મૅટગે, ફ્રેડરિક લુઈ (જ. 14 જુલાઈ 1857, એલ્જિન, ઇલિનૉઇ; અ. 26 માર્ચ 1937) : વૉશિંગ મશીનના અમેરિકન નિર્માતા. તેમણે ન્યૂટનમાં સ્થાપેલી મૅટગે કંપની (1909) વૉશિંગ મશીનની વિશ્વની સૌથી મૌટી ઉત્પાદક કંપની બની રહી. 1911માં તેમણે ઇલેક્ટ્ર્રિક વૉશિંગ મશીન વિકસાવ્યું અને 1922માં તેમણે ઍલ્યુમિનિયમ ટબ પ્રચલિત બનાવ્યું. પછીનાં વર્ષો દરમિયાન આ કંપનીએ લોકપ્રિય નીવડેલાં વિવિધ વૉશર્સ તથા ડ્રાયર્સનું ઉત્પાદન કર્યું.

1902થી 1912 દરમિયાન મૅટગેએ આયોવા સેનેટમાં સેવા આપી અને 1923થી 1925 દરમિયાન ન્યૂટનના મેયર તરીકે રહ્યા.

મહેશ ચોકસી