૧૩.૨૫

બેનફાઇ થિયૉડૉરથી બૅબેજ ચાર્લ્સ

બેનફાઇ, થિયૉડૉર

બેનફાઇ, થિયૉડૉર (જ. 1809, ગૉટિંગન નજીક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત ભાષાશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે પ્રશિષ્ટ તથા હિબ્રૂ ભાષાશાસ્ત્રના ક્ષેત્રે અભ્યાસ આદર્યો (1839થી 1942). તેમણે એક શરત મારી હતી અને તેમાં જીતવા માટે તેમણે થોડાં જ અઠવાડિયામાં સંસ્કૃત ભાષા શીખી લીધી! 1848થી તેમણે ગૉટિંગનમાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનરી’…

વધુ વાંચો >

બેન બેલ્લા, અહમદ

બેન બેલ્લા, અહમદ (જ. 15 ડિસેમ્બર 1918, મૅઘ્નિયા–મર્નિયા) : અલ્જિરિયાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા અને અલ્જિરિયા પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. એક નાના વેપારીને ત્યાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ફ્રેંચ સ્કૂલમાં. આગળ અભ્યાસ માટે તેઓ બાજુના શહેર Tlemcenમાં ગયા અને ત્યાં તેમને પ્રથમ વખત રંગભેદનો કડવો અનુભવ થયો. પરિણામે તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભળવાનું શરૂ…

વધુ વાંચો >

બૅનરજી, કંકણા

બૅનરજી, કંકણા (જ. 1948) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇંદોર ઘરાનાનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા. તેમણે સંગીતનું શિક્ષણ મુખ્યત: ઇંદોર ઘરાનાના ઉસ્તાદ અમીરખાં પાસેથી લીધેલું. મીઠો, સુરીલો, ત્રણેય સપ્તકમાં સહજતાથી ફરી શકે એવો અવાજ અને રાગની સ્પષ્ટતા એ એમની ગાયકીની લાક્ષણિકતાઓ છે. કલકત્તાના એક વ્યાપારી પરિવારમાં એમનો જન્મ થયેલો. નાનપણથી…

વધુ વાંચો >

બૅનરજી, જિતેન્દ્રનાથ એન.

બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા. કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના…

વધુ વાંચો >

બૅનરજી, નિખિલ

બૅનરજી, નિખિલ (જ. 14 ઑક્ટોબર 1931, કલકત્તા; અ. 27 જાન્યુઆરી 1986, કલકત્તા) : ભારતના અગ્રણી સિતારવાદક. પિતા જે. એન. બૅનરજી પોતે સંગીતકાર હતા અને તેમણે જ નિખિલને શરૂઆતની સંગીતશિક્ષા આપી. માત્ર નવ વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં તેમણે જાહેર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરી મૂકેલા. ગૌરીપુરના મહારાજા પાસે થોડોક…

વધુ વાંચો >

બેનરજી, પ્રદીપ કુમાર

બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936, જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી. પી.કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં…

વધુ વાંચો >

બૅનરજી, મમતા

બૅનરજી, મમતા (જ. 5 જાન્યુઆરી 1955, કૉલકાતા) : જાણીતાં રાજકીય મહિલા નેતા અને તૃણમૂલ કૉંગ્રેસ પક્ષનાં મુખ્ય નેત્રી. તેમણે કૉલકાતામાં શાળાકીય અને કૉલેજ-શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ અમેરિકાની ઈસ્ટ જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અનુસ્નાતક, ડૉક્ટરેટ અને કાયદાની પદવીઓ હાંસલ કરી. ભારતમાં અભ્યાસકાળ દરમિયાન છાત્ર પરિષદનાં સભ્ય બની 1969થી તેમણે રાજકારણમાં…

વધુ વાંચો >

બૅનરજી, રાખાલદાસ

બૅનરજી, રાખાલદાસ (જ. 12 એપ્રિલ 1885, બહેરામપુર, જિ. મુર્શિદાબાદ; અ. 1930, કલકત્તા) : ભારતીય પુરાતત્વવેત્તા, ઇતિહાસકાર અને સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરમાં, ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 1905માં બી.એ. અને 1909માં એમ.એ. થયા. શરૂઆતમાં કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્વ…

વધુ વાંચો >

બૅનરજી, વ્યોમેશચન્દ્ર

બૅનરજી, વ્યોમેશચન્દ્ર (જ. 29 ડિસેમ્બર 1844, કૉલકાતા, બંગાળ; અ. 1906, ઇંગ્લૅન્ડ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ પ્રમુખ, બંગાળના વિખ્યાત બૅરિસ્ટર અને વિનીત (મવાળ) રાજકીય નેતા. વ્યોમેશચન્દ્રના પિતા ગિરીશચન્દ્ર વકીલ હતા. તેમની માતા સરસ્વતીદેવીએ વ્યોમેશચન્દ્રનું જીવન ઘડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1862માં એક વકીલની પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ, શિષ્યવૃત્તિ મળવાથી…

વધુ વાંચો >

બૅનરજી, સુરેન્દ્રનાથ

બૅનરજી, સુરેન્દ્રનાથ (જ. 10 નવેમ્બર 1848, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1925, બરાકપુર) : સાંસ્થાનિક સ્વરાજ માટે આજીવન ઝૂઝનાર મવાળ દેશનેતા, પત્રકાર અને કેળવણીકાર. જન્મ કુલીન બ્રાહ્મણ પરિવારમાં. પિતા દુર્ગાચરણ ડૉક્ટર હતા અને ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. માધ્યમિક શિક્ષણ પૅરન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટશનમાં લઈ સુરેન્દ્રનાથ 1868માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એ જ…

વધુ વાંચો >

બેન્ટોનાઇટ

Jan 25, 2000

બેન્ટોનાઇટ (bentonite) : માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે. યુ.એસ.માં વાયોમિંગના ક્રિટેસિયસ સ્તરોમાં ફૉર્ટ બેન્ટૉન નજીક સર્વપ્રથમ વિશિષ્ટ પ્રકારની, ખૂબ જ કલિલ સુઘટ્ય માટી મળી આવેલી હોવાથી સ્થળના નામ પરથી તેને બેન્ટોનાઇટ નામ અપાયેલું છે. તેને જ્યારે પાણીમાં રાખવામાં આવે…

વધુ વાંચો >

બૅન્ટ્રી ઉપસાગર

Jan 25, 2000

બૅન્ટ્રી ઉપસાગર : આયર્લૅન્ડના નૈર્ઋત્ય કિનારે કૉર્ક પરગણા નજીક ભૂમિભાગમાં પ્રવેશેલો ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરનો ફાંટો. તેની મહત્તમ લંબાઈ 48 કિમી. અને મુખભાગ આગળની પહોળાઈ 16 કિમી. જેટલી છે. આ ઉપસાગર ઉત્તર તરફ આવેલા કાહા દ્વીપકલ્પને દક્ષિણ તરફના શિપ્સહેડ દ્વીપકલ્પથી અલગ કરે છે. તે લગભગ ત્રણ બાજુએ પર્વતોથી વીંટળાયેલો છે. 1689…

વધુ વાંચો >

બેન્ડિગો

Jan 25, 2000

બેન્ડિગો : ઑસ્ટ્રેલિયાના ખંડના વિક્ટોરિયા રાજ્યમાં ઉત્તર તરફ આવેલું  શહેર. મૂળ નામ સૅન્ડહર્સ્ટ. ભૌગોલિક સ્થાન : 36° 46´ દ. અ. અને 144° 17´ પૂ. રે. મેલબૉર્નથી ઉત્તરમાં 150 કિમી. અંતરે તે આવેલું છે. ઑસ્ટ્રેલિયન આલ્પ્સનું નૈર્ઋત્ય વિસ્તરણ રચતા ઓછી ઊંચાઈવાળા પર્વતોના ઉત્તર ઢોળાવો પર તે વસેલું છે. બેન્ડિગોની આબોહવા સૂકી…

વધુ વાંચો >

બૅન્ડેલીર, ઍડૉલ્ફ

Jan 25, 2000

બૅન્ડેલીર, ઍડૉલ્ફ (જ. 1840, બર્ન; અ. 1914) : જર્મનીના નિષ્ણાત પુરાતત્વવિજ્ઞાની અને માનવશાસ્ત્રી. તેમણે ઈશાન અમેરિકાની પ્રિ-કોલમ્બિયન ઇન્ડિયન તથા પેરુ અને બોલિવિયાની સાંસ્કૃતિક પરંપરાના અભ્યાસની પહેલ કરી. 1880થી તેમણે મુખ્યત્વે ઍરિઝોના તથા ન્યૂ મેક્સિકોની સમસ્યાઓ વિશે કામ કરવા માંડ્યું અને તેમાં તેમણે દસ્તાવેજી સંશોધન, માનવવંશવિજ્ઞાન અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ – એમ…

વધુ વાંચો >

બૅન્થમ, જ્યૉર્જ

Jan 25, 2000

બૅન્થમ, જ્યૉર્જ (જ. 22 સપ્ટેમ્બર 1800, સ્ટૉક, ડેવન; અ. 10 સપ્ટેમ્બર 1884, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી. તેમના સમયની બધી જાણીતી વનસ્પતિજાતિઓના વિસ્તૃત અભ્યાસ પર આધારિત બીજધારીઓ(spermatophyta)ની તેમની વર્ગીકરણ-પદ્ધતિ વાહકપેશીધારીઓના વર્ગીકરણવિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓ માટે પાયારૂપ ગણાય છે. તેઓ ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની પાયરેમ દ કૅન્ડોલે વર્ણવેલ ફ્રેન્ચ વનસ્પતિસમૂહ- (flora)ની વૈશ્લેષિક (analytic) સારણીઓ દ્વારા…

વધુ વાંચો >

બેન્થામ, જેરિમી

Jan 25, 2000

બેન્થામ, જેરિમી (જ. 15 ફેબ્રુઆરી 1748, લંડન; અ. 6 જૂન 1832, લંડન) : ઉપયોગિતાવાદ(utilitarianism)ના પુરસ્કર્તા, અંગ્રેજ તત્વચિંતક અને કાયદાશાસ્ત્રી. વકીલ પિતાના આ પુત્રે ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજમાંથી પદવી મેળવી. કાયદાશાસ્ત્રના વિવિધ ઘટકોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની અનિચ્છા છતાં બેન્થામે પ્રણાલિકાગત વકીલાત છોડી દીધી અને તેને બદલે કાયદા અને ન્યાયતંત્રના ક્ષેત્રે મહત્વના…

વધુ વાંચો >

બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર

Jan 25, 2000

બેન્દ્રે, દત્તાત્રય રામચંદ્ર (જ. 1896, ધારવાડ, કર્ણાટક; અ. 1981) : કન્નડના અગ્રણી કવિ તથા સાહિત્યકાર. ઉત્કટ જ્ઞાનપિપાસા તેમને તેમના પૂર્વજો તરફથી વારસામાં મળી હતી. તેમના શિક્ષણનો પ્રારંભ પુણેમાં થયો અને 1918માં બી.એ. થયા પછી તેઓ ધારવાડ પરત આવી સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સાથે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. તેમણે…

વધુ વાંચો >

બેન્દ્રે, નારાયણ શ્રીધર

Jan 25, 2000

બેન્દ્રે, નારાયણ શ્રીધર (જ. 21 ઑગસ્ટ 1910, ઇન્દોર; અ. 18 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને પ્રસિદ્ધ કળાગુરુ. પિતા સરકારી ખાતામાં કારકુન. બાળપણથી જ તેમને ચિત્રકળાનો નાદ લાગ્યો હતો. પ્રારંભિક તાલીમ 1929માં ઇંદોરની સ્ટેટ આર્ટ સ્કૂલમાં ડી. ડી. દેવલાલીકર પાસે મેળવી. 1933માં તેમણે મુંબઈ ખાતે ‘ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન…

વધુ વાંચો >

બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન)

Jan 25, 2000

બેફામ (વીરાણી, બરકતઅલી ગુલામહુસેન) (જ. 25 નવેમ્બર 1923, ધાંધળી; અ. 2 જાન્યુઆરી, 1993, મુંબઈ) : જાણીતા ગુજરાતી ગઝલકાર તથા નવલિકાકાર તથા નવલકથાકાર. ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ધાંધળી ગામે જન્મેલા આ કવિનો અભ્યાસ મૅટ્રિક સુધીનો હતો. કિસ્મત કુરેશી તેમના ગઝલ-ગુરુ હતા. 1945માં ‘શયદા’ ભાવનગર એક મુશાયરામાં આવ્યા ત્યારે તેમને ‘બે ઘડી…

વધુ વાંચો >

બૅફિન ઉપસાગર

Jan 25, 2000

બૅફિન ઉપસાગર : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગ્રીનલૅન્ડ અને બૅફિન ટાપુ વચ્ચે આવેલો અંડાકારમાં પથરાયેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70° ઉ. અ. અને 60´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની ઉત્તરે સ્મિથ સાઉન્ડ, પશ્ચિમે લૅન્કેસ્ટર સાઉન્ડ તથા દક્ષિણે ડૅવિડની સામુદ્રધુની આવેલી છે. ઉત્તર તથા પશ્ચિમ તરફથી જળવહન દ્વારા આ…

વધુ વાંચો >