મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ (જ. 15 સપ્ટેમ્બર 1852, ડચ ગિની; અ. 24 ઑગસ્ટ 1889, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : પગરખાંના નિષ્ણાત સંશોધક. તેમનાં માતા અશ્વેત જાતિનાં અને પિતા શ્વેત જાતિના હતાં. આશરે 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા.

તેઓ સાવ નિરક્ષર હતા, પણ તેમની સંશોધક-વૃત્તિ કુશાગ્ર અને તીવ્ર હતી. 1891માં તેમણે પગરખાં બનાવવાનું યંત્ર શોધ્યું અને 1896માં પગરખાંને ખીલા જડવાના યંત્રની શોધ કરી. આ બે શોધને પરિણામે પગરખાં-નિર્માણના ક્ષેત્રે ક્રાંતિ આવી. તેમની આ મહત્વની શોધોને કારણે જ ‘યુનાઇટેડ શૂ મશીનરી કૉર્પોરેશન’ની રચના થઈ શકી હતી.

મહેશ ચોકસી