૧૩.૨૪
બેકર બૉરિસથી બેન-ત્સવી ઇત્ઝાક
બેકર, બૉરિસ
બેકર, બૉરિસ (જ. 22 નવેમ્બર 1967, લિમેન, જર્મની) : વિખ્યાત ટેનિસ-ખેલાડી. પિતાનું નામ કર્લ-હિન્ઝ બેકર અને માતાનું નામ એલવિસ બેકર. એના પિતાએ સ્થપતિનું કામ કરતાં બેકરના ઘરની નજીકમાં ટેનિસ સેન્ટર બાંધ્યું હતું. તે વખતે બૉરિસ ત્રણ વર્ષનો હતો. બૉરિસને એના પિતા તાલીમ આપતા હતા, તેથી તેનામાં ટેનિસની રમત પ્રત્યેનો લગાવ…
વધુ વાંચો >બેકર, સૅમ્યુઅલ (સર)
બેકર, સૅમ્યુઅલ (સર) (જ. 1821, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1893) : અંગ્રેજ સાહસવીર. તેમણે નાઈલ નદીનાં મૂળ સ્થાનોની શોધ માટે સાહસપ્રવાસ ખેડ્યો અને 1864માં ગૉન્ડોકૉરો ખાતે સ્પેક તથા ગ્રાન્ટ સાથે ભેટો થયો. 1864માં નાઈલ નદી જેમાં આવી ભળે છે તે અંતરિયાળ દરિયા (inland sea) સુધી પહોંચ્યા અને તેને ‘ઍલ્બર્ટ ન્યાન્ઝા’ એવું…
વધુ વાંચો >બેકારી
બેકારી : વ્યક્તિ પાસે કામ કરવાની શક્તિ હોય અને કામ કરવાની ઇચ્છા હોય, પરંતુ તેને પ્રવર્તમાન વેતનના દર પ્રમાણે કામ ન મળતું હોય ત્યારે તે વ્યક્તિ બેકાર છે તેમ કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ બેકાર હોય ત્યારે આ બેકારી તેના માટે એક ગંભીર વ્યક્તિગત પ્રશ્ન ગણાય, પરંતુ આવા થોડાઘણા લોકો…
વધુ વાંચો >બેકી
બેકી : ઓરિસા મંદિરશૈલીમાં શિખર ઉપરનો કંઠનો નળાકાર પથ્થર. ઓરિસાના રેખા-દેઉલના શિખર પર આમલકનો વર્તુળાકાર પથ્થર બેસાડવા માટે આ પથ્થર વપરાય છે. આ પથ્થરના પ્રયોગથી શિખરનું ઊર્ધ્વ દર્શન અત્યંત પ્રભાવશાળી બને છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં 38થી 46 મીટર ઊંચાઈએ 9 મીટર જેટલો વ્યાસ ધરાવતા વિશાળ આમલકને…
વધુ વાંચો >બેકેટ, સેંટ ટૉમસ
બેકેટ, સેંટ ટૉમસ (જ. 21 ડિસેમ્બર 1118, લંડન; અ. 29 ડિસેમ્બર 1170, કૅન્ટરબરી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : ખ્રિસ્તી ધર્મના શહીદ. રોમન કૅથલિક પંથના સંત તરીકે પ્રતિષ્ઠા (1173). ચાન્સેલર ઑવ્ ઇંગ્લૅન્ડ (1155–62) અને આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી (1162–70). રાજા હેન્રી બીજા સાથે વૈમનસ્ય થતાં કૅન્ટરબરીના દેવળમાં જ તેમની નિર્મમ હત્યા. નૉર્મન વંશના ‘લિટર…
વધુ વાંચો >બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે
બેકેટ, સૅમ્યુઅલ બાર્કલે (જ. 13 એપ્રિલ 1906, ફૉક્સરૉક, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 1989) : સાહિત્ય માટેના 1969ના નોબેલ પુરસ્કારના વિજેતા. અંગ્રેજી અને ફ્રેન્ચ ઉભય ભાષાઓના નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. ઍબ્સર્ડ થિયેટરના મુખ્ય નાટ્યકાર. જન્મ પ્રૉટેસ્ટન્ટ ઍંગ્લો-આઇરિશ પરિવારમાં. પિતા તોલ-માપ પર દેખરેખ રાખનાર અધિકારી. માતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં. શિક્ષણ ઉત્તર આયર્લૅન્ડની પૉર્ટોરા…
વધુ વાંચો >બેકેનબાવર, ફ્રાન્ઝ
