૧૬.૧૦
મુલર કાર્લ ઍલેક્સથી મુંબઈ ગુજરાતી નાટક મંડળી શ્રી
મુલર, કાર્લ ઍલેક્સ
મુલર, કાર્લ ઍલેક્સ (જ. 20 એપ્રિલ 1927, બૅસ્લે, સ્વિટ્ઝર્લૅન્ડ) : સિરૅમિક દ્રવ્યમાં અતિવાહકતા(superconductivity)ની શોધ બદલ 1987ના વર્ષનો ભૌતિકશાસ્ત્રના વિષયનો જે. જી. બેડ્નૉર્ઝની ભાગીદારીમાં નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. ઝૂરિકના ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(FTH)માં અભ્યાસ કરી 1958માં સ્નાતક થયા. ત્યારબાદ તે ઝૂરિક યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા. તે પછી 1963થી તેઓ આઇ.બી.એમ. ઝૂરિક…
વધુ વાંચો >મુલર, પૉલ હર્માન
મુલર, પૉલ હર્માન (જ. 12 જાન્યુઆરી 1899, ઑલ્ટેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑક્ટોબર 1965, બાઝેલ) : તબીબી અને દેહધાર્મિક વિદ્યાના 1948ના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને સંધિપાદ (arthopod) જંતુઓ સામે ડી.ડી.ટી એક અસરકારક સંસર્ગજન્ય વિષ છે એવું શોધી કાઢવા માટે આ સન્માન અપાયું હતું. તેઓ સ્વિસ રસાયણવિદ હતા અને બાઝેલ (Basel) ખાતે ભણ્યા…
વધુ વાંચો >મુલર, હર્માન જોસેફ
મુલર, હર્માન જોસેફ (Muller, Hermann Joseph) (જ. 2 ડિસેમ્બર 1890, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.; અ. 5 એપ્રિલ 1967, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના, યુ.એસ.) : સન 1946ના તબીબી અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમણે એક્સ-રેના વિકિરણ વડે જનીનો(genes)માં વિકૃતિ (mutation) આવે છે તેની શોધ કરી હતી. આ ઉપરાંત પણ તેમણે અન્ય અનેક સફળતાઓ મેળવેલી…
વધુ વાંચો >મુલરોની, બ્રાયન
મુલરોની, બ્રાયન (જ. 20 માર્ચ 1939, બાય-કોમેયુ, ક્વિબેક) : કૅનેડાના રાજનીતિજ્ઞ. તેમણે ક્વિબેકની લૉ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો વિકાસ કર્યો ત્યાં સુધી રાજકીય જીવનમાં પ્રવેશવાનો તેમનો ઇરાદો નહોતો. 1983માં કૅનેડાની પ્રોગ્રેસિવ કન્ઝરવેટિવ પાર્ટીમાં જોડાયા અને સક્રિય…
વધુ વાંચો >મુલાકાત
મુલાકાત : સામાજિક વિજ્ઞાનોના સંશોધન દરમિયાન માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ અથવા સાધન. દેશવ્યાપી સંશોધન કરવાનું હોય કે અંતરિયાળ પ્રદેશોમાં જઈને માહિતી મેળવવાની હોય, મુલાકાત સમષ્ટિ સર્વેક્ષણ (census survey) અને નિદર્શ સર્વેક્ષણ (sample survey) માટે અત્યંત ઉપયોગી છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એવા પ્રકારો ધરાવતી આ પ્રક્રિયા ઔપચારિક કે…
વધુ વાંચો >મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ
મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ : કેમ્બ્રિજ યુનિવર્સિટી સંચાલિત રેડિયો-ખગોળ વેધશાળા. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજથી નૈર્ઋત્યે 8 કિમી.ના અંતરે લૉર્ડ્ઝ બ્રિજ ખાતે તે આવેલી છે. 1957માં તે કામ કરતી થઈ. તેની સ્થાપના બ્રિટનના રેડિયો-ખગોળશાસ્ત્રી સર માર્ટિન રાઇલ(1918–1984)ના પ્રયત્નોથી થઈ હતી. તેના પ્રથમ નિયામક તરીકે તેમણે 1957થી 1982 સુધી કામગીરી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >મુલાસ (molasse)
મુલાસ (molasse) : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના તળેટી ભાગમાં જમાવટ પામેલી નૂતન વયની નિક્ષેપજમાવટ. આલ્પાઇન ગિરિનિર્માણના અંતિમ તબક્કા બાદ, તૃતીય જીવયુગના માયોસીન-પ્લાયોસીન કાળમાં તૈયાર થયેલા, સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના નીચાણવાળા ભાગોમાં જોવા મળતા માર્લ-કૉંગ્લૉમરેટ સહિત મૃદુ લીલા રંગના રેતીખડક જેવા ઘસારાજન્ય નિક્ષેપ માટે સર્વપ્રથમ પ્રયોજાયેલું સ્વિસ નામ ‘મુલાસ’ છે. આમ મુલાસ એ ચોક્કસ સમયદર્શક…
