૧૬.૧૯
મેનન કૃષ્ણ ટી. કે.થી મેન્ડેસ ફ્રાન્સ પિયરે
મેનન, કૃષ્ણ ટી. કે.
મેનન, કૃષ્ણ ટી. કે. (જ. 1869; અ. 1949) : જાણીતા મલયાળમ લેખક અને અનુવાદક. વિખ્યાત નાયર પરિવારમાં જન્મ. તેમણે વિવિધ વિદ્વાનો પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. એર્નાકુલમ્, કાલિકટ અને મદ્રાસમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1894માં બી.એ. થયા. કાયદાના સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ પદવી લઈ ન શક્યા છતાં કેટલીક જિલ્લા અદાલતોમાં તેમને…
વધુ વાંચો >મેનન, કેશવ કે. પી.
મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા…
વધુ વાંચો >મેનન, ચેલાત અચ્યુત
મેનન, ચેલાત અચ્યુત (જ. 23 જાન્યુઆરી 1913, ત્રિચુર; અ. 16 ઑગસ્ટ 1991, તિરુવનંતપુરમ્) : જાણીતા સામ્યવાદી અને કેરળના પૂર્વ મુખ્યપ્રધાન. પિતા અચ્યુત મેનન અને માતા લક્ષ્મી કુટ્ટી. પિતા રેવન્યૂ ખાતામાં ઇન્સ્પેક્ટર હતા. તેમણે માધ્યમિક અને કૉલેજ–શિક્ષણ ત્રિચુરમાં મેળવ્યું અને ત્યારબાદ તિરુવનન્તપુરમની લૉ કૉલેજમાં જોડાયા. અહીં અભ્યાસ દરમિયાન હિંદુ લૉ પર…
વધુ વાંચો >મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર
મેનન, મામ્બિલિક્લાતિલ ગોવિન્દકુમાર (જ. 28 ઑગસ્ટ 1928, કર્ણાટક) : ભારતના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન વિજ્ઞાની. ભારતમાં ઑગસ્ટને રાજકીય ચળવળના મહિના તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનક્ષેત્રે પણ આ માસ મહત્વનો છે. ખગોળવિજ્ઞાન અને ખગોળ ભૌતિકવિજ્ઞાનના ‘વિકાસ’ના સ્તંભરૂપ પ્રથમ પંક્તિના ત્રણ વિજ્ઞાનીઓ – ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. એમ. કે. વેણુબાપુ અને…
વધુ વાંચો >મેનન, લક્ષ્મી
મેનન, લક્ષ્મી : જુઓ, સહગલ, લક્ષ્મી(કૅપ્ટન લક્ષ્મી)
વધુ વાંચો >મેનન, વી. કે. કૃષ્ણ
મેનન, વી. કે. કૃષ્ણ (જ. 3 મે 1897, કાલિકટ/કોઝિકોડે, કેરળ; અ. 6 ઑક્ટોબર 1974, નવી દિલ્હી) : ભારતના અગ્રણી મુત્સદ્દી, વિદેશમાં ભારતની સ્વતંત્રતાના પ્રખર પુરસ્કર્તા અને પૂર્વ સંરક્ષણપ્રધાન. પિતા કોમથ કૃષ્ણ કરૂપ કાલિકટ ખાતે વકીલાત કરતા. માતા લક્ષ્મી કુટ્ટી વિદુષી હોવા ઉપરાંત સંગીતકાર હતાં. ‘વી. કે.’ના હુલામણા નામથી પરિવારજનો અને…
વધુ વાંચો >મેનન, વ્યલોપિલ્લાઈ શ્રીધર
મેનન, વ્યલોપિલ્લાઈ શ્રીધર (જ. 11 મે 1911, ત્રિપ્પુનીથુરા, ભૂતપૂર્વ કોચીન રાજ્ય; અ. 22 ડિસેમ્બર, 1985) : મલયાળમ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિદા’ (‘ફેરવેલ’) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેઓ વ્યલોપિલ્લાઈ શ્રીધર મેનન અથવા વ્યલોપિલ્લાઈ તરીકે ઓળખાતા. 1931માં તેઓ પ્રાકૃતિક વિજ્ઞાનના વિષયમાં સ્નાતક બન્યા. ત્યારબાદ…
વધુ વાંચો >મેનન, શિવશંકર
મેનન, શિવશંકર (જ. 5 જુલાઈ 1949, પૅરિસ, ફ્રાંસ) : ભારતના ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી. તેઓ 2003માં પાકિસ્તાન ખાતે ઉચ્ચાયુક્ત નિમાયેલા. તેઓ ભારતના રાજદ્વારી અધિકારીઓમાં નોખી ભાત પાડતું વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે. પિતા મેનન પારાપ્પિલ નારાયણ. મેનન કુટુંબ ત્રણ પેઢીથી ભારત સરકારની સેવામાં છે અને 75 વર્ષોથી દેશસેવાનાં કાર્યો સાથે સંકળાયેલું…
વધુ વાંચો >મેનન્દ્ર
મેનન્દ્ર : જુઓ મિલિન્દ.
