૧૬.૧૭
મૅગ્નેશિયમ ઑક્સાઇડથી મેટાસ્ટાઝિયો પિયેટો
મૅગ્નેશિયમ ઑક્સાઇડ
મૅગ્નેશિયમ ઑક્સાઇડ : મૅગ્નેશિયમ અને ઑક્સિજનનું સંયોજન. વ્યાપારી નામ મૅગ્નેશિયા. સંજ્ઞા MgO. તેનાં બે સ્વરૂપોનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રમાણમાં નીચા તાપમાને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ[Mg(OH)2]ના નિર્જલીકરણથી મળતો પદાર્થ હલકો અને સુંવાળી રુવાંટી જેવો (fluffy) હોય છે, જ્યારે મૅગ્નેશિયમના કાર્બોનેટ અથવા હાઇડ્રૉક્સાઇડને ગરમ કરવાથી મળતા ઑક્સાઇડને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને તપાવવાથી પ્રાપ્ત થતો…
વધુ વાંચો >મૅગ્નેસાઇટ
મૅગ્નેસાઇટ : મૅગ્નેશિયા અને મૅગ્નેશિયમ ધાતુપ્રાપ્તિ માટેનું મુખ્ય ખનિજ. રાસા. બં. : MgCO3. લોહ, મૅંગેનીઝ અને કોબાલ્ટ દ્વારા મૅગ્નેશિયમનું થોડા પ્રમાણમાં વિસ્થાપન થઈ શકે છે. સ્ફટિક વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વ. : સામાન્ય: તેના સ્ફટિકો મળતા નથી, મળે તો મોટે ભાગે રહોમ્બોહેડ્રલ હોય છે. તેનું રચનાત્મક માળખું કૅલ્સાઇટ જેવું હોય…
વધુ વાંચો >મૅગ્નૉન
મૅગ્નૉન : ફેરો-ફેરી અથવા પ્રતિલોહચુંબકીય (antiferro magnetic) દ્રવ્ય(પદાર્થ)માં સંપૂર્ણ ચુંબકીય ક્રમમાં સૂક્ષ્મ રીતે ભિન્નતા વર્ણવવા માટે કણ-પ્રકૃતિમય ઉત્તેજન. લોહચુંબકમાં સંપૂર્ણ ચુંબકીય ક્રમ(દ્રવ્યપદાર્થ)ની તમામ પારમાણ્વિક ચુંબકીય ચાકમાત્રાના સંપૂર્ણ સમાંતર સંરેખણને અનુરૂપ હોય છે. આ ચુંબકીય ચાકમાત્રા પરમાણુદીઠ ઇલેક્ટ્રૉનના ચોખ્ખા (net) કોણીય વેગમાન(ખાસ કરીને પ્રચક્રણ)ને લીધે ઉત્પન્ન થાય છે. તંત્રમાં કુલ પ્રચક્રણ…
વધુ વાંચો >મૅગ્નોલિયેસી
મૅગ્નોલિયેસી : વનસ્પતિઓના મૅગ્નોલિયોફાઇટા વિભાગ (= દ્વિદળી વર્ગ)માં આવેલું એક કુળ. તે બે ઉપકુળોનું બનેલું છે : મૅગ્નોલિયૉઈડી અને લિરિયોડેન્ડ્રૉઈડી. તે 7 પ્રજાતિઓ અને લગભગ 219 જેટલી જાતિઓનું બનેલું કુળ છે. જોકે કેટલાક વર્ગીકરણની પદ્ધતિઓ મૅગ્નોલિયોઈડી ઉપકુળની બધી વનસ્પતિઓને મૅગ્નોલિયા પ્રજાતિ હેઠળ મૂકે છે. વિતરણ : આ કુળ ઉપોષ્ણકટિબંધીય (subtropical)…
વધુ વાંચો >મૅગ્મા
મૅગ્મા : ખડકોનો પીગળેલો રસ અથવા ભૂરસ. ખડકવિદોના મંતવ્ય પ્રમાણે પૃથ્વીની સપાટીથી આશરે 15 કે તેથી વધુ કિમી.ની ઊંડાઈ સુધી મળી આવતા વિવિધ પ્રકારના ખડકો પૈકી લગભગ 95 % પ્રમાણ અગ્નિકૃત ખડકોનું છે. અગ્નિકૃત ખડકો તૈયાર થવા માટેનું પ્રાપ્તિદ્રવ્ય અને સંજોગો પોપડાના નીચેના ભાગમાંથી ઉદભવે છે. પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં…