બેકેનબાવર, ફ્રાન્ઝ (જ. 1945, મ્યૂનિક, જર્મની) : ફૂટબૉલની રમતના મહાન ખેલાડી. આ રમતના ખેલાડી બનવા ઉપરાંત પ્રશિક્ષક (coach), મૅનેજર અને વહીવટકર્તા તરીકે – એમ વિવિધ રીતે તેઓ 1970ના દાયકા દરમિયાન જર્મનીમાં ફૂટબૉલ રમતના ક્ષેત્રે એક પ્રભાવક અને જોશીલું પ્રેરકબળ બની રહ્યા. 1972માં યુરોપિયન નૅશન્સ કપમાં પશ્ચિમ જર્મનીની રાષ્ટ્રીય ટીમને તેમના…
વધુ વાંચો >બૅકેરલ, આન્ત્વાં આંરી
બૅકેરલ, આન્ત્વાં આંરી (જ. 15 ડિસેમ્બર 1852, પૅરિસ; અ. 25 ઑગસ્ટ 1908, લ કર્વાશિક, ફ્રાન્સ) : 1903ની સાલના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. સ્વયંસ્ફુરિત રેડિયો સક્રિયતા(spontaneous radioactivity)ની તેમની શોધની કદર રૂપે આ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના દાદા, નૅપોલિયન બોનાપાર્ટના સમયમાં એક નામાંકિત ભૌતિકશાસ્ત્રી હતા; તેમના પિતાએ આ કૌટુંબિક પરંપરા…
વધુ વાંચો >બેકેલાઇટ
બેકેલાઇટ : લિયો બેઇકલૅન્ડ દ્વારા 1909માં બનાવાયેલ પ્રથમ સંશ્લેષિત પ્લાસ્ટિક. ફીનૉલનું ફૉર્માલ્ડિહાઇડ સાથે સંઘનન કરવાથી પાઉડર સ્વરૂપે જે રેઝિન બને છે તે બેકેલાઇટ નામે જાણીતું છે. આ પાઉડરને ગરમ કરવાથી તેને ઘન સ્વરૂપે યથોચિત આકાર આપી શકાય છે. ફીનૉલની ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતાં મિથિલોલ ફીનૉલ્સ (i) બને છે. આ પ્રક્રિયા…
વધુ વાંચો >બેકેસી, જ્યૉર્જ ફૉન
બેકેસી, જ્યૉર્જ ફૉન (જ. 3 જૂન 1899, બુડાપેસ્ટ, હંગેરી; અ. 13 જૂન 1972, હૉનોલુલુ) : ઈ. સ. 1961ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. કાન દ્વારા સાંભળવાની ક્રિયા અંગે તેમણે સંશોધનકાર્ય હતું. તેઓ બર્ન યુનિવર્સિટી ખાતે રસાયણશાસ્ત્ર ભણ્યા હતા અને તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાંથી 1923ની સાલમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >બેદી, કિરણ
બેદી, કિરણ (જ. 9 જૂન 1949, અમૃતસર, ભારત) : ભારતનાં પ્રથમ મહિલા પોલીસ-અધિકારી અને તિહાર જેલને ‘આશ્રમ’ બનાવનાર મૅગ્સેસે ઍવૉર્ડવિજેતા અફસર. તેમનો ઉછેર અમૃતસરમાં થયો અને પંજાબ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસ સાથે અનુસ્નાતક પદવી હાંસલ કરી. 1972માં તેઓ ભારતીય પોલીસ-સેવામાં આગ્રહપૂર્વક જોડાયાં. પોલીસ-અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયાં.…
વધુ વાંચો >બેદી, પ્રતિમાગૌરી
બેદી, પ્રતિમાગૌરી (જ. 12 ઑક્ટોબર 1948, દિલ્હી; અ. 17 ઑગસ્ટ 1998, માલપા, ઉત્તરપ્રદેશ) : ઓડિસી નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના. મૂળ નામ પ્રતિમા ગુપ્તા. પિતાનું નામ લક્ષ્મીચંદ. તેઓ વેપારી હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દિલ્હી ખાતે લીધું. 1966માં પિતાનું ઘર છોડી મુંબઈ આવી તેમણે મૉડલિંગનો વ્યવસાય અપનાવ્યો. તે દરમિયાન તે જમાનાના…
વધુ વાંચો >બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ
બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ (જ. 25 સપ્ટેમ્બર 1946, અમૃતસર) : ભારતીય ક્રિકેટવિશ્વના અત્યંત લોકપ્રિય અને સિદ્ધિવંતા ક્રિકેટર. તેમણે 1961થી 1981ના 20 વર્ષના ગાળામાં ભારતીય ક્રિકેટમાં ધીમા ડાબોડી સ્પિન ગોલંદાજથી માંડીને સુકાની, કોચ તથા મૅનેજર સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરી હતી. દિલ્હીની સ્ટેટ બૅંકના આ ભૂતપૂર્વ અધિકારી હાલ દિલ્હીમાં નવયુવાન ક્રિકેટરોને તાલીમ…
