૧૫.૨૬

માર્કોવા ડેમ ઍલિસિયાથી માલહર્બ ફ્રાન્સ્વા દ

માર્સિયાનો, રૉકી

માર્સિયાનો, રૉકી (જ. 1923, બ્રૉક્ટન, મૅસેચુસેટ્સ; અ. 1969) : અમેરિકાના હેવીવેટ મુક્કાબાજીના ચૅમ્પિયન. મૂળ નામ રૉકૉ ફ્રાન્સિસ માર્સેજિયાનો. સૌપ્રથમ તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સર્વિસમૅન તરીકે મુક્કાબાજીની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. 1947માં તેમણે વ્યવસાયી ધોરણે આ કારકિર્દી અપનાવી. 1951માં તેમણે ભૂતપૂર્વ વિશ્વચૅમ્પિયન જો લૂઈને હરાવીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી. તેમણે પછીના જ…

વધુ વાંચો >

માર્સિલિયેસી

માર્સિલિયેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લેપ્ટોસ્પૉરેન્જિયૉપ્સિડા વર્ગનું જલજ હંસરાજ ધરાવતું એક વિષમ-બીજાણુક (heterosporous) કુળ. આ કુળમાં ત્રણ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : (1) Marsilea; (2) Pilularia અને (3) Regnellidium. માર્સિલિયા ઉષ્ણ પ્રદેશોમાં જલજ કે ઉપજલજ (subaquatic) હંસરાજ તરીકે નૈસર્ગિક રીતે ઊગે છે. તેની વિશ્વમાં 53 જાતિઓ, ભારતમાં 9 જાતિઓ…

વધુ વાંચો >

માર્સિલિયો ઑવ્ પદુઆ

માર્સિલિયો ઑવ્ પદુઆ (જ. 1275; અ. 1342) : ઇટાલીના વિદ્વાન અને રાજકીય ચિંતક. તેમના પિતા પદુઆના નૉટરી હતા. પ્રારંભે તેમણે યુનિવર્સિટી ઑવ્ પદુઆમાં અને ત્યારબાદ યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં તત્વજ્ઞાન અને મેડિસિનનો અભ્યાસ કર્યો. 1312માં તેઓ આ જ પૅરિસ યુનિવર્સિટીના રેક્ટર બન્યા. ઉત્તર મધ્યકાલીન ચિંતકો અને ચર્ચસુધારકો પર તેમનો ભારે પ્રભાવ…

વધુ વાંચો >

માર્સેલ્સ (માર્સેઇલ)

માર્સેલ્સ (માર્સેઇલ) : પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટામાં મોટું શહેર તથા મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 18´ ઉ. અ. અને 5° 24´ પૂ. રે. આ શહેર ફ્રાન્સનું જૂનામાં જૂનું શહેર ગણાય છે. તેનો આકાર અર્ધવર્તુળ જેવો છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે તથા નહેર દ્વારા રહોન નદી…

વધુ વાંચો >

માર્સો, માર્સલ

માર્સો, માર્સલ (જ. 1923, સ્ટ્રેસબર્ગ, ફ્રાન્સ) : ફ્રાન્સના મૂક-અભિનયના જાણીતા કલાકાર. તેમણે પૅરિસમાં ઇકૉલ દ બોઝાર્ત ખાતે અભ્યાસ કર્યો. 1948માં તેમણે માઇમ માર્સલ માર્સો નામે સંસ્થા સ્થાપી; તેમાં તેમણે મૂક-અભિનયકલાને પદ્ધતિસર વિકસાવી અને તે કલાના તેઓ અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. તેમનું શ્વેતરંગી ચહેરો ધરાવતું ‘બિપ’ નામનું પાત્ર રંગભૂમિ તથા ટેલિવિઝન…

વધુ વાંચો >

માલ ઔર મઆશિયાત

માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ…

વધુ વાંચો >

માલકાંગણી

માલકાંગણી : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celastrus paniculatus Willd. (સં. જ્યોતિષ્મતી; હિં. માલકંગની; બં. લતાફટકી; મ. માલકોંગોણી; ત. વલુલુવઈ; ક. કૈગુએરડું; તે. વાવંજી; અં. સ્ટાફ ટ્રી) છે. તે પીળાં ફળ ધરાવતી મોટી આરોહી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં પહાડી…