વધુ વાંચો >મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન
મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન (જ. 7 જૂન 1896, ન્યૂબરીપૉર્ટ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 31 ઑક્ટોબર 1986, અર્લિન્ગટન) : અણુકક્ષકવાદના પ્રણેતા અને આણ્વિક સ્પેક્ટ્રમવિજ્ઞાનના અન્વેષક, નોબેલ પારિતોષિક-વિજેતા રસાયણવિદ અને ભૌતિકવિજ્ઞાની. કાર્બનિક રસાયણજ્ઞ પિતાના આ પુત્રે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કેમ્બ્રિજ(યુ.એસ.)માંથી 1917માં સ્નાતક થઈ ઝેરી વાયુઓનો અભ્યાસ શરૂ કરેલો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે…
વધુ વાંચો >મુલિયન-સંરચના
મુલિયન-સંરચના (mullion structure) : (1) સ્તરભંગ-સપાટીમાં ખડકોની સરકવાની દિશાને સમાંતર લાંબા, પહોળા સળ બનાવતી રચના. (2) સળિયા જેવી સંરચના. (3) વિકૃત ખડકોમાં જોવા મળતી સમાંતર સ્તંભોની શ્રેણી, જેમનો વ્યાસ અનેક સેમી. હોય, લંબાઈ કેટલાક મીટરની હોય તથા દરેક સ્તંભ ગેડવાળા વિકૃત ખડકોથી બનેલો હોય. ર્દઢ સ્તરોમાં દાબની અસર હેઠળ વિકસતી…
વધુ વાંચો >મુલિસ, કૅરી બી.
મુલિસ, કૅરી બી. (Mullis, Kary B.) (જ. 28 ડિસેમ્બર 1944, લિનૉર્ટ, ઉત્તર કૅરોલાઇના, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1993ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)માં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1972માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >મુલ્લા, અબ્દુન નબી શેખ
મુલ્લા, અબ્દુન નબી શેખ : મુઘલ શહેનશાહ હુમાયૂં અને અકબરના શરૂઆતના સમયના આગેવાન ઇસ્લામી પંડિત (ઉલેમા). તે રૂઢિચુસ્ત વિચારો ધરાવતા હતા તથા ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતા. કાયદાના સંરક્ષક તરીકે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમનો અભિપ્રાય આખરી માનવામાં આવતો હતો. અકબરે વિદ્યાભ્યાસ કર્યો નહોતો; તેથી તેના રાજ્યઅમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેમનું…
વધુ વાંચો >મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી
મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી (જ. ?; અ. 1656) : મુઘલ શહેનશાહ શાહજહાનના સમયના અરબી સાહિત્યના વિદ્વાન. તેમની વિદ્વત્તા માટે સમ્રાટને ઘણો સારો અભિપ્રાય હતો. તેમણે અલબૈદાવીના ગ્રંથો તથા અલ્લામ તફ્તઝાનીના ગ્રંથ ‘અકાઇડ’ વિશે વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. ઇસ્લામ ધર્મનાં શાસ્ત્રોના ભાષ્યકાર તરીકે તેમની પ્રતિષ્ઠા ઊંચી હતી. તેઓ ભારત તથા વિદેશોમાં…
વધુ વાંચો >મુલ્લા, અલી કારી
મુલ્લા, અલી કારી (જ. –, હિરાત, અફઘાનિસ્તાન; અ. 1605) : મુસ્લિમોના હનફી સંપ્રદાયના વિદ્વાન અને કાયદાશાસ્ત્રી. આધુનિક સમયમાં પણ તેમનાં વિચારો-લખાણોનો લાભ લેવાય છે. તેમની અરબી કૃતિ ‘મિર્કાત’ ઇસ્લામી ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે પાયાની કૃતિ ગણાય છે. તેમનું નામ અલી અને તેમના પિતાનું નામ સુલતાન મુહમ્મદ હતું. તેમણે જામે હિરાત નામની…
વધુ વાંચો >મુલ્લા, આનંદનારાયણ
મુલ્લા, આનંદનારાયણ (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ભારતના અગ્રણી કાયદાવિદ તથા નામાંકિત ઉર્દૂ કવિ. તેમને તેમના અદ્યતન ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘મેરી હદીસે ઉમ્રે ગુરેઝાં’ (1963) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવેલો. પિતા જગતનારાયણ ન્યાયાધીશ હતા. 1921માં કેનિંગ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. અને…
વધુ વાંચો >મુલ્લા, દીનશા એફ.