વધુ વાંચો >મૅગ્માજન્ય ખનિજો
મૅગ્માજન્ય ખનિજો (Pyrogenetic Minerals) : મૅગ્માના સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ બનતાં ખનિજો. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં નિર્જલીય ખનિજો, જે મૅગ્મામાંથી ઘણા ઊંચા તાપમાને તૈયાર થયેલાં હોય અને જેમાં બાષ્પશીલ ઘટકોનું પ્રમાણ તદ્દન નજીવું હોય એવાં ખનિજોને મૅગ્માજન્ય ખનિજો કહે છે. ઑલિવિન, પાયરૉક્સિન અને ફેલ્સ્પાર તેનાં વિશિષ્ટ ઉદાહરણો છે. સામાન્ય રીતે મૅગ્માના…
વધુ વાંચો >મૅગ્માજન્ય ખવાણ
મૅગ્માજન્ય ખવાણ (magmatic stopping) : પ્રાદેશિક ખડકો પર મૅગ્માથી થતી આત્મસાતીકરણની ક્રિયા. પોપડાના અંદરના ભાગોમાં નાના કે મોટા પાયા પર મૅગ્માની અંતર્ભેદનક્રિયા યજમાન (પ્રાદેશિક) ખડકો પર થતી હોય છે. મૅગ્માને ઉપર કે આજુબાજુ તરફ જવા માટે જગા કરવી પડે છે. સામાન્ય રીતે તો ફાટો કે સાંધા કે અન્ય નબળા વિભાગો…
વધુ વાંચો >મૅગ્માજન્ય નિક્ષેપો
મૅગ્માજન્ય નિક્ષેપો (magmatic deposits) : મૅગ્મામાંથી તૈયાર થયેલા નિક્ષેપો. પોપડાની જુદી જુદી ઊંડાઈવાળા વિભાગોમાં મૅગ્માના સ્ફટિકીકરણની ક્રિયાને પરિણામે વિવિધ અગ્નિકૃત ખડકો તૈયાર થવાની સાથે સાથે 1,500° થી 900° સે. તાપમાન અને ઊંચાથી મધ્યમ દબાણના સંજોગોની અસર હેઠળ, તેમાં રહેલા ઘટકોના પ્રમાણ મુજબ ઓછાવત્તા મૂલ્યવાળા આર્થિક ખનિજનિક્ષેપો પણ બનતા રહે છે.…
વધુ વાંચો >મૅગ્માજન્ય સ્વભેદન
મૅગ્માજન્ય સ્વભેદન (magmatic differentiation) : મૅગ્મામાંથી ક્રમશ: તૈયાર થતા અગ્નિકૃત ખડકોના વિવિધ પ્રકારો. પોપડાની અમુક ઊંડાઈએ પ્રવર્તતી ગરમીની અસર હેઠળ અગાઉથી ત્યાં અસ્તિત્વ ધરાવતા ઘનખડકોના પીગળી જવાથી મૅગ્મા બને છે – એવું એક મંતવ્ય હાલ પ્રવર્તે છે. ભૂસ્તરીય ઇતિહાસકાળ દરમિયાન પ્રત્યેક 3થી 5.5 કરોડ વર્ષના કાળગાળાને આંતરે આંતરે તૈયાર થતા…
વધુ વાંચો >મેઘદૂત
મેઘદૂત : સંસ્કૃત ભાષામાં મંદાક્રાન્તા છંદમાં કાલિદાસે રચેલું ઊર્મિપૂર્ણ ખંડકાવ્ય. સ્વામી કુબેર દ્વારા શાપ પામી, એક વર્ષ માટે નિષ્કાસિત કરાયેલો એક યક્ષ, અષાઢના પ્રથમ દિવસે રામગિરિ પર્વત પર ઝળૂંબતા મેઘને જોઈ તેને દૂત બનાવી, હિમાલય પર અલકામાં નિવાસ કરતી પોતાની પત્નીને સંદેશ મોકલે છે; જેમાં પોતાની સ્થિતિના વર્ણનની સાથે પ્રિય…
