લિઝાર્ડાઇટ (lizardite) : સર્પેન્ટાઇન જૂથનું ખનિજ. રાસા. બં. : Mg3Si2O5(OH)4 સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : દળદાર, સૂક્ષ્મ દાણાદાર – સ્થૂળ દાણાદાર તેમજ ઘનિષ્ઠ કે નાનાં ભીંગડાં સ્વરૂપે મળે. કઠિનતા : 2.5. ઘનતા : 2.55થી 2.58. સંભેદ : (001) ફલક પર પૂર્ણ. રંગ : લીલો, શ્વેત; પારભાસક. પ્રાપ્તિસ્થિતિ : દળદાર લીલા સર્પેન્ટાઇનના ઘટક તરીકે ક્રાઇસોટાઇલ સાથે મળે. પ્રાપ્તિસ્થાન : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલ પરગણામાં લિઝાર્ડ ખાતે (તે પરથી નામ) તથા ન્યૂયૉર્કના ઍબોટવિલ ખાતે ઉપલબ્ધ.

ગિરીશભાઈ પંડ્યા