો >લિડગેટ, જૉન
લિડગેટ, જૉન (જ. 1370 ?, લિડગેટ, અડ્રોક, ઇંગ્લૅન્ડ; અ. 1450, બેરી સેંટ એડ્મન્ડ્ઝ) : અંગ્રેજ કવિ. લાંબાં નીતિબોધ અને ધાર્મિક કાવ્યોના રચયિતા. તેઓ કદાચ જેફ્રી ચૉસરના ગાઢ પરિચયમાં હોય તેમ લાગે છે, કારણ કે તેમના સમયના બંને અત્યંત લોકપ્રિય કવિઓ હતા. 1385માં બેરી સેંટ એડ્મન્ડ્ઝના બેનીડિક્ટાઇન ઍબીમાં દીક્ષિત થયા. 1397માં…
વધુ વાંચો >લિડિયા (Lydia)
લિડિયા (Lydia) : લઘુ એશિયા (આજના ટર્કી પ્રદેશ, પશ્ચિમ ઍનેટોલિયા)માં આવેલો એક વખતનો પ્રાચીન ભાગ. ભૌગોલિક સ્થાન : તે 38° 40´ ઉ. અ. અને 27° 30´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લેતો હતો. તે પશ્ચિમે ઈજિયન સમુદ્ર, દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વે મેસોપોટેમિયા અને ઉત્તરે કાળા સમુદ્રની વચ્ચે વિસ્તરેલો હતો. તે…
વધુ વાંચો >લિથગો (Lithgow)
લિથગો (Lithgow) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન 33° 29´ દ. અ. અને 150° 09´ પૂ. રે.. તે સિડનીથી પશ્ચિમે આશરે 150 કિમી. અંતરે બ્લૂ પર્વતોમાં સમુદ્રસપાટીથી 975 મીટરની ઊંચાઈએ આવેલું છે. દક્ષિણ ગોળાર્ધના દેશો પૈકી મોટામાં મોટું ગણાતું, નાનાં શસ્ત્રોનું ઉત્પાદન કરતું પ્રિસિશન એન્જિનિયરિંગ વર્કસ…
વધુ વાંચો >લિથિયમ (lithium)
લિથિયમ (lithium) : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. બર્ઝેલિયસની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન સહાયક જોહાન ઑગસ્ટ આર્ફવેડસને 1870માં એક નવી આલ્કલી ધાતુ તરીકે તેની શોધ કરેલી. સિલિકેટ ખનિજ પેટેલાઇટમાંથી તે સૌપ્રથમ છૂટું પાડવામાં આવેલું. ગ્રીક શબ્દ ‘લિથૉસ’ (પથ્થર, stone) પરથી તત્વને ‘લિથિયમ’ નામ આપવામાં આવ્યું છે,…
વધુ વાંચો >