વધુ વાંચો >

માલતી

માલતી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echitis caryophyllata syn. Aganosma caryophyllata G. Don છે. તે વેલ સ્વરૂપે થાય છે, પરંતુ તેનું જરા વધારે કૃંતન (pruning) કરવાથી તેને છોડ તરીકે પણ ઉછેરી શકાય છે. પર્ણો મોટાં, લંબગોળ અને થોડી અણીવાળાં હોય છે. પુષ્પો સફેદ…

વધુ વાંચો >

માલતીમાધવ

માલતીમાધવ : સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. દસ અંકના બનેલા આ રૂપકમાં માલતી અને માધવની પ્રણયકથા રજૂ થઈ છે. પદ્માવતીના રાજાનો પ્રધાન ભૂરિવસુ પોતાની પુત્રી માલતીને વિદર્ભના રાજાના પ્રધાન અને પોતાના સહાધ્યાયી દેવરાતના પુત્ર માધવ સાથે પરણાવવાનું નક્કી કરે છે અને તેને માટે પોતાની પરિચિત બૌદ્ધ પરિવ્રાજિકા કામંદકીની…

વધુ વાંચો >

માલદીવ

માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં…

વધુ વાંચો >

માર્કોવા, ડેમ ઍલિસિયા

Jan 26, 2002

માર્કોવા, ડેમ ઍલિસિયા (જ. 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : પ્રમુખ બૅલે-નૃત્યાંગના (ballerina). તેમણે કાર્નેગો સોસાયટી તથા વિક-વેલ્સ બૅલે તરફથી નૃત્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ત્યારપછી ઍન્ટન ડૉલિન સાથે સહયોગમાં કાર્ય કર્યું; તેના પરિણામે 1935માં માર્કોવા ડૉલિન નામક નૃત્ય-સંસ્થાની સ્થાપના થઈ. તેમણે બંનેએ સાથે વિશ્વભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા. 1963માં તેમનું ‘ડેમ’ના ખિતાબ વડે…

વધુ વાંચો >

માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ

Jan 26, 2002

માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ (જ. 2 જુલાઈ 1931, ટૅક્લૉબૅન, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ ઇ. માર્કોસનાં મહત્વાકાંક્ષી પત્ની અને સત્તાધારી વ્યક્તિ. તે ગર્ભશ્રીમંત પરિવારનાં પુત્રી હતાં. 1953માં તેઓ ‘મિસ મનીલા’નું બિરુદ જીત્યાં હતાં અને 1954માં માર્કોસ સાથે લગ્ન કર્યું હતું. 1966માં તેઓ પ્રમુખના મહેલમાં રહેવા ગયા પછી ઉત્તરોત્તર વધતી જતી તેમની…

વધુ વાંચો >

માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન

Jan 26, 2002

માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન (જ. 11 સપ્ટેમ્બર 1917, સારાત, ફિલિપાઇન્સ; અ. 28 સપ્ટેમ્બર 1989, હવાઈ, અમેરિકા) : ફિલિપાઇન્સના પ્રમુખ તથા જમણેરી રાજકારણી. તેઓ ફિલિપાઇન્સના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને પુન: ચૂંટણીમાં વિજેતા બનનાર એકમાત્ર પ્રમુખ હતા. યુવાવયે 1935માં પિતાના ખૂનીની હત્યા કરવાનો આરોપ તેમના પર મુકાયેલો, જેનાથી તેઓ 1939માં મુક્ત થયા. આ…

વધુ વાંચો >

માકર્યુઝ, હર્બર્ટ

Jan 26, 2002

માકર્યુઝ, હર્બર્ટ (જ. 19 જુલાઈ 1898, બર્લિન, જર્મની; અ. 29 જુલાઈ 1979, સ્ટર્નબર્ગ, પૂર્વ જર્મની) : જર્મન બૌદ્ધિક અને અમેરિકન સામાજિક રાજકીય ચિંતક. બર્લિનના ફાઇબર્ગમાં તેમણે અભ્યાસ કર્યો અને ત્યાંથી 1922માં ડૉક્ટરેટ મેળવ્યા બાદ ફ્રૅંકફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ રિસર્ચની સ્થાપના કરી. આ સંસ્થા માર્કસવાદના અભ્યાસનું કેંદ્ર બની. જર્મનીમાં હિટલર સત્તા…

