૧૪.૧૯

ભારવાહક પ્રાણીઓથી ભાવસાર, નટવર પ્રહલાદજી

ભાર્ગવ, પ્રતીક

ભાર્ગવ, પ્રતીક (જ. 13 ફેબ્રુઆરી 1979, સૂરત, ગુજરાત) : દક્ષિણ ગુજરાતના આશાસ્પદ યુવા-તરણસ્પર્ધક. તે ગુજરાત રાજ્યના 1997–98ના વર્ષના પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઍવૉર્ડ’ના વિજેતા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાંથી બી. કૉમ. થયા બાદ હાલ (2001) તે એમ. બી. એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્ર, રાજ્ય તથા યુનિવર્સિટી કક્ષાની તરણસ્પર્ધામાં ભાગ…

વધુ વાંચો >

ભાર્ગવ, પ્રમીત

ભાર્ગવ, પ્રમીત (જ. 21 ઑક્ટોબર 1982, સૂરત, ગુજરાત) : ગુજરાતના 19 વર્ષીય યુવા-તરણ-સ્પર્ધક. તેમને ગુજરાત સીનિયર તરણ ચૅમ્પિયનશિપના 1997, 1999 અને 2000ના વર્ષના એવૉર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાત એસ. એસ. સી. બૉર્ડના બારમા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ તે હાલ (2001) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી. કૉમ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ…

વધુ વાંચો >

ભાલણ

ભાલણ (પંદરમી સદી ઉત્તરાર્ધ–ઈ. સોળમી સદી પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે પાટણનો વતની અને સંસ્કૃતનો વ્યુત્પન્ન પંડિત હતો. આરંભમાં એ દેવીભક્ત હતો પણ જીવનના અંતભાગમાં રામભક્ત બન્યો હોવાનું એની રચનાઓ દ્વારા સમજાય છે. એણે રચેલાં કહેવાતાં ‘દશમસ્કંધ’માંનાં કેટલાંક વ્રજભાષાનાં પદોથી એ વ્રજભાષાનો પણ સારો જાણકાર હોવાનું અનુમાની શકાય. પુરુષોત્તમ…

વધુ વાંચો >

ભાલપ્રદેશ

ભાલપ્રદેશ : તળ ગુજરાતમાં આવેલો, બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 45´ ઉ. અ.થી 23° 00´ ઉ. અ. અને 74° 45´થી 72° 45´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 95 કિમી. અને ઉત્તર ભાગની પહોળાઈ 65 કિમી…

વધુ વાંચો >

ભાલાફેંક

ભાલાફેંક : એક રમત. શિકાર કરવા માટે અને યુદ્ધ લડવા માટે ભાલાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. જ્યારે પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રમતોના સમૂહ(પેન્ટૅથ્લૉન)માં ભાલાફેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફીરકી લઈને ભાલા ફેંકવાની છૂટ હતી, પણ આ રીતે ફેંકવાની રીત જોખમી જણાતાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ફેડરેશને…

વધુ વાંચો >

ભાલાવાળા, ચીમન

ભાલાવાળા, ચીમન (જ. 1 ઑક્ટોબર 1928) : શારીરિક શિક્ષણ તથા રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ ખેલાડી, નિષ્ણાત રાહબર અને પ્રશિક્ષક. સામાન્ય રીતે ‘સી. એસ. ભાલાવાળા’ના નામથી ઓળખાતા આ રમતવીરનું આખું નામ છે : ચીમનસિંઘ મોતીલાલ ભાલાવાળા. વતન : નાથદ્વારા, રાજસ્થાન. વિદ્યાર્થીકાળ દરમિયાન વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, ટેનિસ વગેરે અનેક પ્રચલિત રમતોમાં તેમની ઝળહળતી યશસ્વી…

વધુ વાંચો >

ભાલો

ભાલો : પાયદળ અને ઘોડેસવાર સૈનિકોનું પ્રાચીન અને પરંપરાગત શસ્ત્ર. સંસ્કૃત શબ્દ ‘ભલ્લા’ (ભાલાનું પાનું) પરથી ‘ભાલો’ અથવા ‘ભાલું’ શબ્દ ઊતરી આવ્યો છે. ભાલો એ એકમાત્ર એવું શસ્ત્ર છે જેની મૂળ બનાવટમાં કોઈ ફેરફાર થયેલ નથી. ભાલાના ત્રણ ભાગ હોય છે : (1) ભાલાનું માથું કે ઉપરનો ભાગ જે સામાન્ય…