વધુ વાંચો >બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ
બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ (જ. 1 સપ્ટેમ્બર 1915, લાહોર; અ. 1984) : ઉર્દૂ તથા પંજાબી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, અનુવાદક અને સંપાદક. માતા સીતાદેવી હિંદુ તથા બ્રાહ્મણ વંશનાં અને પિતા ખત્રી-શીખ હતા. જે ખત્રીઓ વેદને પોતાનો ગ્રંથ માને છે તેઓ ‘બેદી’ કહેવાય છે. પિતા પોસ્ટઑફિસમાં નોકરી કરતા હતા. ઘરની રહેણીકરણી હિંદુ તેમજ…
વધુ વાંચો >બેદુઇન
બેદુઇન : મધ્યપૂર્વના રણપ્રદેશોમાં ટોળીઓમાં વિચરતી અરબ જાતિના લોકો. આ લોકો તેમના જીવનનિર્વાહ માટે પાણીની તેમજ તેમનાં ઊંટો, ઘેટાં, બકરાં માટેની ગોચરભૂમિની શોધમાં પરંપરાગત રીતે રણોમાં ભટકતા રહે છે. આશરે 10 લાખ જેટલા બેદુઇનો પૈકીના ઘણાખરા મુસ્લિમ છે અને અરબી ભાષાની કેટલીક બોલીઓનો ઉપયોગ કરે છે, તેઓ તંબુઓમાં રહે છે.…
વધુ વાંચો >બૅનક્રૉફ્ટ, ઍન
બૅનક્રૉફ્ટ, ઍન (જ. 1931, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી. સૌપ્રથમ તેમણે તુર્ગનેવના ‘ટૉરન્ટ ઑવ્ સ્પ્રિંગ’માં ટેલિવિઝન પર અભિનય આપવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ રંગભૂમિ તરફ વળ્યાં અને 1959માં ‘ધ મિરેકલ વર્કર’માંના તેમના અભિનય બદલ, તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ‘ટૉની ઍવૉર્ડ’ મળ્યો. 1962માં તેના ફિલ્મી રૂપાંતરમાં અભિનય આપવા…
વધુ વાંચો >બેન-ગુરિયન, ડૅવિડ
બેન-ગુરિયન, ડૅવિડ (જ. 1886, પ્લૉન્સ્ક, પોલૅન્ડ; અ. 1974) : ઇઝરાયલના રાજકીય ઇતિહાસમાં મોખરાનું સ્થાન ધરાવતા મુત્સદ્દી. 1948થી 1955નાં વર્ષો દરમિયાન તેમજ ફરી 1955થી 1963નાં વર્ષો દરમિયાન તેમણે ઇઝરાયલના વડાપ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. મૂળ નામ ડૅવિડ ગ્રુએન હતું. યુવાનીમાં તેઓ ઝાયોનિસ્ટ સમાજવાદી આંદોલનથી આકર્ષાયા હતા. 1906માં તેઓ સ્વદેશ છોડી પરદેશમાં…
વધુ વાંચો >બેન, ગૉટ ફ્રાઇડ
બેન, ગૉટ ફ્રાઇડ (જ. 1886, મૅન્સફિલ્ડ, જર્મની; અ. 1956) : જર્મનીના મહત્વના કવિ અને શરીરરચનાશાસ્ત્રી. યુવાન વયમાં જ તેઓ નાસ્તિવાદ (nihilism) તરફ આકર્ષાયા. પછીથી તેઓ બીજા કેટલાક બુદ્ધિવાદીઓની જેમ નાઝીવાદી સિદ્ધાંતોની તરફેણ કરવા લાગ્યા. મૈથુનથી થતા ચેપી રોગો અંગેના વિજ્ઞાનનું શિક્ષણ લીધેલું પણ તેમણે પ્રવૃત્તિ તો આદરી અભિવ્યક્તિવાદી કાવ્યલેખનની; તેમાંય…
વધુ વાંચો >બેન-ત્સવી, ઇત્ઝાક
બેન-ત્સવી, ઇત્ઝાક (જ. 1884, પૉલ્નવા, યુક્રેન; અ. 1963) : ઇઝરાયલના રાજકારણી અને તેના પ્રમુખ. 1907માં તેઓ પૅલેસ્ટાઇનમાં જઈને વસ્યા. ત્યાં એક અગ્રણી ઝિનૉઇસ્ટ તરીકે આગળ આવ્યા. પછી તેઓ જૂઇશ લેબર પાર્ટીના સ્થાપક બન્યા. વિઝમૅનનું અવસાન થવાના પરિણામે તેઓ 1952માં ઇઝરાયલના પ્રમુખ ચૂંટાયા (1952થી 1963). તેઓ સન્માન્ય વિદ્વાન તથા પુરાતત્વજ્ઞ હતા.…
વધુ વાંચો >