વધુ વાંચો >

માર્કસ, કાર્લ

Jan 26, 2002

માર્કસ, કાર્લ (જ. 5 મે 1818, ટ્રિયર, પ્રશિયા; અ. 14 માર્ચ 1883, લંડન, ઇંગ્લૅન્ડ) : 19મી સદીના મહાન સામ્યવાદી વિચારક. કાર્લ હાઇનરિક માર્કસ એક જર્મન યહૂદીના પુત્ર હતા. તે 6 વર્ષના હતા ત્યારે તેમના વકીલ પિતાએ સકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. 1835માં 17 વર્ષની વયે તે કાયદાનો અભ્યાસ કરવા…

વધુ વાંચો >

માકર્સ બ્રધર્સ

Jan 26, 2002

માકર્સ બ્રધર્સ (જ. હયાત : 1891થી 1979 વચ્ચે ન્યૂયૉર્ક સિટી) : હાસ્યકાર અભિનેતાઓનો પરિવાર. તેમાં 4 ભાઈઓનો સમાવેશ થાય છે : જુલિયસ (1895–1977) અથવા ગ્રૂચો; લિયોનાર્દ (1891–1961) અથવા ચિકો; આર્થર (1893–1961) અથવા હાર્પો અને હર્બર્ટ (1901–79) અથવા ઝિપ્પો. તેમણે તેમની કારકિર્દીનો આરંભ કર્યો નૃત્ય-નાટક-સંગીતના મનોરંજક કાર્યક્રમોથી; તે વૃંદ ‘સિક્સ મ્યૂઝિકલ…

વધુ વાંચો >

માર્ગ

Jan 26, 2002

માર્ગ : કાવ્યાભિવ્યક્તિની લાક્ષણિક રીતિ. પ્રાચીન આલંકારિકોએ કાવ્યરચનાના અનેક પ્રકારો જોયા પછી બે મુખ્ય માર્ગો ગણાવ્યા છે કે જેમાં (1) વૈદર્ભ માર્ગ અને (2) ગૌડ માર્ગનો સમાવેશ થાય છે. અલબત્ત, આચાર્ય ભામહ વૈદર્ભ અને ગૌડ માર્ગ વચ્ચે કશું ભેદક તત્વ લાગતું નથી તેથી તેને માનવા તૈયાર નથી; પરંતુ આચાર્ય દંડી…

વધુ વાંચો >

માર્ગારેટ કઝિન્સ

Jan 26, 2002

માર્ગારેટ કઝિન્સ (જ. 1878, અ. 1954) : ભારતને વતન તરીકે સ્વીકારનાર મહિલાવાદી નેત્રી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે તેઓ શ્રીમતી ઍની બિસેન્ટના કાર્યમાં જોડાતાં તેમને ભારત આવવાની તક સાંપડી. ભારતમાં આવી ઍની બિસેન્ટના જમણા હાથ બની તેઓ મહિલા-ઉત્કર્ષના કાર્યમાં જોડાયાં. તેમના પતિ જેમ્સ કઝિન્સે – ‘જયરામ કઝિન્સ’ તરીકે જાણીતા  પણ…

વધુ વાંચો >

માર્ગી ગતિ

Jan 26, 2002

માર્ગી ગતિ (Prograde Motion) : પશ્ચિમથી પૂર્વ તરફની પદાર્થની ગતિ. તે સૌરમંડળમાં સામાન્ય ગતિ છે. આવી ગતિને ‘સીધી ગતિ’ (direct motion) પણ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ દિશાની ગતિ, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફની ગતિને ‘પ્રતિ-માર્ગી ગતિ’ (retrograde motion) કહેવાય છે. પરંતપ પાઠક

વધુ વાંચો >

માર્ગેરિન

Jan 26, 2002

માર્ગેરિન : જુઓ દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ.

વધુ વાંચો >