વધુ વાંચો >

ભાવ

ભાવ : વિશિષ્ટ ચિત્તવૃત્તિ અથવા મનની લાગણી. ભાવનો નાટ્યમાં અભિનય થઈ શકે છે અને કાવ્યના અર્થને તે સૂચવે છે. ભાવ રસની સાથે મહદંશે સામ્ય ધરાવે છે. ધ્વનિવાદીઓ રસની જેમ ભાવને પણ અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો પ્રકાર ગણે છે. ભાવમાં સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ અને સાત્વિક ભાવ એ ત્રણેયનો સમાવેશ થાય છે. જે ભાવ…

વધુ વાંચો >

ભાવક

ભાવક : કાવ્યનો આસ્વાદ લેનાર. તેઓ જે  રીતે કવિતાના ગુણ કે દોષ ગ્રહણ કરે તે મુજબ તેમના ચાર પ્રકારો રાજશેખરે પોતાની ‘કાવ્યમીમાંસા’માં ગણાવ્યા છે. પ્રથમ પ્રકાર ‘અરોચકી’ ભાવકનો છે. આવા કાવ્યાસ્વાદક સારામાં સારી કવિતા વાંચીને કોઈક બાબતે નાખુશ થાય છે. સારામાં સારી કવિતા પણ તેમને પસંદ પડતી નથી. બીજા પ્રકારના…

વધુ વાંચો >

ભાવકત્વ

ભાવકત્વ : રસની નિષ્પત્તિ બાબતમાં આચાર્ય ભટ્ટનાયકે તેમના લુપ્ત ગ્રંથ ‘હૃદયદર્પણ’માં રજૂ કરેલા ભુક્તિવાદમાં માનેલી ત્રણ શક્તિઓમાંની વચલી શક્તિ. ભટ્ટનાયકના મતે શબ્દની ત્રણ શક્તિઓ છે : (1) અભિધા શક્તિ, (2) ભાવકત્વ શક્તિ અને (3) ભોજકત્વ શક્તિ. શક્તિને શાસ્ત્રીય ભાષામાં ‘વ્યાપાર’ પણ કહે છે તેથી ‘ભાવકત્વ વ્યાપાર’ એમ પણ કહેવામાં આવે…

વધુ વાંચો >

ભારવાહક પ્રાણીઓ

Jan 19, 2001

ભારવાહક પ્રાણીઓ : પ્રવાસ તથા માલસામાનની હેરફેરના મુખ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતાં પાલતુ પ્રાણીઓ. આ પ્રાણીઓનો સસ્તન વર્ગની ખરીવાળાં (angulata) પ્રાણીઓની  શ્રેણી(order)ની બે ઉપશ્રેણી (suborder) સમક્ષુર (artiodactyla) અને વિષમક્ષુર(parissodactyla)માં સમાવેશ કરાયેલાં છે. પ્રાણીસૃષ્ટિમાં વિવિધ પ્રાણીઓ પરસ્પર આંતરક્રિયા દ્વારા એક સમતોલ પ્રાણીસમાજની રચના કરે છે; ઉદાહરણ તરીકે, સહજીવન (symbiosis), પારસ્પરિક જીવન…

વધુ વાંચો >

ભારવિ

Jan 19, 2001

ભારવિ (છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ) : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ. સંસ્કૃત મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા. ભારવિ સંસ્કૃત મહાકાવ્યોમાં  કૃત્રિમ અથવા અલંકૃત શૈલીના પ્રવર્તક મહાકવિ લેખાય છે. 634માં લખાયેલા અઈહોલના શિલાલેખમાં ભારવિનો ઉલ્લેખ છે. 776માં લખાયેલા દાનના તામ્રપત્રમાં લેખકે પોતાની સાતમી પેઢીના પૂર્વજ રાજા દુર્વિનીતે ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ ના 15મા સર્ગ પર ટીકા લખી હોવાનો…

વધુ વાંચો >

ભારવિહીનતા

Jan 19, 2001

ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની…

વધુ વાંચો >

ભારશિવ વંશ

Jan 19, 2001

ભારશિવ વંશ : કુષાણ સામ્રાજ્યના અંત અને ગુપ્તયુગના ઉદય પહેલાં ઈ.સ. ચોથી શતાબ્દીમાં શાસન કરી ગયેલ વંશ. એમણે ઉત્તર ભારતમાં પોતાની કીર્તિ ફેલાવી. પુરાણો અનુસાર એમની રાજસત્તાનાં કેન્દ્ર વિદિશા, પદ્માવતી (વર્તમાન–પદમ પવાયા), કાન્તિપુરી (કન્તિત, જિ. મીર્જાપુર) અને મથુરા હતાં. કાશીમાં ગંગાકિનારે એમણે દસ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેની સ્મૃતિ આજે…

