૧૩.૨૫
બેનફાઇ થિયૉડૉરથી બૅબેજ ચાર્લ્સ
બેનફાઇ, થિયૉડૉર
બેનફાઇ, થિયૉડૉર (જ. 1809, ગૉટિંગન નજીક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત ભાષાશાસ્ત્રી. પ્રારંભમાં તેમણે પ્રશિષ્ટ તથા હિબ્રૂ ભાષાશાસ્ત્રના ક્ષેત્રે અભ્યાસ આદર્યો (1839થી 1942). તેમણે એક શરત મારી હતી અને તેમાં જીતવા માટે તેમણે થોડાં જ અઠવાડિયામાં સંસ્કૃત ભાષા શીખી લીધી! 1848થી તેમણે ગૉટિંગનમાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. ‘સંસ્કૃત-ઇંગ્લિશ ડિક્શનરી’…
વધુ વાંચો >બેન બેલ્લા, અહમદ
બેન બેલ્લા, અહમદ (જ. 15 ડિસેમ્બર 1918, મૅઘ્નિયા–મર્નિયા) : અલ્જિરિયાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા અને અલ્જિરિયા પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. એક નાના વેપારીને ત્યાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ફ્રેંચ સ્કૂલમાં. આગળ અભ્યાસ માટે તેઓ બાજુના શહેર Tlemcenમાં ગયા અને ત્યાં તેમને પ્રથમ વખત રંગભેદનો કડવો અનુભવ થયો. પરિણામે તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભળવાનું શરૂ…
વધુ વાંચો >બૅનરજી, કંકણા
બૅનરજી, કંકણા (જ. 1948) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇંદોર ઘરાનાનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા. તેમણે સંગીતનું શિક્ષણ મુખ્યત: ઇંદોર ઘરાનાના ઉસ્તાદ અમીરખાં પાસેથી લીધેલું. મીઠો, સુરીલો, ત્રણેય સપ્તકમાં સહજતાથી ફરી શકે એવો અવાજ અને રાગની સ્પષ્ટતા એ એમની ગાયકીની લાક્ષણિકતાઓ છે. કલકત્તાના એક વ્યાપારી પરિવારમાં એમનો જન્મ થયેલો. નાનપણથી…
વધુ વાંચો >બૅનરજી, જિતેન્દ્રનાથ એન.
બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા. કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના…
વધુ વાંચો >બૅનરજી, નિખિલ
બૅનરજી, નિખિલ (જ. 14 ઑક્ટોબર 1931, કલકત્તા; અ. 27 જાન્યુઆરી 1986, કલકત્તા) : ભારતના અગ્રણી સિતારવાદક. પિતા જે. એન. બૅનરજી પોતે સંગીતકાર હતા અને તેમણે જ નિખિલને શરૂઆતની સંગીતશિક્ષા આપી. માત્ર નવ વર્ષની ઉંમરે બંગાળ સંગીત સંમેલનમાં તેમણે જાહેર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કરી મૂકેલા. ગૌરીપુરના મહારાજા પાસે થોડોક…
વધુ વાંચો >બેનરજી, પ્રદીપ કુમાર
બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936, જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી. પી.કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં…
વધુ વાંચો >બૅનરજી, મમતા
બૅનરજી, મમતા (જ. 5 જાન્યુઆરી 1955, કૉલકાતા) : જાણીતાં રાજકીય મહિલા નેતા અને તૃણમૂલ કૉંગ્રેસ પક્ષનાં મુખ્ય નેત્રી. તેમણે કૉલકાતામાં શાળાકીય અને કૉલેજ-શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ અમેરિકાની ઈસ્ટ જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી અનુસ્નાતક, ડૉક્ટરેટ અને કાયદાની પદવીઓ હાંસલ કરી. ભારતમાં અભ્યાસકાળ દરમિયાન છાત્ર પરિષદનાં સભ્ય બની 1969થી તેમણે રાજકારણમાં…