વધુ વાંચો >મેનબૉરો
મેનબૉરો (જ. આશરે 1890, શિકાગો, ઇલિનૉઈ; અ. 1976) : અમેરિકાના ફૅશન-ડિઝાઇનર. મૂળ નામ મૅન રૂસો. તેમણે શિકાગોમાં અભ્યાસ કર્યો અને ત્યાં જ વ્યવસાય કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા બજાવ્યા પછી તેઓ પૅરિસમાં રોકાઈ ગયા; ત્યાં તેઓ ખ્યાતનામ વેચાણગૃહ ‘હાર્પર્સ બાઝાર’માં ફૅશન કલાકાર તરીકે જોડાયા અને ફ્રેન્ચ સામયિક ‘વૉગ’ના તંત્રી બન્યા. 1930માં…
વધુ વાંચો >મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન
મૅન્ઝેલ, ઍડૉલ્ફ ફૉન (જ. 8 ડિસેમ્બર 1815, બ્રેસ્લો, જર્મની; અ. 9 ફેબ્રુઆરી 1905, બર્લિન, જર્મની) : ઐતિહાસિક પ્રસંગો ઉપરથી રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતાં ચિત્રો કરવા માટે જાણીતા જર્મન ચિત્રકાર. સ્વશિક્ષિત મૅન્ઝેલને પિતા તરફથી વારસામાં લિથોગ્રાફીનો સ્ટુડિયો મળેલો. તેમાં તેમણે 1844થી 1849 સુધીમાં સર્જેલાં અસંખ્ય મુદ્રણક્ષમ કલાનાં ચિત્રોથી તેમને તત્કાળ પ્રસિદ્ધિ સાંપડી.…
વધુ વાંચો >મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો
મૅન્ઝોની, ઍલેસાન્ડ્રો (જ. 7 માર્ચ 1785, મિલાન; અ. 22 મે 1873, મિલાન) : ઇટાલીના કવિ અને નવલકથાકાર. તેમની નવલકથા ‘ધ બિટ્રોથ્ડ’(1825–27)ને પ્રભાવે રાષ્ટ્રવાદી ‘રિસૉર્ગિમેન્ટો’ યુગ દરમિયાન સ્વદેશાભિમાનનો ભારે જુવાળ પ્રગટ્યો હતો. વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓમાં પણ તેની ગણના થાય છે. 1792માં તેમનાં માતાપિતાના છૂટાછેડા પછી, મોટાભાગનું તેમનું બાળપણ ધાર્મિક શાળાઓમાં પસાર…
વધુ વાંચો >મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન
મૅન્ટેલ, ગિડિયૉન ઍલ્જરનન (જ. 3 ફેબ્રુઆરી 1790, Lewes Syssex, ઇંગ્લૅન્ડ; અ. 10 નવેમ્બર 1852, લંડન) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી. ડાયનોસૉર જીવાવશેષનો ખોજક. લૂઇસમાં રહેતા મોચીના પુત્ર મૅન્ટેલે લંડન ખાતે તબીબીનો અભ્યાસ કરેલો. 1811માં લૂઇસ ખાતે તેણે સર્જન તરીકે કારકિર્દીની શરૂઆત તો કરેલી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસ તરફનો તેનો ઝોક વધતો જતો હતો.…
વધુ વાંચો >મેન્ડલબોમ, ડૅવિડ જી.
