બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ

January, 2000

બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા જ પ્રકારનું હાસ્યરસિક કાવ્યરૂપ પ્રયોજ્યું અને તેને ખુદ પોતાનું જ નામ આપ્યું. આથી તે કાવ્યરૂપ ‘ક્લેરિહ્યુ’ તરીકે ઓળખાતું હતું.

મહેશ ચોકસી