વધુ વાંચો >બૅનરજી, રાખાલદાસ
બૅનરજી, રાખાલદાસ (જ. 12 એપ્રિલ 1885, બહેરામપુર, જિ. મુર્શિદાબાદ; અ. 1930, કલકત્તા) : ભારતીય પુરાતત્વવેત્તા, ઇતિહાસકાર અને સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરમાં, ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. 1905માં બી.એ. અને 1909માં એમ.એ. થયા. શરૂઆતમાં કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્વ…
વધુ વાંચો >બૅનરજી, વ્યોમેશચન્દ્ર
બૅનરજી, વ્યોમેશચન્દ્ર (જ. 29 ડિસેમ્બર 1844, કૉલકાતા, બંગાળ; અ. 1906, ઇંગ્લૅન્ડ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ પ્રમુખ, બંગાળના વિખ્યાત બૅરિસ્ટર અને વિનીત (મવાળ) રાજકીય નેતા. વ્યોમેશચન્દ્રના પિતા ગિરીશચન્દ્ર વકીલ હતા. તેમની માતા સરસ્વતીદેવીએ વ્યોમેશચન્દ્રનું જીવન ઘડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. 1862માં એક વકીલની પેઢીમાં ક્લાર્ક તરીકે જોડાયા બાદ, શિષ્યવૃત્તિ મળવાથી…
વધુ વાંચો >બૅનરજી, સુરેન્દ્રનાથ
બૅનરજી, સુરેન્દ્રનાથ (જ. 10 નવેમ્બર 1848, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1925, બરાકપુર) : સાંસ્થાનિક સ્વરાજ માટે આજીવન ઝૂઝનાર મવાળ દેશનેતા, પત્રકાર અને કેળવણીકાર. જન્મ કુલીન બ્રાહ્મણ પરિવારમાં. પિતા દુર્ગાચરણ ડૉક્ટર હતા અને ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. માધ્યમિક શિક્ષણ પૅરન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટશનમાં લઈ સુરેન્દ્રનાથ 1868માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એ જ…
વધુ વાંચો >બેન્ઝાલ્ડિહાઇડ
બેન્ઝાલ્ડિહાઇડ (બેન્ઝોઇક આલ્ડિહાઇડ) : કડવી બદામનું તેલ. રંગવિહીન, બાષ્પશીલ, કડવી બદામ જેવી વાસવાળું તૈલી પ્રવાહી. અણુસૂત્ર C6H5CHO; બંધારણીય સૂત્ર અણુભાર 106.12. તે 1803માં અલગ કરવામાં આવ્યું હતું. 1830માં લીબિગ અને વૉહલરે તેનું બંધારણ નક્કી કરેલું. તે કડવી બદામના મીજ(kernel)માં, ચેરી, પીચ તથા ચેરી લૉરેલ(laurel)નાં પાન વગેરેમાં એમિગ્ડેલિન નામના ગ્લાયકોસાઇડ સ્વરૂપે…
વધુ વાંચો >બેન્ઝીન
બેન્ઝીન : રંગવિહીન, પ્રવાહી અને સાદામાં સાદું ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન સંયોજન. અંગ્રેજ વૈજ્ઞાનિક માઇકેલ ફેરેડેએ 1825માં કોલવાયુ અથવા પ્રદીપક વાયુ(illuminating gas)માંથી સૌપ્રથમ તે મેળવેલું અને તેને ‘બેન્ઝીન’ (benzin) નામ આપેલું. જર્મન વૈજ્ઞાનિક લીબિગે તેને ‘બેન્ઝોલ’ તરીકે ઓળખાવેલું. ઑગસ્ટ હૉફમેને 1845માં ડામર(coaltar)માંથી આ પદાર્થ મેળવ્યો અને તેને હાલ વપરાતું ‘બેન્ઝીન’ નામ આપ્યું.…
વધુ વાંચો >બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ
બેન્ઝીન હેક્સાક્લૉરાઇડ (BHC) : C6H6Cl6 અણુસૂત્ર ધરાવતા 1, 2, 3, 4, 5, 6–હેક્સાક્લૉરોસાઇક્લોહેક્ઝેન(HCH)ના જુદા-જુદા ભૌમિતિક સમઘટકો પૈકીનો ગમે તે એક. સંરચનાની ર્દષ્ટિએ દરેક સમઘટક સાઇક્લોહેક્ઝેન વલયના કાર્બન-પરમાણુઓ સાથે જોડાયેલ ક્લોરીન પરમાણુઓની વિભિન્ન અવકાશીય ગોઠવણી ધરાવે છે. પારદ-બાષ્પ (mercury vapour) દીવામાંથી મળતા પારજાંબલી પ્રકાશની હાજરીમાં બેન્ઝીન(C6H6)નું ક્લોરીન (Cl2) વડે ક્લોરીનીકરણ કરવાથી…