મેન્ડલબોમ, ડૅવિડ જી. (જ. 22 ઑગસ્ટ 1911, શિકાગો; અ. 19 એપ્રિલ 1987, શિકાગો) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમણે નૉર્થવેસ્ટ યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1938થી 1946ના સમય દરમિયાન મિનેસોટા યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ વર્ષ મિલિટરી અને સરકારી વિભાગમાં સેવાઓ આપી. 1946માં નૃવંશશાસ્ત્ર વિભાગના…
વધુ વાંચો >મેન્ડિપ ટેકરીઓ
મેન્ડિપ ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગમાં આવેલા સમરસેટ પરગણાની ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 15´ ઉ. અ. અને 2° 45´ પ. રે.ની આજુબાજુ ત્યાં વાયવ્યમાં આવેલા એક્સબ્રિજથી અગ્નિમાં આવેલા શેપ્ટન મૅલેટ સુધીના આશરે 50 કિમી. સુધી તે વિસ્તરેલી છે. તેના પર આવેલું સર્વોચ્ચ શિખર 326 મીટરની ઊંચાઈ ધરાવે છે. પશ્ચિમ…
વધુ વાંચો >મૅન્ડેટરી ઓવર્સ
મૅન્ડેટરી ઓવર્સ : કોઈ પણ ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસની (ટેસ્ટ) ક્રિકેટ મૅચના અંતિમ દિવસે રમતનો છેલ્લો કલાક બાકી હોય ત્યારે બંને ટીમોને પરિણામ માટે સરખી ન્યાયી તક મળે, એ માટે ફરજિયાત 20 ઓવર્સ ફેંકવામાં આવે છે. હવે આ મર્યાદા ઘટાડીને 15 ઓવર્સની કરવામાં આવી છે, જેને ‘મૅન્ડેટરી…
વધુ વાંચો >મેન્ડેલ, ગ્રેગોર જોહાન
મેન્ડેલ, ગ્રેગોર જોહાન (જ. 22 જુલાઈ 1822, હીંઝેનડૉર્ફ, ઑસ્ટ્રિયા; અ. 6 જાન્યુઆરી, 1884, બ્રૂન ચેકોસ્લોવેકિયા) : જનીનવિજ્ઞાનના સંસ્થાપક. તે 1843માં ઑસ્ટ્રિયાના બ્રૂન શહેર (હાલના ચેકોસ્લોવેકિયાના બર્નો શહેર)ના સંત ઑગસ્ટાઇનના મઠમાં ગરીબ છોકરા તરીકે જોડાયેલા અને 1847માં તેમને ધર્મોપદેશકની દીક્ષા આપવામાં આવેલી. 1851માં તેમને વિયેના જઈ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પારંગત થવાનો આદેશ…
વધુ વાંચો >મૅન્ડેલબ્રૉટ, બેનોટ
મૅન્ડેલબ્રૉટ, બેનોટ (Benoit) (જ. 20 નવેમ્બર 1924, વોર્સો, પોલેન્ડ; અ. 14 ઑક્ટોબર 2010, કેમ્બ્રિજ, મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અપૂર્ણાંક પરિમાણો અને ખંડક ભૂમિતિ નામની નવી ભૂમિતિના પ્રયોજક પોલિશ-ફ્રેંચ ગણિતી. લિથુઆનિયાના યહૂદી કુટુંબમાં જન્મેલા મૅન્ડલબ્રૉટે પૅરિસના ઈકૉલ પૉલિટૅકનિકમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે યુ.એસ.ની મુલાકાત લીધી અને આઇ.બી.એમ.ના ટૉમસ જે. વૉટસન સંશોધનકેન્દ્રમાં…
વધુ વાંચો >મેન્ડેલવાદ (Mendelism)
મેન્ડેલવાદ (Mendelism) : ઑસ્ટ્રિયન પાદરી ગ્રેગૉર જોહાન મેન્ડેલ (જ. 1822–1884) દ્વારા પ્રતિપાદિત સજીવોમાં આનુવંશિક લક્ષણોના સંચારણની વિધિની સમજૂતી આપતા મૂળભૂત સિદ્ધાંતો. તે ઑસ્ટ્રિયાના બ્રૂન શહેરમાં પાદરી તરીકે એક મઠ(monastery)માં 1847માં જોડાયા. ત્યાંથી તેમને ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને પ્રકૃતિવિજ્ઞાનની તાલીમ માટે વિયેના યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા. 1853માં સ્થાનિક માધ્યમિક શાળામાં જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના…
વધુ વાંચો >મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી
મેન્ડેલ્સોન, ફેલિક્સ બાર્થૉલ્ડી (mendelssohn, Felix Bartholdy) (જ. 3 ફેબ્રુઆરી 1809, હૅમ્બર્ગ, જર્મની; અ. 4 નવેમ્બર 1847, લાઇપ્ઝિક, ગ. જર્મની) : પ્રસિદ્ધ જર્મન રંગદર્શિતાવાદી સંગીતકાર અને સંગીતનિયોજક. શરાફી ધનાઢ્ય યહૂદી કુટુંબમાં જન્મ; પરંતુ પછીથી કુટુંબે પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલો. બાળપણમાં ક્લૅમૅન્ટીના વિદ્યાર્થી લુડવિગ બર્જર પાસે પિયાનોવાદનની તાલીમ લીધી. નવ વરસની વયે…
વધુ વાંચો >