વધુ વાંચો >મૅજિક સંખ્યા
મૅજિક સંખ્યા (Magic Numbers) : ન્યૂક્લિયસની સ્થાયી સંરચના અને પૂર્ણ કવચને અનુરૂપ ન્યૂટ્રૉન અથવા પ્રોટૉનની સંખ્યા. પ્રોટૉન અને ન્યૂટ્રૉન – એમ બંને માટે મૅજિક સંખ્યા 2, 4, 16, 20, 50 અને 82 છે. ત્યારબાદ ન્યૂટ્રૉન માટેની મૅજિક સંખ્યા 126 અને 184 છે તથા પ્રોટૉન માટેની સંખ્યા 114 અને 164 અપેક્ષિત…
વધુ વાંચો >મૅજિસ્ટ્રેટ
મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે મેટ્રોપૉલિટન વિસ્તારમાં ‘મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ’ અને તે સિવાયના વિસ્તારોમાં ‘જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ’ સમજવો. જુદા જુદા વિસ્તારોની અદાલતોની રચના રાજ્ય સરકાર રાજ્યની વડી અદાલત સાથે વિચારવિનિમય કરીને કરે છે અને તેમાં ન્યાયાધીશોની નિમણૂક…
વધુ વાંચો >મેજુ
મેજુ (જ. અને અ. સત્તરમી સદીમાં, માણકોટ, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. મેજુને માણકોટના રાજા ટિક્કા વિજય ઇન્દ્રસિંઘ તથા તેમના અવસાન પછી રાજા મહીપતદેવનો રાજ્યાશ્રય મળ્યો હતો. ભાગવત પુરાણનાં ર્દશ્યોનાં; રાજા મહીપતદેવ તથા તેમના દરબારીઓ, યોદ્ધાઓ અને રાજગુરુઓનાં; સાધુઓ, યોગીઓ તથા ઋષિઓનાં તેમજ લગ્નોત્સુક વરરાજાનાં વ્યક્તિચિત્રો અને રાગમાળાનાં…
વધુ વાંચો >મેઝિની, જૉસેફ
મેઝિની, જૉસેફ (જ. 22 જૂન 1805, જિનીવા, ઇટાલી; અ. 10 માર્ચ 1872, પીસા) : ઇટાલીનો મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને આદર્શવાદી નેતા. ઇટાલીની એકતા સિદ્ધ કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એનો જન્મ તબીબ-પરિવારમાં થયો હતો. એ અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો હતો. સાહિત્યમાં રસ હોવાથી 15 વર્ષની વયમાં એણે યુરોપના મોટા સાહિત્યકારોની કૃતિઓ…
વધુ વાંચો >મૅઝિનો આન્દ્રે
મૅઝિનો આન્દ્રે (જ. 1877, પૅરિસ; અ. 1932) : ફ્રાન્સના રાજકારણી. 1910માં તેઓ સૌપ્રથમ વાર ‘ચેમ્બર’માં ચૂંટાયા હતા. યુદ્ધ-મંત્રી તરીકે તેમણે (1922–24 અને 1926–31) લશ્કરી સંરક્ષણની નીતિ સતત અપનાવી; જર્મની સામેના સરહદ-વિસ્તારમાં મજબૂત કિલ્લેબંધીની પ્રથાનો પ્રારંભ તેમણે કર્યો. તેમના નામથી આ કિલ્લેબંધી ‘મૅઝિનો લાઇમ’ તરીકે ઓળખાવા લાગી. મહેશ ચોકસી
વધુ વાંચો >મૅટગે, ફ્રેડરિક લુઈ
મૅટગે, ફ્રેડરિક લુઈ (જ. 14 જુલાઈ 1857, એલ્જિન, ઇલિનૉઇ; અ. 26 માર્ચ 1937) : વૉશિંગ મશીનના અમેરિકન નિર્માતા. તેમણે ન્યૂટનમાં સ્થાપેલી મૅટગે કંપની (1909) વૉશિંગ મશીનની વિશ્વની સૌથી મૌટી ઉત્પાદક કંપની બની રહી. 1911માં તેમણે ઇલેક્ટ્ર્રિક વૉશિંગ મશીન વિકસાવ્યું અને 1922માં તેમણે ઍલ્યુમિનિયમ ટબ પ્રચલિત બનાવ્યું. પછીનાં વર્ષો દરમિયાન આ…
વધુ વાંચો >મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ
મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ (જ. 15 સપ્ટેમ્બર 1852, ડચ ગિની; અ. 24 ઑગસ્ટ 1889, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : પગરખાંના નિષ્ણાત સંશોધક. તેમનાં માતા અશ્વેત જાતિનાં અને પિતા શ્વેત જાતિના હતાં. આશરે 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા. તેઓ સાવ નિરક્ષર હતા, પણ તેમની સંશોધક-વૃત્તિ કુશાગ્ર અને તીવ્ર હતી. 1891માં તેમણે પગરખાં બનાવવાનું…
વધુ વાંચો >મેટરનિક ક્લેમેન્સ
મેટરનિક ક્લેમેન્સ (જ. 15 મે 1773, કૉબ્લેન્ઝ, જર્મની; અ. 11 જૂન 1859, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના યુરોપનો મહાન મુત્સદ્દી અને વિચક્ષણ રાજપુરુષ. ઈ. સ. 1809થી 1848 સુધી એણે ઑસ્ટ્રિયાના વિદેશ પ્રધાન તરીકે કામ કર્યું હતું. ઑસ્ટ્રિયાના રાજાએ એને 1813માં ‘પ્રિન્સ’નો ઇલકાબ અને 1821માં ‘ચાન્સેલર’- (વડાપ્રધાન)નો હોદ્દો આપ્યો હતો. 1815થી…
વધુ વાંચો >મેટરલિંક, મૉરિસ
મેટરલિંક, મૉરિસ (જ. 29 ઑગસ્ટ 1862, ઘેંટ, બેલ્જિયમ; અ. 6 મે 1949, નાઇસ, ફ્રાન્સ) : બેલ્જિયન કવિ અને નાટ્યકાર. પૂરું નામ મેટરલિંક કાઉન્ટ મૉરિસ (મૂરિસ) પૉલિડૉર મેરી બર્નાર્ડ. ઘેંટ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ. લયબદ્ધ ગદ્યમાં લખાયેલાં એમનાં નાટકો દેશવિદેશની રંગભૂમિ પર સફળ રીતે ભજવાયાં છે. પ્રતીકવાદી સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે.…
વધુ વાંચો >મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ
મેટાગૅબ્બ્રો, મેટાડોલેરાઇટ, મેટાબેસાલ્ટ : બેઝિક અગ્નિકૃત ખડકોની પરિવર્તિત વિકૃતિજન્ય પેદાશો. અગ્નિકૃત ખડકોનાં નામમાં આવતો ‘મેટા’ પૂર્વગ, અગાઉના ખડક પર વિકૃતિ દ્વારા ખનિજીય અને રાસાયણિક બંધારણમાં થયેલા પરિવર્તનનો સંકેત કરે છે. બેઝિક અગ્નિકૃત ખડકો પર થતી દાબઉષ્ણતા-વિકૃતિની અસરને પરિણામે સોસ્યુરાઇટીભવન, ક્લૉરાઇટીભવન, યુરેલાઇટીભવન જેવા ફેરફારો તેનાં ઉદાહરણો ગણાય. ઘણાખરા ખનિજીય ફેરફારો તો…
વધુ વાંચો >