વધુ વાંચો >બેન્ઝોઇક ઍસિડ
બેન્ઝોઇક ઍસિડ (બેન્ઝીન કાબૉર્ક્સિલિક ઍસિડ, ફીનાઇલ ફૉર્મિક ઍસિડ) : કાબૉર્ક્સિલિક ઍસિડ કુટુંબનું સફેદ, સ્ફટિકમય, કાર્બનિક સંયોજન. સૂત્ર C6H5COOH; અણુભાર 122.12. તેમાં C 68.85 %, H 4.95 % અને O 26.20 % હોય છે. સોળમી સદીના મધ્યભાગ સુધી તે બેન્ઝીન કાર્બૉક્સિલિક ઍસિડ અથવા ફીનાઇલ ફૉર્મિક ઍસિડ તરીકે જાણીતો હતો. પરંતુ ત્યારબાદ…
વધુ વાંચો >બેન્ઝોઇન
બેન્ઝોઇન : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટાયરેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Styrax benzoin Dry (હિં., મ., બં., ગુ., લોબાન; અં. benzoin tree) છે. તે લગભગ 12 મી. સુધીની ઊંચાઈ ધરાવતો ક્ષુપ અથવા વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઈસ્ટ ઇંડિઝનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો અંડાકાર-લંબચોરસ (ovate–oblong) કે અંડાકાર-ભાલાકાર (ovate–lanceolate)…
વધુ વાંચો >બેન્ટલી, આર્થર ફિશર
બેન્ટલી, આર્થર ફિશર (જ. 16 ઑક્ટોબર 1870, ફ્રીપૉર્ટ, ઇલિનૉઇ; અ. 21 મે 1957) : જાણીતા અમેરિકન રાજ્યશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રી. જ્ઞાનમીમાંસા, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રના વર્તનલક્ષી પદ્ધતિશાસ્ત્રના વિકાસમાં તેમણે આપેલ પ્રદાનને કારણે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1892માં તેમણે બી.એ.ની ઉપાધિ મેળવી અને 1895માં જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી…
વધુ વાંચો >બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ
બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા…
વધુ વાંચો >બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ
બેન્ટિન્ક, લૉર્ડ વિલિયમ (જ. 14 સપ્ટેમ્બર 1774, બલ્સ્ટ્રોડ, બકિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 જૂન 1839, પૅરિસ) : બ્રિટિશ રાજ દરમિયાન 1828થી 1835 સુધી ભારતનો ગવર્નર જનરલ. તેણે 17 વર્ષની વયે લશ્કરમાં કમિશન મેળવ્યું અને 1794માં લેફ્ટેનન્ટ કર્નલ બન્યો. 1803માં મદ્રાસ ઇલાકાના ગવર્નર તરીકે તેને નીમવામાં આવ્યો. તે દરમિયાન લશ્કરના દેશી સિપાઈઓને…
વધુ વાંચો >બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર)
બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >બેન્ટેઈ સ્રાઈ
બેન્ટેઈ સ્રાઈ : ઈશ્વરપુર, કમ્બોડિયાનું શિવમંદિર. ઈ.સ. 967માં બંધાયેલ આ મંદિર અંગકોરથી 20 કિમી. ઉત્તરપૂર્વમાં આવેલું છે. આમાં મુખ્યમંદિર, દેરીઓ, વાચનાલય અને ગોપુરમ્ તેમજ સમૂહને ફરતું વિશાળ જળાશય–વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો (બૌદ્ધ અને હિંદુ) વ્યાપક પ્રસાર રહેલો. અશોકના સમયથી લગભગ નવમી સદી સુધી જુદા જુદા…
વધુ વાંચો >