મૅઝિનો આન્દ્રે (જ. 1877, પૅરિસ; અ. 1932) : ફ્રાન્સના રાજકારણી. 1910માં તેઓ સૌપ્રથમ વાર ‘ચેમ્બર’માં ચૂંટાયા હતા. યુદ્ધ-મંત્રી તરીકે તેમણે (1922–24 અને 1926–31) લશ્કરી સંરક્ષણની નીતિ સતત અપનાવી; જર્મની સામેના સરહદ-વિસ્તારમાં મજબૂત કિલ્લેબંધીની પ્રથાનો પ્રારંભ તેમણે કર્યો. તેમના નામથી આ કિલ્લેબંધી ‘મૅઝિનો લાઇમ’ તરીકે ઓળખાવા લાગી.

મહેશ ચોકસી