વધુ વાંચો >

ભારહૂત

Jan 19, 2001

ભારહૂત : પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલો પ્રસિદ્ધ સ્તૂપ. તેના અવશેષો મધ્ય ભારતમાંથી મળી આવ્યા છે. આ સ્તૂપનો સમય આશરે ઈ. પૂ. 125નો માનવામાં આવે છે. સ્તૂપનો હર્મિકાનો કેટલોક ભાગ તેમજ તેના પૂર્વનું તોરણદ્વાર મળી આવ્યાં છે. આ તોરણદ્વાર સ્તૂપ પછી આશરે પચાસેક વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલું છે. આ હર્મિકા…

વધુ વાંચો >

ભારંગી

Jan 19, 2001

ભારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clerodendrum serratum (Linn.) Moon (સં. भार्गी, पद्मा, ब्रह्मअष्टिका, હિં. ભારંગી, મ. ભારંગ; બં. બામનહાટી; તા. કંડુ-ભારંગી, મલ. ચેરૂટેક્ક) છે. આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગનાં જંગલોમાં થાય છે. મહારાષ્ટ્રમાં સિંહગઢ અને તેની તળેટીમાં તે વધારે પ્રમાણમાં થાય છે. તે લગભગ…

વધુ વાંચો >

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ heavy water)

Jan 19, 2001

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ, heavy water) : સામાન્ય પાણી(H2O)માંના હાઇડ્રોજન(1H)નું તેના એક ભારે સમસ્થાનિક (isotope) ડ્યૂટેરિયમ (D અથવા 2H) વડે પ્રતિસ્થાપન થતાં મળતા પાણીનું એક રૂપ (form). સંજ્ઞા D2O અથવા 2H2O. આવર્તક કોષ્ટકમાં આવેલા સ્થાયી (બિનરેડિયોધર્મી, non-radioactive) સમસ્થાનિકોનાં યુગ્મો પૈકી 1H અને 2H વચ્ચે દળનો તફાવત પ્રમાણમાં સૌથી વધુ (એકના…

વધુ વાંચો >

ભારે રસાયણો

Jan 19, 2001

ભારે રસાયણો (heavy chemicals) : વિવિધ ઉદ્યોગોમાં વપરાશ માટે ટનબંધી જથ્થામાં ઉત્પન્ન કરવામાં આવતાં પાયારૂપ અકાર્બનિક અને કાર્બનિક રસાયણો. આ વર્ગમાં સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને ફૉસ્ફૉરિક ઍસિડો; નાઇટ્રોજન, ઑક્સિજન અને ક્લોરીન; એમોનિયા; ચૂનો; મીઠું; કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ), ધોવાનો સોડા અથવા સોડા એશ (સોડિયમ કાર્બોનેટ) તથા ઇથિલીન જેવાં રસાયણોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ભાર્ગવ, ગોપીચંદ

Jan 19, 2001

ભાર્ગવ, ગોપીચંદ (જ. 1889, સિરસા, જિ. હિસાર, પંજાબ; અ. 26 ડિસેમ્બર 1966) : સ્વાતંત્ર્યસેનાની કૉંગ્રેસી નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન. ગોપીચંદ ભાર્ગવના પિતા પંડિત બદ્રીપ્રસાદ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ અને સરકારી કર્મચારી હતા. ગોપીચંદે મૅટ્રિકની પરીક્ષા 1905માં હિસારમાં, ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1907માં અને એમ.બી.બી.એસ.ની પરીક્ષા 1912માં લાહોરમાં પસાર કરી હતી. 1913માં…

વધુ વાંચો >

ભાર્ગવ, ઠાકુરદાસ

Jan 19, 2001

ભાર્ગવ, ઠાકુરદાસ (જ. 1886, રેવાડી, હરિયાણા; અ. 1962) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રવાદી નેતા અને બંધારણ સભાના સભ્ય. તેમનો જન્મ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ બદ્રીપ્રસાદ અને માતાનું નામ રામપ્યારી હતું. એમના પિતાની હિસારમાં નિમણૂક થતાં તેઓ હિસારની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ લાહોરની દયાનંદ અગ્લો-વેદિક કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >