બેનફાઇ, થિયૉડૉર (જ. 1809, ગૉટિંગન નજીક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત ભાષાશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે પ્રશિષ્ટ તથા હિબ્રૂ ભાષાશાસ્ત્રના ક્ષેત્રે અભ્યાસ આદર્યો (1839થી 1942). તેમણે એક શરત મારી હતી અને તેમાં જીતવા માટે તેમણે થોડાં જ અઠવાડિયામાં સંસ્કૃત ભાષા શીખી લીધી! 1848થી તેમણે ગૉટિંગનમાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનરી’ (1866) – એ તેમનું બહુ ઉપયોગી અને જાણીતું પુસ્તક છે.

મહેશ ચોકસી