મુલ્લા, દીનશા એફ. (જ. 8 જાન્યુઆરી 1868; અ. 27 એપ્રિલ 1934) : ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી. આર્થિક ર્દષ્ટિએ સાધારણ સ્થિતિના કુટુંબમાં જન્મ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી સૉલિસિટર બન્યા. તેમણે પોતાની સૉલિસિટરની પેઢી સ્થાપી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ…
વધુ વાંચો >મુલ્લા, ફીરોઝ
મુલ્લા, ફીરોઝ (જ. 1757, ભરૂચ; અ. 8 ઑક્ટોબર, 1830) : ફારસી લેખક. તેમનું નામ દસ્તૂર મુલ્લા ફીરોઝ હતું. તેમના પિતાનું નામ દસ્તૂર કાવસ બિન રુસ્તમ હતું. તેઓ હિન્દુસ્તાનના પ્રાચીન ‘મુઆબ્બિદો’માંથી હતા. તેઓ મૂળ ઈરાનના સોહરાવર્દના વતની હતા. તેમના વડવાઓ ઈ. સ. 1267માં હિજરત કરીને હિન્દુસ્તાનમાં આવ્યા હતા. મુલ્લા ફીરોઝને ઉર્દૂ,…
વધુ વાંચો >મુલ્લા વજ્હી
મુલ્લા વજ્હી (જ. ; અ. 1659) : ઉર્દૂના પ્રશિષ્ટ કવિ તથા લેખક. આખું નામ મુલ્લા અસદુલ્લા વજ્હી. તેમણે ગોલકોન્ડા(હૈદરાબાદ)માં ઉર્દૂ ભાષાને નવું રૂપ આપ્યું. તેઓ સુલતાન મુહમ્મદ કુલી કુતુબશાહના દરબારી રાજકવિ હતા. પદ્યમાં તેમનું મસ્નવી કાવ્ય ‘કુતુબ-મુશ્તરી’ અને ગદ્યમાં ‘સબરસ’ નામની તેમની સાહિત્યિક કૃતિ ઉર્દૂમાં અગ્રસ્થાન ધરાવે છે. મુલ્લા વજ્હી…
વધુ વાંચો >મુલ્લાં, જીવણ
મુલ્લાં, જીવણ : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ(1658–1707)ના અધ્યાપક તથા અરબીના વિદ્વાન. તેમણે ‘અલ્-તકસિર અલ્-અહમદિયા ફી બયાન અલ્-આયાત અલ્ શરૈયા’ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં કુરાનની આયાતોમાં જણાવેલા આદેશો તથા પ્રતિબંધો વિશેની સમજૂતી આપી છે. તેમનો બીજો ગ્રંથ ‘નૂર અલ્-અન્વાર’ છે. તેમાં તેમણે નસફીના પ્રસિદ્ધ ગ્રંથ ‘અલ્-અન્વાર’ વિશે ટીકા (ભાષ્ય) લખી છે.…
વધુ વાંચો >મુશર્રફ, પરવેઝ
મુશર્રફ, પરવેઝ (જ. 11 ઑગસ્ટ 1943, દિલ્હી) : પાકિસ્તાનના પ્રમુખ સર્વોચ્ચ વહીવટી અધિકારી અને લશ્કરના સરસેનાધિપતિ. પિતા સઈદ મુશરફુદ્દીન ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે સરકારી અધિકારી હતા. હિંદુસ્તાનના વિભાજન સમયે લોહિયાળ હુલ્લડો ફાટી નીકળે તે પૂર્વે સહીસલામત પસાર થયેલી છેલ્લી ટ્રેનમાં તેમનું કુટુંબ પાકિસ્તાન રવાના થયું અને કરાંચીમાં સ્થિર થયું. જૂની દિલ્હીના,…
વધુ વાંચો >મુશ્તાકઅલીખાં
મુશ્તાકઅલીખાં : સેનિયા ઘરાણાના ઉચ્ચ કુળના સિતારવાદક. મુશ્તાકઅલીએ સંગીતની તાલીમ પોતાના પિતા આશીકઅલીખાં પાસેથી મેળવી હતી. મુશ્તાકઅલી સાતમી માત્રાથી ગત શરૂ કરતા એ તેમની વિશેષતા હતી. તેમણે પોતે સિતારની 400 ગતોની રચના કરી છે, જે બધી જ સાતમી માત્રાથી શરૂ થાય છે. તેઓ હંમેશાં પોતાના ઘરાણાની શુદ્ધતા સાચવતા અને શ્રોતાઓને…
વધુ વાંચો >